વિશ્વના સૌથી મોટા આ મહાસાગરનું રહસ્ય દુનિયા માટે આજે પણ છે વણ ઉકેલ્યું, જાણો તમે પણ આ વિશે

તમે એ તો જાણો જ છો કે વિશ્વમાં પાંચ મહાસાગરો છે, જે પૃથ્વીના 71 ટકા ભાગને તેના પાણીથી આવરી લે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનો સૌથી મોટો સમુદ્ર કયો છે? તે પ્રશાંત મહાસાગર છે, જે વિશ્વનો સૌથી મોટો અને સૌથી ઉંડો સમુદ્ર છે. તમને ભાગ્યે જ ખબર હશે કે વિશ્વનો સૌથી મોટો સમુદ્ર અમેરિકા અને એશિયાને જુદા પાડે છે. પેસિફિક મહાસાગરનું ક્ષેત્રફળ 6,36,34,000 ચોરસ માઇલ છે એટલે કે વિશ્વાના બીજા સૌથી મોટા મહાસાગર એટલાન્ટિકથી બમણ કરતા પણ વધારે.

9,455 માઇલ પહોળો છે પેસિફિક મહાસાગર

image source

પેસિફિક મહાસાગર ફિલિપાઇન્સના કાંઠેથી પનામા સુધી 9,455 માઇલ પહોળો અને બેરિંગ જલડરૂમમ્ધ્યથી લઈને દક્ષિણ એન્ટાર્કટિકા સુધી 10,492 માઇલ લાંબો છે. જો કે, તેને ઉત્તરીય કિનારો ફક્ત 36 માઈલ બેરિંગ જલડમરૂમધ્ય દ્વારા આર્કટિક સમુદ્ર સાથે જોડાયેલ છે. આટલા વિશાળ વિસ્તારમાં ફેલાવાને કારણે અહિના નિવાસી, વનસ્પતિ, પ્રાણીઓ અને માણસોની રહેણી કરેણા ધરતીના અન્ય વિસ્તારની સરખામણીએ ઘણી અલગ છે.

પેસિફિક મહાસાગરની સરેરાશ ઉંડાઈ લગભગ 14,000 ફીટ

image source

પેસિફિક મહાસાગરની સરેરાશ ઉંડાઈ લગભગ 14,000 ફીટ છે અને મહત્તમ ઉંડાઈ લગભગ 36,201 ફુટ છે. તેના પૂર્વ અને પશ્ચિમી કિનારા વચ્ચે મોટો તફાવત છે. પૂર્વી કિનારા પર પર્વતોની શ્રેણી વ્યાપક છે અથવા દરિયાઇ મેદાન ખૂબ જ સાંકડા છે, જ્યારે સામે પક્ષે પર્વતો સિવાય ઘણા ટાપુઓ, ખાડીઓ, દ્વીપકલ્પ અને ડેલ્ટા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વની મોટી નદીઓ આ મહાસાગરમાં ભળે છે.

પેસિફિક મહાસાગરનો આકાર ત્રિકોણાકાર

image source

પેસિફિક મહાસાગરનો આકાર ત્રિકોણાકાર છે. તેની ટોચ બેરિંગ સ્ટ્રેટ પર છે, જે ઘોડાની ખુરના આકાર નો છે. ભરતી અહીંની મુખ્ય લાક્ષણિકતા છે. આ સમુદ્રની સપાટી, મુખ્યત્વે પશ્ચિમમાં, ઘણા મોટા લાંબા ખાઈઓથી ભરેલી હોય છે, જેમાંથી મેરિઆના ટ્રેન્ચ મુખ્ય છે. આ દુનિયાની સૌથી ઉંડી મહાસાગરીય ખાડી છે. જેની ઉંડાઈ 10,994 મીટર એટલે કે 36,070 ફુટ છે.

આ મહાસાગરની રચના કેવી રીતે થઈ ?

image source

જો કે આ મહાસાગરની રચના કેવી રીતે થઈ તે આજદિન સુધી જાણી શકાયું નથી. જોકે ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓ આ વાતનું સંશોધન કરવાની કોશીશ કરી કે આ સમુદ્રની રચનાનો પ્રારંભ કેવી રીતે થયો પરંતુ તે કોઈ સર્વ સામાન્ય સિદ્ધાંત આપી શક્યા નહિં. એવામાં તેને એક રહસ્ય કરી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ