ભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં મોડી રાત્રે આગ ભભૂકતા 65 કોરોના દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા, જાણો વિગતે

એક કોવિડ દર્દીના સગા માનસંગ જાદવ કહી રહ્યા છે કે અમે રાત્રે સુતા હતા ત્યારે એકાએક ધુમાડાના ગોટા થી ગૂંગળામણ થવા લાગી મેં મારા કોરોના ગ્રસ્ત વડીલ ખુમાનસિંગભાઈ ને મહા મહેનતે બહાર કાઢી નીચે કાઉન્ટર સુધી લાવ્યો છું.

આ અનુભવ છે ભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં લાગેલી આગનો. ગુજરાતમાં આગનો સિલસિલો હજુ થંભ્યો નથી અને લગભગ નહીં જ થંભે એવું લાગી રહ્યું છે, કારણ કે કેટલીય આગ લાગ્યા બાદ પણ આપણે હતા એવા ને એવા જ છીએ. આ વખતે ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એક્સના રૂમ નંબર 304માં ટીવીના યુનિટમાં શોર્ટ સર્કિટ થતા લાગી હતી. જેમાં હોટેલ જનરેશન એક્સ ફાયર સ્મોક ડિટેક્ટિવ અલાર્મ શરૂ હોવાથી નીચે સ્ટાફને જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને સંપર્ક કરવામાં આવ્યો હતો.

આગ લાગી ત્યારની પરિસ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો દર્દીઓને તાત્કાલિક ત્યાંથી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દર્દીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. સૌથી સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના મંગળવાર રાત્રે 12.24 કલાકની છે, કે ત્યારે હોટલના ત્રીજા માળના રૂમ નં.303માં ટીવીના યુનિટમાં શોક સર્કિટથી એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આથી આ કોવિડ સેન્ટરમાં રહેલા દર્દીઓમાં ભાગદોડ-ભયનો માહોલ છવાઇ ગયો હતો.

પરંતુ સમયસર જ આગને કાબુમાં લેવા માટે આ આગની ઘટનાની જાણ કરાતા ફાયરબ્રિગેડનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગને બુઝાવી હતી આગને કાબૂમાં લીધા બાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા 65 કોરોનાના દર્દીઓને 108ની 8 ગાડી, ફાયરની 2 ગાડીમાં ખાનગી, સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે.

આ આગ લાગ્યાની જાણ થતાં જ કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓને ભારે મોટી ભીડ ઘટનાસ્થળે એકત્ર થઈ ગઈ હતી. ગાંધીનગરથી મંત્રી વિભાવરીબેન દવે એ આ અંગે ચિંતા ભરી પૂછપરછ કરી હતી. જ્યારે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ આ સમગ્ર ઘટનાની તપાસ થશે એવી પણ સાંતવના દર્દીઓને આપી હતી

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગી. જેમાં 14 દર્દીઓ અને 2 નર્સ સહિત કુલ 16 લોકોના મોત નિપજ્યાં હતા. સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. આ ઘટનામાં 14 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 16 લોકોના મૃત્યુ થયા હોવાના એહવાલ સાંપડ્યા છે.

મળતી માહિતી મુજબ આ આગ મોડી રાતે 12.45 વાગ્યાની આસપાસ ભરૂચની પટેલ વેલ્ફેલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગી હતી. ફાયર વિભાગના જણાવ્યાં મુજબ હાલ આ આગ ખુબ જદ્દોજહેમત બાદ કાબૂમાં લેવાઈ હતી. આગ લાગી ત્યારે હોસ્પિટલમાં 58 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, તો હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં 27 જેટલા દર્દીઓ હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!