આ ઉલ્ટુ પુલ્ટુ ઘર જોવા જામે છે લોકોની ભારે ભીડ, જાણો ક્યાં આવેલુ છે, PICS

સાઉથ આફ્રિકામાં આવેલું આ ‘અપસાઇડ ડાઉન’ હાઉસ ટુરિસ્ટમાં છે અત્યંત ફેમસ

image source

આ ઉલ્ટુ પુલ્ટુ ઘર જોઈ તમારું મગજ ચોક્કસ ચક્કર ખાઈ જશે

આ ઘરની છત નીચે જમીન પર છે અને તેની ફરસ ઉપર હવામાં છે, આને કહેવાય અપસાઇડ ડાઉન હાઉસ એટલે કે જે ઘરની નીચેની બાજુ ઉપર હવામાં હોય તેવું અનોખું ઘર. સાઉથ આફ્રિકામાં આવેલું આ ઘર અહીંના ટુરિસ્ટ એટ્રેક્શનો માં નું એક છે. જેને જોવા માટે લોકો દુનિયાના ખૂણે ખૂણેથી આવે છે.આ અનોખું ઘર જોહાનીસબર્ગની ઉત્તરે આવેલા હાર્ટબીસ્ટપુર્ટ ખાતે આવેલું છે.

image source

અહીં આવીને મુલાકાતીઓ પોતાની ઘણી બધી તસ્વીરો ખેંચાવે છે. આ ઘર માત્ર ઉંધુ નથી પણ તેની અંદર જે પણ રાચરચીલુ એટલે કે ફર્નીચર વિગેરે છે તે પણ ઉંધા છે. એટલે કે તેમાં રહેલા સોફા, બેડ વિગેરે પણ ઉપર હવામાં ઉંધા લટકી રહ્યા છે.

માત્ર બેઠક ખંડ જ નહીં પણ આખું રસોડુ પણ ઉંધુ છે તેમાં રહેલા એક એક વાસણો તેમજ એપ્લાયન્સીસ ગુરુત્વાકર્ષણબળના નિયમને પડકારી રહ્યા હોય તે રીતે ઉંધા છે. અને ત્યાંનું ડાઈનીંગ ટેબલ પણ અને તેના પરની સોસની બોટલ્સ પ્લેટ્સ પણ તમને ઉંધા જ જોવા મળશે.

image source

આ ઘરને અઠવાડિયામાં સોમવારથી શનિવાર ખુલ્લું મુકવામા આવે છે. જે લોકો આ ઘરના આર્કીટેક્ચરમાં રસ ધરાવતા હોય તેઓ અહીં સોમવારથી ગુરુવાર વચ્ચે સવારે 9થી સાંજના ચાર વાગ્યા સુધી મુલાકાત લઈ શકે છે. જ્યારે શુક્ર અને શનિવારે આ અનોખા ઘરને મુલાકાતીઓ માટે સવારના 9થી સાંજના 5 સુધી ખુલ્લુ રાખવામાં આવે છે.

આ ઘરની મુલાકાત માટે તમારે ટીકીટ ખરીદવી પડે છે જેની કીંમત 90 સાઉથ આફ્રિકન રેન્ડ છે જેને ભારતીય કરન્સીમાં ગણવા જઈએ તો તે 415 રૂપિયા થાય. જો કે બાળકો માટે થોડી રાહત આપવામાં આવી છે. બાળકો આ અનોખા ઘરને 277 રૂપિયામાં જોઈ શકે છે. અને નાનકડા ભુલકાઓ અહીં મફત પ્રવેશી શકે છે.

image source

તમને જણાવી દઈએ કે આ ઉલ્ટા-પુલ્ટા ઘરનું એક ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે જેના પર તે 3000 કરતાં પણ વધારે ફોલોઅર્સ ધરાવે છે. અને તેના પર તમને વિઝિટર્સના અનુભવો વિષેની કમેન્ટ્સ પણ જોવા મળશે. કેટલાક ઘરને વખાણતી કમેન્ટ્સ કરે છે તો કેટલાક લોકો પોતે ભવિષ્યમાં આ ઘરની મુલાકાતની ઇચ્છા દર્શાવે છે. તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમણે અત્યાર સુધીમાં 52 જેટલી તસ્વીરો શેર કરી છે. મુલાકાતીઓની તસ્વીરો જોઈને તમને પણ ચોક્કસ તે અનુભવ લેવાનું મન થઈ આવશે.

image source

તમે ક્યારેય તમારા જીવનમાં આવા ઘરની કલ્પના નહીં કરી હોય. જો તમે આ ઘરની મુલાકાત લેતા વિઝિટર્સની કેટલીક તસ્વીરો જોશો તો તમારું મગજ ચોક્કસ ચક્કર ખાઈ જશે. આ તસ્વીરો ફેસબુક, ટ્વીટર તેમજ અન્ય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ જ શેર કરવામાં આવે છે. તો હવે ક્યારેય તમે વિદેશ પ્રવાસે જાઓ અને સાઉથ આફ્રિકા જાઓ ત્યારે આ ઘરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ