આ રાજ્યોમાં કોરોનાના દર્દીઓમાં થઇ રહ્યો છે ધડાધડ વધારો, જતા પહેલા વિચારી લેજો સો વાર, નહિં તો આવી જશો કોરોનાની ઝપેટમાં

સંયુક્ત રાષ્ટ્રએ ભારતનો કોરોના રસીના 2 લાખ ડોઝ પ્રદાન કરવા બદલ આભાર માન્યો હતો. સંયુક્ત રાષ્ટ્રએ ભારતની પ્રશંસા પણ કરી હતી. કોરોના સામેની જંગમાં ભારતને ગ્લોબલ લીડર ગણાવી ભરપેટ વખાણ પણ કર્યા છે. પરંતુ હવે ભારતની ચિંતા ફરીથી વધી શકે છે. કારણ કે વિશ્વભરના દેશોમાં રસીકરણમાં મોખરે હોવા છતાં ભારતમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે.

image source

કોરોના વાયરસ ધીમો પડ્યોની વાત સાથે ખુશ થતા તંત્રની હવે ઊંઘ ઉડી ચુકી છે કારણ કે દેશના 90થી વધુ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાની ગતિ ઝડપથી વધી રહી છે. તેમાં સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે 34 જેટલા જિલ્લા તો મહારાષ્ટ્રના છે જ્યાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધવા લાગ્યા છે.

image soucre

મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટક, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, બિહાર, કેરળ અને ગુજરાતના કેટલાક જિલ્લાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. અહીં પણ અગાઉ કરતાં કોરોનાના કેસ વધારે પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. આ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કોરોનાના કેસ ફરીથી વધારે પ્રમાણમાં નોંધાવા લાગ્યા છે. અહીં દરરોજ નવા નોંધાતા કેસની સંખ્યા વધી રહી છે અને તે આંકડો ચિંતા કરાવે તેવો છે.

image source

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 14 હજારથી વધુ નવા કેસમાં 7 હજાર જેટલા મહારાષ્ટ્ર રાજ્યમાંથી નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે જ્યારે 83 લોકોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમં 1 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.

image source

મહારાષ્ટ્રમાં વધતા કેસને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચિંતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેસની વધતી સંખ્યાને જોઈને રાજ્યના ભીડભાડવાળા વિસ્તારોમાં કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે. જ્યારે રાજ્યમાં રાજનીતિક અને ધાર્મિક કાર્યક્રમો પર પણ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. આ ઉપરાંત તેમણે ચેતવણી પણ આપી છે કે સ્થિતિ સુધરી નહીં તો રાજ્યમાં ફરીથી લોકડાઉન પણ થઈ શકે છે.

image source

કોરોનાના વધતા કેસના કારણે ભારત ફરી એકવાર દુનિયાના એવા 15 રાજ્યોની યાદીમાં આવી ગયું છે જ્યાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ હોય. ભારત હાલ આ યાદીમાં 15માં ક્રમે છે. વધતાં કેસને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને લેખિતમાં જણાવ્યું છે કે રસીકરણ અભિયાનમાં વધુ તેજી લાવવામાં આવે. હાલ રાજ્યોમાં સપ્તાહમાં 2 દિવસ રસીકરણ થાય છે. આગામી દિવસોમાં એટલે કે માર્ચ માસની શરુઆતમાં દેશમાં વૃદ્ધો અને એક કરતાં વધુ બીમારીથી પીડત લોકોને પણ રસી આપવાની શરુઆત કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ