બિલાડીના આ સંકેતને સમજો, નહીં તો આવશે મુશ્કેલીનો સામનો કરવાનો વારો

આપણે સૌ અજાણતાં જ કેટલીક માન્યતાઓમાં માનતા હોઈએ છીએ. જેકમે ઘરમાં પ્રવેશતાં કે ઘરની બહાર જતાં જમણો પગ આગળ કરવો, સારા કામ માટે જતાં હોઈએ તો દહીં ખાંડ ખાઈને જવું, કોઈ કામ પર જતાં હોઈએ અને કોઈ પાછળથી ટોકે તો અટકી જવું કે પછી કોઈની છૂંક પર કોઈ કામ માટે બહાર ન જવું. આ સિવાય પણ અન્ય અનેક આવી નાની મોટી વાતોમાં આપણે વિશ્વાસ કરીએ છીએ. શક્ય છે આપણે તેમાં ન માનતા હોઈએ પણ પરંપરાના નામે આપણે તેને અનુસરતા હોઈએ.

image source

આજે આપણે વાત કરીશું કાળી બિલાડીની. કહેવાય છે કે પશુ પક્ષીઓની છઠ્ઠી ઈન્દ્રિય ખૂબ જ શાર્પ હોય છે. તેમને ભવિષ્યની દુર્ઘટનાઓની જાણ પહેલાંથી જ થઈ જાય છે. બિલાડી પણ તેમાનું એક જનાવર છે. કહેવાય છે કે બિલાડી રસ્તો કાપે તો તે ખરાબ ગણાય છે. આ સમયે જો તમે કોઈ સારા કામે જાવ છો તો તમારે અટકી જવું જોઈએ. આજે જાણો બિલાડીના સંકેતો તમને શું સૂચવે છે તે વિશે.

image source

બિલાડીને રાહુ ગ્રહની સવારી માનવામાં આવે છે. રાહુ ગ્રહની કુંડળીમાં બેસતી હોવાથી નુકસાનની સંભાવના રહે છે. જે વ્યક્તિ પર રાહુનો પડછાયો હોય છે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ માટે બિલાડી જો તમારો રસ્તો કાપે છે તો તમને નુકસાન કે વાગવાનો ભય રહે છે.

image source

જ્યારે બિલાડી તમારો રસ્તો કાપીને જમણી બાજુ જાય તો તે અશુભ ગણવામાં આવે છે. અન્ય સ્થિતિમાં બિલાડીનો રસ્તો કાપવો એ અશુભ હોતું નથી.

image source

બિલાડી તમારા ઘરની આસપાસ કે ઘરમાં આવીને રડે છે તો તે મોટી હાનિનો સંકેત હોઈ શકે છે. જો 2 બિલાડી એકમેક સાથે ઝઘડો કરે છે તો પણ તે ધનહાનિનો કે કોઈની સાથે લડાઈનો સંકેત આપે છે તેમ માનવામાં આવે છે.

image source

તો હવેથી તમે પણ બિલાડીને લગતી આ વાતનો અનુભવ કરો છો તો ચેતો અને પોતાને સેફ કરો તે જરૂરી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ