સૌથી પહેલી વખત આમ જનતાની સામે PM મોદીએ ફોન પર કરી વાત, 11 જ મિનિટમાં આવ્યાં 3 ફોન કોલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અવાર નવાર કોઈને કોઈ નવી વાત સામે આવતી રહે છે. એ જ રીતે બીજી તરફ વાત કરીએ તો દેશવાસીઓને પણ નરેન્દ્ર મોદી સાથે જોડાયેલ વાતો જાણવામાં રસ રહે છે. એવામાં હવે પીએમ મોદીને લઈને એક વાત બહાર આવી છે કે જે પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વખત જોવા મળી છે. આ વખતે પીએમ ફોનમાં વાત કરતાં જોવા મળ્યા છે અને એ પણ એક વખત નહીં પણ ત્રણ ત્રણ વખત. તો આવો વિગતે જોઈએ કે આ વખતે શું ખાસ છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી દેવ દિવાળી નિમિત્તે પોતાના સંસદીય ક્ષેત્ર કાશીમાં હતા. કાશી વિશ્વનાથની પૂજા અર્ચના બાદ તેમણે ગંગા ઘાટ પર દેવ દિવાળીની ઉજવણી કરી હતી.

image source

ફોન પર મોદીએ વાત કરી એ તો ચર્ચામાં છે જ, પણ ફોન પર શું વાત કરી? કોની સાથે વાત કરી? કયા મુદ્દે વાત કરી તે અંગે ન તો કોઇ માહિતી મળી શકી નથી. પરંતુ સામાન્ય રીતે વડાપ્રધાન જાહેર સ્થળો પર કોઇ પણ કાર્યક્રમ દરમિયાન મોબાઇલ અને ફોન કોલ પર વાત કરવાનું ટાળે છે. સોમવારે પહેલીવાર તેમણે આ પ્રકારના જાહેર કાર્યક્રમમાં વારંવાર મોબાઇલ પર વાત કરતા જોવા મળ્યા હતા. જેના કારણે આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો.

image source

જો સામાન્ય રીતે વાત કરીએ તો પીએમ મોદી જાહેરમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળતા નથી. પરંતુ કાશીની આ મુલાકાત દરમિયાન PM મોદી ફોન પર વાત કરતા જોવા મળ્યા હતા. અને એ પણ એકવાર નહી પરંતુ ત્રણ ત્રણ વાર. આ જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે અને હવે આ ઘટના વાયરલ થઈ રહી છે. 24 જ કલાકથી વડાપ્રધાનનાં તે 3 ફોન ચર્ચામાં છે. સોમવારે દેવ દિવાળી પ્રસંગની ઉજવણી કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંત રવિદાસ ઘાટ ગયા હતાં. જ્યાં તેણે ફોનમાં વાત કરી હતી અને એ ચર્ચામાં છે.

image source

તો આવો જાણીએ કે મોદીએ કઈ રીતે વાત કરી અને ફોન કેટલો લાંબો ચાલ્યો હતો. તેમનો પહેલો ફોન માત્ર 10 સેકન્ડ ચાલ્યો હતો. એના વિશે જોઈએ તો પીએમ મોદી સંત રવિદાસ ઘાટની સીડીઓ ચડી રહ્યા હતા ત્યારે પીળા સ્વેટરમાં રહેલા તેમના સહયોગીએ પાછળથી આવીને તેમના તરફ મોબાઇલ ધર્યો હતો. વડાપ્રધાને પોતાનાં ડાબા હાથથી મોબાઇલ લઈ સીડી પર જ રોકાઇને 10 સેકન્ડ સુધી વાત કરી હતી. આ કોલના 44 સેકન્ડ બાદ ફરી તે જ મોબાઇલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જરૂરી ફોન આવ્યો. ફરીથી વડાપ્રધાને ફરી એકવાર ફોન માટે પોતાનો ડાબો હાથમાં લઈ વાતચીત શરૂ કરી.

image source

જો આ કોલ વિશે વાત કરીએ તો બીજા ફોન કોલને લઈને લાગતુ હતું કે, કદાચ પીએમ મોદીને આ વખતે આ ફોન અંગે પહેલાથી જ આભાસ હતો. વડાપ્રધાન ફોન પર વાત કરવા લાગ્યા અને સહયોગીઓ સીડી પર ચડીને આગળ જતા રહ્યા. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ પણ થોડા અંતરે તેમનાથી દુર ઉભા રહ્યા. વડાપ્રધાનનો બીજો ફોન લગભગ 24 સેકન્ડ સુધી ચાલ્યો હતો. એ પછીની વાત કરીએ તો પીએમ જ્યારે સંત રવિદાસ ઘાટ પર હાજર સંત રવિદાસપાર્ક પહોંચ્યા જ્યાં તેમણે સંત રવિદાસની મુર્તિ પર માળાઅર્પણ કરવાની હતી. સંતરવિદાસને નમન કરીને વડાપ્રધાનને પાર્કમાંથી નિકળવાનું હતું. આ દરમિયાન 7 મિનિટને 18 સેકન્ડ બાદ તેમણે ત્રીજો ફોન રિસિવ કર્યો હતો.

image source

જો ત્રીજી વખતના ફોન વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદીના સહયોગીએ સામે આવીને તેમને ફોન આપ્યો અને એક તરફ આવીને ફોન પર વાત કરવા માટે ઇશારો કર્યો. સહયોગી વડાપ્રધાનને તે જણાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તેઓ ક્યાં ઉભા રહીને વાત કરી શકે છે. આ દરમિયાન પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનાથી થોડા અંતરે હાજર હતા. થોડા અંતર પર વડાપ્રધાન મોદીની ગાડી પણ આવી રહી હતી. જેમાંથી બેસીને તેઓ રવાના થવાના હતા. પરંતુ આ વખતે વડાપ્રધાન મોદીએ બે મિનિટ કરતા પણ વધારે સમય સુધી ત્રીજા ફોન પર વાતચીત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ