પર્સમાં પરચુરણ રાખવાથી થાય છે ચામડીના રોગો, રાખો હવેથી ખાસ ધ્યાન

એલર્જી:-

image source

ચામડીના રોગનું કારણ બની શકે છે, તમારા પર્સમાં રહેલું ‘પરચૂરણ’, જેમાંથી જોવા મળી 12 પ્રકારની ફૂગ.

તમને જાણીને નવાઈ લાગશે કે પરચૂરણ એટલે કે ચલણી સિક્કાઓ કે છુટ્ટા પૈસા પણ એલર્જી અને ચામડીના રોગોનું કારણ બની શકે છે. એમ.એસ. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એનવાર્યમેન્ટલ સ્ટડીના વિદ્યાર્થીઓએ ભારતીય અને વિદેશી પર કરેલા સ્ટડીમાં ચલણી સિક્કાઓ પર ચોક્કસ પ્રકારની ફૂગ હોવાનું બહાર આવ્યું છે.

image source

‘ફંગલ ફ્લોરા અસોસિએટેડ વિથ ઈન્ડિયન એન્ડ ફોરેન કોઈન્સ એન્ડ ધેર પોટેન્શિયલ હેલ્થ રિસ્ક્સ’ ટાઈટલ હેઠળ સ્ટડી કરવામાં આવ્યું હતું, જેને ACTA સાયન્સિસ માઈક્રોબાયોલોજીમાં પબ્લિશ કરવામાં આવ્યું હતું. જે એક માઈક્રોબાયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિઓને આવરી લેતી આંતરરાષ્ટ્રીય સ્તરની પીયર-રિવ્યૂ થયેલી જરનલ છે.

‘અમારા વિદ્યાર્થીઓએ 100 જેટલા સિક્કાઓ પર સ્ટડી કર્યું હતું. ત્રણ સિવાયના અન્ય તમામ સિક્કા પર સૂક્ષ્મ સજીવોની હાજરી જોવા મળી’, તેમ પ્રોફેસર અર્જુન આર્યએ જણાવ્યું હતું.

image source

જે સિક્કા પર સ્ટડી કરાયું હતું તે લોખંડ, ક્રોમિયમ, ચાંદી, તાંબુ, નિકલ અને ઝીંક જેવી ધાતુથી બનેલા હતા.

‘પ્રયોગ દર્શાવે છે કે બે ફૂગ-એસ્પરગિલસ નાઈગર અને પેનિસિલિયમ સિંમ્પલિસિસિમમ સિક્કાઓની સપાટી પર સ્પષ્ટ દેખાઈ આવતા હતા. આ સિવાય ફ્યુઝેરિયમ, રીઝોપસ અને અલ્ટરનેરિયા જેવી ફૂગ પણ સિક્કા પર જોવા મળી હતી’, તેમ પ્રોફેસર અર્જુન આર્યએ જણાવ્યું હતું.

એસ્પરગિલસ નાઈગર ફૂગ સાઈટ્રિક જેવું ઓર્ગેનિક એસિડનું ઉત્પાદન કરી શકે છે, જે ધાતુને તરત ઓગાળી દે છે અથવા એક નવા સિક્કા જેવી ચમક આપી શકે છે.

image source

‘જો વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા નબળી છે અથવા તો તે કેન્સર, ટીબી જેવી બીમારી તેમજ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યા હોય. તો આ ફૂગ ફેફસામાં ઘૂસી જાય છે અને પછી આખા શરીરમાં ફેલાય છે. આના પરિણામે ફેફસા નબળા પડી જાય છે’.

સ્ટડી દરમિયાન તેવું પણ જાણવા મળ્યું છે કે ઈ.કોલી અને સાલ્મોનેલા જેવા બેક્ટેરિયા સિક્કાની સપાટી પર 9થી 11 દિવસ સુધી ટકી શકે છે. જેનાથી તે માનવ શરીરમાં પણ પ્રવેશી શકે છે. જે વિદ્યાર્થીઓએ આ સ્ટડી કર્યું હતું તેમાં દ્રષ્ટિ નવલાણી, અદિતી મહેશ્વરી, વિધાત્રી ઠક્કર, રોહીલ ટાંક અને નૈતિક ચૌધરીનો સમાવેશ થાય છે.

image source

ફૂગના સંપર્કમાં આવવાથી આ રીતે બચો.

1. સિક્કાને પર્સમાં જ રાખો.

2. શક્ય હોય તો ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરો.

3. સિક્કાને સ્વચ્છ પાણીથી સાફ કરવા.

image source

4. હાઈઝિનનું પૂરતું ધ્યાન રાખવું.

5. હાથને યોગ્ય રીતે ધુઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ