સગા ભાઈ-બહેન વચ્ચે બંધાયો પ્રેમસંબંધ – લગ્ન પણ કરી લીધા અને પછી થયું ….

સગા ભાઈ-બહેન વચ્ચે બંધાયો પ્રેમસંબંધ – લગ્ન પણ કરી લીધા અને પછી થયું ….

પર ધર્મના લગ્ન, સમાજ બહારના લગ્ન, આંતર જ્ઞાતિય લગ્નો આ બધું આજના સમયમાં ઘણું સામાન્ય થઈ ગયું છે અને લોકો તે પ્રત્યે થોડા ફ્લેક્સિબલ પણ બન્યા છે. પણ જ્યારે સગા ભાઈ-બહેન આવું કંઈક કરે ત્યારે સમાજમાં હાહાકાર મચી જાય છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં સગા ભાઈ-બહેનના લગ્નને પાપ માનવામાં આવ્યા છે. હિન્દુ ધર્મમાં દૂરના ભાઈ બહેનના લગ્નને પણ માન્ય નથી ગણવામાં આવતા તો સગા ભાઈ બહેનના લગ્નનો તો પ્રશ્ન જ નથી ઉઠતો.

image source

પણ ક્યારેક નહીં થવાનું થઈ જતું હોય છે અને તાજેતરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના લખીમપૂર ખીરી જિલ્લાના મોહમ્મદી ગામમાં સગા ભાઈ બહેન પરંપરા વિરુદ્ધ ગયા છે.

image source

તેમને એકબીજા સાથે પ્રેમ થયો અને છેવટે તેમણે લગ્ન પણ કરી લીધા પણ લગ્ન કર્યા બાદ તેઓ પોતાના ઘરે જઈ શકે તેમ નહોતા. અને છેવટે તેમણે ઘરેથી ભાગી જવાનો નિર્ણય કર્યો. અને તેઓ દિલ્લીની ટ્રેન પકડવા માટે રેલ્વે સ્ટેશન પહોંચી ગયા અને ત્યાં જ તેમને પોલીસે પકડી લીધા.

image source

પરિવારના ગુસ્સાથી બચવા અને પોતાના સંબંધને આગળ વધારવા તેમણે ગામ છોડવાનો નિર્ણય તો લઈ લીધો હતો અને લખનૌના એક મંદિરમાં જઈને બન્નેએ લગ્ન કરી લીધા. અને છેવટે યોજના પ્રમાણે તેઓ ગામ છોડી શાહજહાંપુર પહોંચી પણ ગયા અને ત્યાંની જીઆરપી પોલીસને શંકા જતાં તેમની પાસેથી આઈડી માંગવામાં આવ્યા. અને તેમ થતાં તેઓ ગભરાઈ ગયા.

image source

છેવટે હકીકતની જાણ થતાં પોલીસે તેમના પરિવારજનોનો મોબાઈલ પર સંપર્કકકરીને મને મોહમ્મદી પોલીસને સોંપી દીધા. અને ત્યાર બાદ તેમને પોલીસ મોહમ્મદી ગામે લઈને આવી પહોંચી હતી જ્યાં પોલીસે પુત્રીને માતાપિતાને સોંપી દીધી હતી પણ પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.

image source

બીજી બાજુ પુત્રીએ જીદ પકડી છે કે તેના ભાઈને છોડી દેવામાં આવે અને તેણીના સંબંધો બીજે ક્યાંક કરવામાં પણ ન આવે જો તેમ નહીં થાય તો તે આત્મહત્યા કરી લેશે. તમને જણાવી દઈએ કે આ પરિવારનો આ એક જ દિકરો છે અને ચાર દિકરીઓ છે જેમાંથી બે દિકરીઓના લગ્ન થઈ ગયા છે. હાલ આ ઘટનાની ઉત્તર પ્રદેશમાં ભારે ચર્ચા થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ