બર્ડ નેસ્ટ – બટેકાના ઉપયોગથી બનાવો આ નવીન વાનગી, બાળકો તો જોઇને જ ખાવા લલચાઈ જશે…

બટેકા નો ઉપયોગ કરી ને તમે ઘણી બધી આઈટમ બનાઈ શકો છો અને બધા બનાવતા પણ હશો. આજે આપણે એક સરસ મજા ની વાનગી બનાવીશુ બટેકા નો ઉપયોગ કરી ને તે છે – બર્ડ નેસ્ટ

ચાલો તે માટે સામગ્રી અને રીત જોઈ લઈએ.

૪ બાફેલા બટેકા

૨ કપ – વર્મેસીલી

૩-૪ ચમચી – કોર્ન ફ્લોર

૧/૨ કપ – જીણી સમારેલી કોથમીર

૧ – જીણી સમારેલું લીલું મરચું

૨ ચમચી – લીંબુ નો રસ

૧ ચમચી – મીઠું

તળવા માટે તેલ


સૌ પ્રથમ બટેકા ને એક મિક્સિંગ બાઉલ માં લઇ અને મેશ કરી લો બરાબર, પછી તેમાં સમારેલી કોથમીર ,લીલું મરચું, મીઠું , લીંબુ નાખી અને મિક્સ કરી લો.


એક બાજુ તેલ ને ગરમ કરવા માટે મૂકી દો.


એક બાઉલ માં કોર્ન ફ્લોર લઇ જોઈએ તે પ્રમાણ માં પાણી નાખી એક પણ ગાંઠ ના રે તે રીતે પેસ્ટ બનાવી લો. પછી એક બાઉલ માં વર્મેસીલી લઇ તેને હાથ થી મસળી જીણા ટુકડા કરી લો.


હવે બટેકા ના મસાલા માં થી નાના નાના બોલ બનાવી નેસ્ટ જેવો શેપ આપી દો, પછી કોર્ન ફ્લોર પેસ્ટથી કવર કરી લો પછી વેર્મીસેલી માં રગદોળી લો. આ રીતે બધા શેપ બનાવી લો અને થોડો મસાલો બચાવી અને સાઈડ પર રાખી દો.


તેલ ગરમ થઇ ગયું હોય તો બધા શેપ એક પછી એક તેમાં નાખી હલકા સોનેરી કલર ના થાય ત્યાં સુધી તળી લો અને એક સાઈડ મૂકી દો. હવે જે મસાલો બચ્યો છે તેમાં થી નાના નાના બોલ બનાવી લો, તેને કોર્ન ફ્લોર ની પેસ્ટ થી કવર કરી લો અને તેલ માં ૨-૩ મીનીટ સુધી તળી અને એક પ્લેટ માં નીકળી દો.


હવે પેહલા જે નેસ્ટ શેપ તળેલા છે તેના ઉપર આ નાના તળેલા બોલ્સ ને ગોઠવી દો. અને કેચપ સાથે ખાઓ. કલર ફૂલ બનાવવા માટે ઉપર ગ્રીન ચટણી પણ નાખી શકો. બાળકોને આ બર્ડ નેસ્ટ ચોક્કસ થી બનાવી આપો ખુશ થઇ જશે. મેહમાન આવે ત્યારે પણ આ ફરસાણ ચોક્કસ થી બનાવો.

વાનગીનો સંપૂર્ણ વિડીઓ જુઓ અહિયાં.


રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ