ભગવાન શ્રી કૃષ્ણને કલાનિધિ શાને કહ્યા છે જાણો છો? તેઓ ચોંસઠ કળાઓમાં છે પારંગત…

ભગવાન શ્રી કૃષ્ણને કલાનિધિ શાને કહ્યા છે જાણો છો? તેઓ ચોંસઠ કળાઓમાં છે પારંગત…

૬૪ કળાઓમાં નિપૂણ છે શ્રી કૃષ્ણ… જાણો વિગતે તે કઈ કઈ કળાઓ છે.


આપણને સૌને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ ખૂબ ગમતી હોય છે. દરેક પ્રાસંગિક લીલાઓ કરવા પાછળ કંઈને કંઈ કારણ હોય છે. જન્મતાંવેંત યમુના નદી પાર કરીને ગોકુળ પહોંચવાથી લઈને, બાલ્યાવસ્થાની ગોપીઓ સાથેની લીલાઓ અને કિશોરાવસ્થામાં કંસ મામાનો વધ કરવાનું પરાક્રમ, દ્વારિકાધિશ તરીકે સ્થાયી થવું ને મથુરા વૃંદાવનની રાસ લીલાઓ… એ બધું આપણને કંઈને કંઈ શીખવે છે.


જીવનના દરેક તબક્કાઓમાં દરેક સ્વરૂપોમાં તમે શું કર્યું અને શું કરી શકશો એ શ્રી કૃષ્ણનું જીવન આપણને પ્રેરણા આપી જાય છે. એ બધી જ જવાબદારીઓ જે આપણે જીવનમાં નિભાવીએ છીએ અને એ દરેક પાત્ર આપણે ભજવીએ છીએ તેમાં આપણને જો કોઈ ચીજ મદદરૂપ થતી હોય કે જેને લીધે જીવનની રફ્તારમાં જરાવાર વિસામો ખાવા બેસવાનું મન થાય અને કંઈ આનંદ કરી લેવાની ઇચ્છા થાય તો તે છે કળાઓ.


ભગવાન શ્રી કૃષ્ણને કલાનિધિ કહ્યા છે. કહેવાય છે કે જગતમાં જેટલી પણ કળાઓ છે તેમાં તેઓ સમસ્ત રીતે નિપૂણ છે. તેમણે દરેક ક્ષેત્રે પારંગતતા મેળવી છે.

પૂરાણોની કથા અનુસાર, જ્યારે શ્રી કૃષ્ણ સાંનિપની આશ્રમમાં અભ્યાસ અર્થે ગયા ત્યારે તેમણે ૬૪ દિવસોમાં ૬૪ કળાઓમાં મહારથ હાંસલ કરી હતી.

આપણે કોઈપણ કલાકાર મા સરસ્વતીને પૂજીએ છીએ ત્યારે આ પણ એક જાણવા જેવી વાત છે કે દેવોમાં ભગવાન શ્રી કૃષ્ણને કળાના દેવ તરીકે પણ પૂજાય છે. તેમના વિરાટ સ્વરૂપથી વામન અવતાર સુધી ચલ, અચલ અને આકાશ પાતાળ સુધી, સૂક્ષ્મથી લઈને સમસ્ટી સુધી દરેક જગ્યાએ તેમનો વાસ છે ત્યારે બ્રહ્માંડમાં જ્યાં પણ કળાઓ પ્રગટી છે તેના સ્વામિ કૃષ્ણાવતાર છે.


આવો, એ દરેક કળાઓ વિશે જાણી જે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે અને જેમાં તેમણે વિદ્યાર્થી જીવનમાં તેમના ગુરુ પાસેથી પ્રશિક્ષણ મેળવ્યું છે.

૧ નૃત્ય – દરેક પ્રકારના નૃત્યની શૈલી તેમાં આવરી લેવાય છે.

૨ વાદ્ય – તમામ પ્રકારના વાજિંત્રો તેઓ વગાડી શકે છે.

૩ ગાયકી – બ્રહ્માંડના દરેક સ્વર તેઓ ગાય છે.

૪ નાટ્ય – અભિનય અને અભિવ્યક્તિ નાટ્ય મંચ પર ભજવી શકે છે.

૫ ઇન્દ્રજાળ – તેઓ ઉત્તમ જાદૂગર છે.


૬ લેખક – નાટ્ય – કથા – વાર્તાઓ તેઓ આલેખી શકે છે.

૭ સુગંધિત દ્રવ્યો – જેમાંથી સુગંધ કે સોડમ મેળવી શકાય તેવા પદાર્થો બનાવવા, જેમ કે અત્તર…

૮ ફૂલોના આભૂષણો બનાવવા

૯ વેતાલ જેવા ભૂત – પ્રેતને વશમાં રાખવાની કળા

૧૦ બાળકોની રમતો રમવાની કળા

૧૧ વિજય પ્રાપ્ત કરવાની કળા

૧૨ મંત્રવિદ્યા

૧૩ શકન – અપશુકન જાણવું, પ્રશ્નોના જવાબમાં તેના વિશેની માહિતી આપવી.

૧૪ રત્નોને અલગ અલગ પ્રકાર પારખવા અને તેમને યોગ્ય રીતે કાપીને આકાર આપવો.


૧૫ કેટલાય પ્રકારના યંત્રો બનાવવા

૧૬ સાંકેતિક ભાષાઓનું જ્ઞાન

૧૭ પાણીને બાંધવું

૧૮ વેલ – બુટ્ટાઓ બનાવવા

૧૯ અક્ષત અને ફૂલોથી પૂજા કરવાની સામગ્રી બનાવવી. (પૂજામાં કે શુભ પ્રસંગોએ ચોખા અને ફૂલોથી વિવિધ પ્રકારની રંગોળી સુશોભિત કરાય છે.)

૨૦ ફૂલોની હારમાળા બનાવી

૨૧ મેના – પોપટ જેવાં પક્ષીઓની ભાષા સમજવી. આ રીતે તેમની ભાષા બોલી પણ શકાય અને તેમને સમજાવી પણ શકાય છે.

૨૨ વૃક્ષોની ચિકિત્સા કરવી


૨૩ ઘેટાં, બકરાં અને કૂકડાઓને કુશ્તી લડાવવાની રીત શીખવાડી શકવું.

૨૪ પ્રગતિ કરવાની રીત

૨૫ ઘર બાંધવાની પદ્ધતિ

૨૬ ગાલિચા વણવાની રીત

૨૭ સુથારી કારિગરી

૨૮ વાંસમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની કળા

૨૯ રાંધણકળામાં પારંગત છે

૩૦ હાથ ચાલાકીની કળા

૩૧ કોઈપણ વેશ ધારણ કરી શકવાની કળા

૩૨ જાત જાતના પીણાં બનાવી શકે છે.

૩૩ એક કરતાં વધુ પાત્રો નિભાવવાની કળા


૩૪ સમસ્ત છંદોનું જ્ઞાન

૩૫ વસ્ત્રો છૂપાવવા કે બદલી મૂકવાની કળા

૩૬ દૂર રહેલા મનુષ્યો કે વસ્તુઓને પોતાની તરફ આકર્ષવાની કળા

૩૭ કપડાં અને આભૂષણો બનાવવા

૩૮ ફૂલોની સેજ બનાવવી

૩૯ એવી સિદ્ધિ હાંસલ કરવી કે જે અશક્ય હોય. જેમાં શત્રુ નબળો પડી જાય કે તેને નુક્સાન થાય એવા ઔષધો બનાવવા.

૪૦ સ્ત્રીઓના કાન, ચોટલા કે અંબોડામાં લગાવવા સુશોભિત વેણી ગૂંથવી

૪૧ કઠપૂતળી બનાવવી અને નચવવી

૪૨ મૂર્તિઓ કોતરવી


૪૩ કોયડાઓ ઉકેલવા

૪૪ સોય સાથેનું દરેક કામ જેમ કે સીવણ, ગૂંથણ અને ભરતકામ

૪૫ કેશ ગૂંથણ અને કેશ સજ્જા કરવી

૪૬ મુઠ્ઠીમાં બંધ વસ્તુ કે મનની વાત જાણી લેવી એટલે અંતર્યામી હોવાની કળા

૪૭ દરેક દેશ પ્રદેશની ભાષાઓનું જ્ઞાન

૪૮ મલેચ્છ કાવ્યોને સમજવું અને તેની સાંકેતિક ભાષા એ રીતે આલેખવી કે તેને માત્ર જાણકાર જ ઉકેલી શકે.

૪૯ સોનું, ચાંદી જેવી દરેક ધાતુઓ, હીરા – પન્નાઓ જેવા રત્નોનું પરિક્ષણ કરી શકવું.


૫૦ સોનું – ચાંદી બનાવવું

૫૧ મણીઓના રંગો પારખવા

૫૨ દરેક પ્રકારના ભોજનની પરખ કરવી

૫૩ ચિત્રકારી

૫૪ દાંત, વસ્ત્રો અને અંગોને રંગવા

૫૫ શૌય્યા પાથરવી

૫૬ ઘરની જમીન પર રત્નો મણીઓ કે પત્થરોથી સુશોભન કરવું.

૫૭ કૂટનીતિ


૫૮ તમામ પ્રકારના ગ્રંથો ભણાવી શકવાનું જ્ઞાન

૫૯ નવી નવી વાતો કરી શકવી

૬૦ કોઈપણ સમસ્યાનું નિરાકરણ કાઢી શકવું.

૬૧ સમસ્ત કોષોનું જ્ઞાન

૬૨ મનમાં જ કટક રચી શકવું. એટલે કે કોઈ જ તૈયારી વગર શિધ્ર પદ્ય કે શ્ર્લોક રચી શક્વો.

૬૩છળ કપટ કરીને કોઈપણ કામ પાર પાડી શકવું.

૬૪ કાન માટે અલગ વસ્તુઓમાંથી ઘરેણા તેઓ બનાવી શકતા હતા.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ