જાણો મહાન વૈજ્ઞાનિક નિકોલ ટેસ્લા વિશે, અને વાંચો તેમની અનેક સિદ્ધિઓ વિશે

નિકોલા ટેસ્લા જી હા, આ એક એવું નામ છે જેને વિશ્વના નામાંકિત વૈજ્ઞાનિકોના લિસ્ટમાં સ્થાન મળેલું છે.

image source

નિકોલા ટેસ્લાએ વિશ્વને એવી અનેક શોધોની ભેટ આપી છે જેનો ઉપયોગ આપણે આજે પણ રોજબરોજના જીવનમાં કરીએ છીએ. પરંતુ એ સિવાય ટેસ્લાનું નામ વિશ્વના રહસ્યમયી લોકોના લિસ્ટમાં પણ છે કારણ કે તેના વિશે એવું કહેવાય છે કે તેણે ” ટાઈમ ટ્રાવેલ ” એટલે કે સમય યાત્રા કરી હતી અને ટેસ્લાએ પોતે પણ આ વાત સ્વીકારી હતી કે તેણે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને એક સાથે નિહાળ્યું છે. એટલું જ નહીં પરંતુ ટેસ્લાએ આ વિષય પર એક પુસ્તક પણ લખ્યું હતું.

image source

સન 1856 માં જન્મેલા નિકોલા ટેસ્લા એક વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને ફિઝિકલ એન્જીનીયર પણ હતા. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે તે વીજળીના બલ્બના શોધક એવા પ્રસિદ્ધ વૈજ્ઞાનિક થોમસ આલવા એડિસનના શિષ્ય હતા. જો કે બાદમાં બન્ને એકબીજાના હરીફ બની ગયા હતા.

અને તેનું કારણ એ હતું કે એડિસન ડાયરેકટ કરંટ એટલે કે DC પાવરને વધુ અસરકારક શોધ માનતા હતા પરંતુ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું મુશ્કેલ હતું. જ્યારે બીજી બાજુ ટેસ્લા અલ્ટરનેટિવ કરંટ એટલે કે AC ને વધુ અસરકારક શોધ માનતા હતા કારણ કે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું સરળ હતું.

image source

એ ઉપરાંત 1891 માં નિકોલા ટેસ્લાએ ટેસ્લા કોઇલ્સની શોધ કરી હતી. ટેસ્લા કોઇલ્સ એક પ્રકારની ઇલેક્ટ્રિકલ સર્કિટ છે જેના વડે ઓછા કરંટ અને હાઈ વોલ્ટેજ ધરાવતી ઉર્જા પેદા કરી શકાય છે. આ ટેસ્લા કોઇલ્સનો ઉપયોગ આજે પણ ટીવી, વાયરલેસ ટ્રાન્સમિશનમાં અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં કરવામાં આવે છે.

વૈજ્ઞાનિક ટેસ્લાએ ન્યુયોર્કના નાયગ્રા જળ ધોધમાં પ્રથમ હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ માટે ડિઝાઇન પણ તૈયાર કરી હતી. ત્રણ વર્ષની મહેનત બાદ તૈયાર કરાયેલા પ્લાન્ટ દ્વારા 16 નવેમ્બર 1896 ના રોજ પ્રથમવાર નજીકના વિસ્તારોમાં વિદ્યુત ઉર્જા પહોંચાડવામાં આવી હતી.

image source

ટેસ્લાએ વર્ષ 1887 માં અલ્ટરનેટિવ કરંટ AC વડે ચાલતી એક મોટર પણ બનાવી હતી જે તે સમયે એકદમ આશ્ચર્યજનક કહી શકાય તેવી શોધ હતી.

એવું પણ કહેવાય છે કે રેડીયોના શોધક મારકોનીની જગ્યાએ નિકોલા ટેસ્લા જ હોત જો 13 માર્ચ 1895 માં તેની સંશોધન લેબમાં આગ લાગી હોત.

image source

એ સિવાય વર્ષ 1898 માં જ્યારે રિમોટ દ્વારા સંચાલિત કોઈપણ વાહનનો વિચાર કરવો પણ મુશ્કેલ હતો ત્યારે ટેસ્લાએ રિમોટ દ્વારા સંચાલિત એક હોડી પણ બનાવી નાખી હતી. આ હોડી જોઈ લોકો નવાઈ પામ્યા અને એવું માનવા લાગ્યા કે ટેસ્લાએ બનાવેલી હોડીની અંદર કોઈ પ્રશિક્ષિત જાનવર છે જે હોડી ચલાવે છે. અંતે ટેસ્લાએ પોતાની હોડીના સ્પેર પાર્ટ ખોલીને દેખાડ્યા ત્યારે લોકો સાચું માન્યા કે હોડી ખરેખર રિમોટ દ્વારા જ સંચાલિત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ