આયર્ન મેનથી લઈને હેરી પોટર સુધી, આ હોલિવુડ કલાકારો છે બોલિવુડના ફેન અને સાથે કરવા માંગે છે કામ, તમારું કોણ છે ફેવરિટ?

બોલિવુડના કલાકારો પોતાના અભિનય અને લુકસથી ભલભલા લોકોનું દિલ જીતી લે છે. બોલિવુડના કલાકારોમાં એટલી બધી પ્રતિભા છે કે ફક્ત દેશના લોકો જ નહીં પણ આખી દુનિયા એમની દિવાની છે. એટલે સુધી કે હોલીવુડના ઘણા મોટા સુપરસ્ટાર બોલિવુડના જબરદસ્ત ફેન છે. એટલું જ નહીં આ હોલીવુડના કલાકારો જાતે જ બોલિવુડના કલાકારો સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. તો ચાલો તમને જણાવી દઈએ એ હોલીવુડના કલાકારો વિશે જે બોલિવુડના કલાકારો સાથે કામ કરવા માંગે છે.

ક્રિસ્ટન સ્ટુઅર્ટ.

image source

હોલીવુડની ખૂબ જ જાણીતી અભિનેત્રી ક્રિસ્ટન સ્ટુઅર્ટ પણ બોલિવુડના સ્ટાર્સને ઘણું જ પસંદ કરે છે. ટવાઇલાઈટ ફેમ ક્રિસ્ટન સ્ટુઅર્ટને બોલિવુડના ગ્રીક ગોડ એટલે કે ઋત્વિક રોશન ખૂબ જ ગમે છે. એમને એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જો એમને એક સારી સ્ક્રીપટ મળશે તો એ ઋત્વિક રોશન સાથે કામ કરવાનું પસંદ કરશે. ક્રિસ્ટન સ્ટુઅર્ટના કહેવા અનુસાર ઋત્વિક રોશન એક સારા અભિનેતા છે અને સાથે જ ખૂબ જ હેન્ડસમ પણ છે.

જેકી ચેન.

image source

આખું બૉલીવુડ જેકી ચેનનું દિવાનું છે અને જેક ચેન પોતે બોલિવુડના બહુ મોટા ફેન છે. એમને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે જો એમમે બોલીવુડમાં કામ કરવાનો મોકો મળશે તો એ ચોક્કસથી કામ કરશે. એમને મલ્લિકા શેરાવત સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં જેકી ચેન આમિર ખાનને પણ ઘણું જ પસંદ કરે છે.

કિમ કાર્દશિયન..

image source

હોલીવુડની જાણીતી રિયાલિટી શો સ્ટાર કિમ કાર્દશિયન પણ બૉલીવુડના કલાકારોથી ઘણી જ પ્રભાવિત દેખાય છે. એમને ઘણીવાર ઈચ્છા વ્યક્ત કરી છે કે એ શાહરુખ ખાન અને સલમાન ખાન સાથે કામ કરવા માંગે છે. એમનું કહેવું છે કે એ સૌથી પહેલા સલમાન ખાન સાથે કામ કરવા માગે છે.

ડેનિયલ રેડકલીફ

image source

હેરી પોર્ટર ફેમ ડેનિયલ રેડકલીફ પણ બોલિવુડના કલાકારોને ખૂબ જ પસંદ કરે છે. એમને બોલિવુડ ફિલ્મોનો ડાન્સ અને ડ્રામા ખૂબ જ ગમે છે. એમને ઘણીવાર એ ઈચ્છા વ્યક્ત કરી છે કે એ બોલીવુડની ફિલ્મોનો ભાગ બનવાનું પસંદ કરશે.

રોબર્ટ ડાઉની જુનિયર.

image source

રોબર્ટ ડાઉની જુનિયર જેમને આખી દુનિયા આયર્ન મને તરીકે ઓળખે છે એ પણ બોલિવુડના કલાકારોને ખૂબ જ પસંદ કરે છે. રોબર્ટ ડાઉની જુનિયરને બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટ એટલે કે આમિર ખાન ખૂબ જ ગમે છે. એમને એક ઇન્ટરવ્યૂમાં આમિર ખાનને બોલિવુડના ટોમ હન્ક કહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!