કાલે ચક્કર આવ્યા બાદ CM રુપાણીને શું થયું હતું, ડોક્ટરોએ કહી સાચી વાત

સીએમ રૂપાણીની તબિયતને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ અંગે યુએન મહેતા હોસ્પિટલ ના ડોક્ટરો કહ્યું કે, સીએમ રૂપાણીના તબિયત હાલમાં સ્થિર છે. જોકે 24 કલાક તેમને આરામ પર રહેવાની સલાહ તબીબોએ આપી છે.

image source

તમને જણાવી દઈએ કે ગઈ કાલે વડોદરાના નિઝામપુરામાં એક સભાને સંબોધન કરતી વખતે સીએમ રૂપાણીને ચક્કર આવી ગયા હતા અને તેમને તાત્કાલિક અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ તેમના ખબર અંતર પુછ્યા હતા.

ઓક્સિજન લેવલ પણ નોર્મલ

image source

નોંધનિય છે કે આજે યુએન મેહતા હોસ્પિટલ દ્વારા એક સીએમ રૂપાણીના સ્વાસ્થ્યને લઈને એક મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. ડોક્ટરોના મતે સીએમ રૂપાણીની તબિયત હાલમાં સુધારા પર છે. તેમના સીટી સ્કેન, ઇસીજી, ઇકો, વગેરે રિપોર્ટ સામાન્ય આવ્યા છે. તો બીજી તરફ ઓક્સિજન લેવલ પણ નોર્મલ આવ્યુ છે. નોંધનિય છે કે સીએમને 24 કલાક નિષ્ણાત ડોક્ટરેની ટીમ હેઠળ ઓબ્ઝર્વેસનમાં રાખવામાં આવશે.

image source

તમને જણાવી દઈએ કે સીએમ રૂપાણીની તબિયતના સમાચાર પુછવા માટે રાજ્યના અનેક દિગ્ગજ નેતાએ અને અધિકારીઓ હોસ્પિટલે પહોંચ્યા હતા. જેના પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી કે કૈલાસનાથન અને અમદાવાદના પૂર્વ મેયર બિજલ પટેલનો પણ સમાવેશ થાય છે.

એક યુવકે સૌનુ ધ્યાન ખેચ્યુ

આ દિગ્ગજ નેતાઓની સાથે સાથે એક યુવકે સૌનુ ધ્યાન ખેચ્યુ હતું. આ કિશોર પણ સીએમ રૂપાણીની ખબર કાઢવા માટે હોસ્પિટલે પહોંચ્યો હતો. આ કિશોરનું નામ વિવેક દાસ છે. તમને જણાવી દઈએ કે વિવેકે તેની બહેનનું કેન્દ્રીય શાળામાં એડમિશન થાય તે માટે સીએમ રૂપાણીને રજુઆત કરી હતી. જો કે ત્યાર બાદ સીએમ વિજય રૂપાણીએ આ વાતને ગંભીરતાથી લઈ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને આ અંગે રજુઆત કરી હતી અને બાદમાં વિવેકની બહેનનું એડમિશન કેન્દ્રીય શાળામાં થયું હતું. જેને કારણે તે આજે સીએમ રૂપાણીની તબિયતની જાણકારી લેવા માટે આવ્યો હતો.

RT-PCR ટેસ્ટ કોરોના પોઝિટિવ

image source

તો બીજી સીએમ રૂપાણીનો RT-PCR ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી. નીતિન પટેલે કહ્યું કે, સીએમ રૂપાણી હાલમાં હોસ્પિટલમાં કોરોનાના દર્દી તરીકે તેઓ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. હાલ તે સ્વસ્થ છે. તેમની રોજિદા જીવનની કસરતોને કારણે તેમને કોરોના હાની નહીં પહોંચાડે. નોંધનિય છે કે સીએમ રૂપાણીને ડાયાબિટિસ કે બીજી કોઈ ગંભીર બીમારી નથી એટલે તેઓ જલદીથી કોરોનાને માત આપી દેશે. નીતિન પટેલે કહ્યું કે, હાલમાં તેમની યુએન મહેતા હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સારવાર કરાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ