સોમવારની ખુલતી બજારે જોરદાર ઘટ્યા સોનાં-ચાંદીના ભાવ, આજનો ભાવ જાણીને તમે પણ ઉપડી જશો દાગીના લેવા…

સોમવારની ખુલતી બજારે સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક કડાકો – ચાંદીના ભાવ પણ ગગડ્યા

સોમવારની ખુલતી બજારે દિલ્લીની ભારતીય એમસીએક્સ બજારમાં સોના તેમજ ચાંદીના ભાવમાં જોરદાર કડાકો જોવ મળ્યો છે. સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં અત્યાર સુધીના સોનાની રેકોર્ડ બ્રેક કીંમત 56200 પ્રતિ 10 ગ્રામની સરખામણીએ 5521 રૂપિયાનો ઘટાડો જવા મળ્યો છે. આમ આજે સોનાના ભાવ ઘટીને 50,679 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે, આમ એક મહિનામાં સોનાના ભાવમાં 6000 રૂપિયાનો રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામે 80,000 રૂપિયા પહોંચ્યા હતા અને તેમાં પણ ભારે ધડબડાટી બોલી છે. આજે ચાંદીના ભાવ ગગડીને 61,749 રૂપિયા સુધી પોહંચી ગયા છે. આમ આટલા ટુંકા ગાળામાં ચાંદીના ભાવમાં 18251 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

image source

આજે સોમવારે એટલે કે અઠવાડિયાના પેહલા જ દિવસે કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ડિસેમ્બરનો વાયદો 0.3 ટકા ઘટીને રૂપિયા 50,679 પર છે અને તે જ ભાવે તેનો વેપાર થતો જોવા મળ્યો છે. ચાંદી 1.12 ટકા ટૂટી છે. પ્રતિ કિલોગ્રામે ચાંદીનો ભાવ રૂપિયા 61,749 છે. છેલ્લા સત્રમાં સોનામાં ભારે તેજી જોવા મળી હતી. આ તેજી 0.2 ટકાની હતી જ્યારે ચાંદીમાં 0.3 ટકાનો કડાકો બોલ્યો હતો.

image source

હવે જો સોના ચાંદિની વાત વૈશ્વિક ધોરણે કરવા જઈએ તો હાલ રોકારણકારો અમેરિકાની ચૂંટણી પર નજર રાખીને બેઠા છે. આજે ખુલતા અઠવાડિયે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 1900 અમેરિકન ડોલર પ્રતિ ઔંસ છે. થોડા સમય પહેલાં સોનાના ભાવ પર ડોલરની ભારે તીવ્ર અસર જોવામાં આવી હતી. આ બાબતે નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે અમેરિકામાં રાહત પેકેજની અનિશ્ચિતતાના કારણે સોનાની કિંમત પર ભારે પ્રેશર જોવા મળ્યું છે.

image source

વિદેશી માર્કેટની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાથી સોનાની કિંમતો નીચલા સ્તરે આવી ગઈ છે. તો બીજી બાજુ અમેરિકામાં પ્રોત્સાહન પેકેજને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને માટે જ ડોલર મજબૂત બની રહ્યો છે. તો વળી સોનાના ભાવમાં મોટો કડાકો બોલવાનું કારણ અમેરિકામાં વધતા જઈ રહેલા કરોના વયારસના કેસો પણ હોઈ શકે છે. અમેરિકા ફરી એકવાર રોજના કોરોના સંક્રમિતોના કેસમાં પ્રથમ ક્રમે આવી ગયું છે. તો બીજી બાજુ યુરોપના દેશોમાં પણ સંક્રમીતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

image source

વિદેશી માર્કેટમાં સોનાના પુરવઠામાં 0.1 ટકાનો ઘટાડો પણ થયો છે. અને કીંમત 1899.41 ડોલર પહોંચી છે. બીજી બાજુ ચાંદીના ભાવમાં 0.5 ટકાનો ધરખમ કડાકો બોલ્યો છે. ચાંદીની કીંમત પ્રતિ ઔંસ 24.45 ડોલર છે. અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુની કીંમતમાં પણ 0.7 ટકાનો ઘટાડો બોલ્યો છે અને ભાવ 895 ડોલર થઈ ગયા છે.

image source

ઇક્વેશનમાં થયા છે ફરેફાર – નિષ્ણાતોનું માનવામાં આવે તો વૈશ્વિક બજારમાં સોનાની કીંમતમાં સામાન્ય પરિવર્તન સાથે સોનું પ્રતિ ઔંસ 1899.41ની કિંમત પર આવી ગયું છે. અને સાથે સાથે મજબૂત અમેરિકન ડોલર પણ સોનાની કીંમતો પર દબાણ લાવી રહ્યું છે. પણ બીજી બાજુ વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ એક્સચેન્જમાં શુક્રવારે એસડીપીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.14 ટકા ઘટ્યું હતું જે ઘટાડો 1263.80 ટન હતું. ઘણા લોકોનું એવું માનવું હતું કે દિવાળીના સમયે સોનાના ભાવમાં ખૂબ વધારો થશે પણ હાલના સંજોગો જોતાં દિવાળીમાં શું થશે તે જરા પણ કહી શકાય તેમ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ