રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો, ભાવ વધારાની વચ્ચે આ રીતે ડીલર પાસેથી ખરીદો સિલિન્ડર, થશે મોટો ફાયદો

જુલાઈથી નવેમ્બર સુધી 5 મહિનામાં એકેય વાર ભાવ વધારો નહોતો થયો, હવે 15 દિવસમાં બે વાર વધી ગઈ કિંમત, કોંગ્રેસે પૂછ્યું- કિસકે અચ્છે દિન આયે મોદીજી? ઓઈલ કંપનીઓએ એકવાર ફરીથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. બે અઠવાડિયાની અંદર કંપનીઓએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો કરી નાખ્યો છે. જેનાથી સામાન્ય માણસો માટે રસોડામાં ખાવાનું બનાવવું મોંઘી પડી રહ્યું છે અને ઘરેલુ બજેટ ઉપર પણ તેની અસર પડશે.

image source

જો કે હાલ 8 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર ન થવાના કારણે લોકોને રાહત મળી છે. ઓઈલ કંપનીઓએ મંગળવારે રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. 15 દિવસમાં આ બીજીવાર ભાવ વધ્યો છે. હવે ડિસેમ્બરમાં આજથી જે લોકો ગેસ બુક કરાવશે તેમણે 100 રૂપિયા વધુ આપવા પડશે. આ અગાઉ 3 ડિસેમ્બરના રોજ 50 રૂપિયાનો વધારો થયો હતો. આ વધારો સબસિડી વગરના 14.2 કિલોના ઘરેલુ અને 19 કિલોના કમર્શિયલ સિલિન્ડર પર થયો છે.

image source

જો તમે ડીલર પાસેથી ગેસ સિલિન્ડર ખરીદો છો તો તમે વજનને લઈને છેતરાશો નહીં અને યોગ્ય સિલિન્ડર લઈ શકશો. ખાસ કરીને જોવા મળે છે કે જ્યારે ગ્રાહક એ વાતની ફરિયાદ કરે છે કે તેમના ગેસ સિલિન્ડર જલ્દી ખતમ થઈ ગયા છે જ્યારે અન્ય દિવસોમાં તેમનો ગેસ વધારે સમય સુધી ચાલે છે. એજન્સીના ગોડાઉનથી ઘરે હોમ ડિલિવરી થવા સુધી સિલિન્ડરનું વજન કરવાની સાથે સાથે તેની તપાસ કર્યા બાદ જ તેને લેવાનો નિયમ છે.

ગેસ સિલિન્ડર પર સબસિડી

image source

સરકાર એક વર્ષમાં દરેક પરિવાર માટે 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડરો પર સબસિડી આપે છે. જો ગ્રાહકો આના કરતા વધુ સિલિન્ડર લેવા માંગતા હોય, તો તેઓએ બજાર ભાવે ખરીદી કરવી પડે છે. ઓઇલ કંપનીઓ દર મહિને ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. તેની કિંમતો સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફાર જેવા પરિબળો નક્કી કરે છે.

આ રીતે ચેક કરો સિલિન્ડરના ભાવ

image source

એલપીજી સિલિન્ડરોની કિંમત તપાસવા માટે તમારે સરકારી તેલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીંની કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના LPG સિલિન્ડરના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે છે. ગેસ સિલિન્ડરના પેમેન્ટને લઈને HPCLએ એક ખાસ જાણકારી આપી છે. હવે તમારે LPG સિલિન્ડરની ડિલિવરી સમયે ડિલિવરી બોયને કોઈ એકસ્ટ્રા ચાર્જ આપવાની જરૂર નથી. જો કોઈ ડિલિવરી બોય આ પ્રકારની માંગણી કરે છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.

દગાખોરીની કરો ફરિયાદ

image source

LPG સિલિન્ડર લેતા સમયે ગ્રાહકોને ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવી જોઈએ. આવુ એટલા માટે કારણ કે, દરરોજ એવા ઘણા કેસ સામે આવતા રહે છે. જેમાં ગ્રાહકો છેતરપિંડીનો શિકાર બનાવી લેવામાં આવે છે. જો તમે છેતરપિંડીથી બચવા માગો છો તો, સિલિન્ડર ખરીદતા સમયે કેટલીક વાતોનું ધ્યાન જરૂર રાખો. ઉપભોક્તાઓએ સિલિન્ડર લેતી સમયે તેને તોલાવીને લેવું જરૂરી છે. એવામાં જો તમને ડિલિવરી બોય સિલિન્ડર તોલી આપતા નથી તો તમે તમારી ફરિયાદ ગેસ એજન્સીમાં કરી શકો છો. આ સિવાય ગેસ સિલિન્ડરના નામે દગાખોરીનો શિકાર બનવાના અનેક કેસ સામે આવી રહ્યા છે. જેમાં ઠગ એજન્સીથી લઈને અનેક તેલ કંપનીની ફ્રેન્ચાઈઝી અને ગેસ સિલિન્ડર ડિસ્ટ્રીબ્યુટર્સના નામે લોકોને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે.
સતત વધી રહ્યા છે ગેસ સિલિન્ડરના ભાવ

image source

એક તરફ આ મહિને જ સતત બીજી વખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો છે. આ મહિને ગેસ સિલિન્ડરમાં 75 રૂપિયાનો ભાવ વધારો થયો છે. 4 ફેબ્રુઆરીએ 25 રૂપિયાનો વધારો થયા બાદ આજે ફરીથી 50 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. જેના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો તમે પણ તમારા રૂપિયા બચાવવા આ રીત અપનાવો તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ