મહેસાણા પાટીદાર સમાજે કરી એક અનોખી પહેલ, માત્ર એક રૂપિયામાં આર્થિક રીતે અસક્ષમ દીકરીઓનાં કરાવ્યા લગ્ન

હાલમાં એક તરફ કોરોના મહામારીએ લોકોને કંગાળ બનાવી દીધા છે તો બીજી તરફ મોંઘવારીએ પડતાં પર પાટું માર્યું છે. કારણ કે ન્યૂ નોર્મલ પછી બધી જ વસ્તુનો ભાવ આસમાને છે અને ભડકે બળી રહ્યો છે. ત્યારે સરકારે પણ લગ્નમાં પ્રતિબંધ મૂક્યો હતો અને હવે 100 લોકોની છૂટ આપી છે. એ વચ્ચે એક ખુબ જ સરસ કિસ્સો સામે આવ્યો છે કે જેમાંથી લોકો પ્રેરણા લઈ શકે. કારણ કે કોરોના મહામારી વચ્ચે અનેક લોકો આર્થિક ભીંસમાં મૂકાયાં છે, ત્યારે આવા પરિવારો સ્વમાનભેર જીવન જીવી શકે તેવુ ઉમદા કાર્ય વિસનગરના સાતસો કડવા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે.

સમાજના અગ્રણીઓ દ્વારા જુદા પ્રકારની સામાજીક સેવા શરૃ કરી

image source

આ કિસ્સા વિશે વિગતે વાત કરીએ તો આ સમાજના અગ્રણીઓ દ્વારા જુદા પ્રકારની સામાજીક સેવા શરૃ કરી છે. માત્ર એક રૃપિયાથી રજીસ્ટ્રેશન કરાવી પોતાના સંતાનોના ધુમધામથી લગ્ન કરાવી શકાય તેવી યોજના આ સમાજ દ્વારા શરૃ કરાઈ છે. જેમાં નવદંપતીને 20 જેટલી ભેટ સોંગાધો પણ આપવામાં આવતી હોવાનું સમાજના અગ્રણી રાજુભાઈ પટેલે જણાવ્યું હતુ. એમાં જ તાજેતરનો કિસ્સો બન્યો દશેરાના દિવસે.

1 રૂપિયામાં લગ્ન

image source

દશેરાએ વિસનગર ખાતે આવેલી સાંઈ પાર્ટી પ્લોટમાં સાતસો વિવેકાનંદ ટ્રસ્ટ અને સાતસો પીપલ્સ ક્રેડીટ સોસાયટીના સહયોગથી ફક્ત 1 રૂપિયામાં લગ્ન કરાવીને આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા પરીવારોના દિકરા દિકરીઓના પ્રથમ લગ્ન યોજાયા હતા. પ્રથમ દિવસે શાહપુર વડનગરની દિશા પટેલે અનંદપુરાના અક્ષય પટેલ સાથે પ્રભુતામાં પગલા પાડયા હતા. બન્ને પક્ષો તરફથી પચાસ પચાસ વ્યકિતઓ લગ્ન સમારંભમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્ય વિશે સાતસો સમાજના પ્રમુખ કિર્તિભાઈ જે પટેલે વાત પણ કરી હતી.

20 જેટલી ભેટ સોગાદો દંપતિને આપવામાં આવશે

image source

કિર્તીભાઈનું કહેવું છે કે કોરોના મહામારીમાં સમાજમાં આર્થિક રીતે મદદરૃપ થવાય તેવી ભાવનાથી સમાજના દિકરા-દિકરીઓને ફક્ત એક રૃપિયામાં લગ્ન કરાવી આપવામાં આવશે. જેમાં જમણવાર, ચોરી, પાનેતર, વાડી, 20 જેટલી ભેટ સોગાદો દંપતિને આપવામાં આવશે જેમાં સાતસો કડવા પાટીદાર સમાજના વિસનગર, વડનગર, વિજાપુરના આસપાસના ગામડામાં વસવાટ કરતા પરીવારો લાભ લઈ શકશે. આ લગ્ન સમારંભનું સંપુર્ણ સંચાલન પ્રોજેક્ટ ચેરમેન રાજુભાઈ પટેલ વિવેકાનંદ ટ્રસ્ટે ભાળી હતી.

મે મહિનાના 2019માં પણ થયું હતું આવું સેવાનું કામ

image source

શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ શ્રી જલારામ મંદિર દ્વારકા દ્વારા હર હંમેશ થતી સમાજ ઉપયોગી રચનાત્મક પ્રવૃત્તિઓના ભાગરૂપે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાજ દ્વારા લગ્ન કરાવવામાં આવે છે. અને આ લગ્નની નામ માતૃ શ્રી વિરબાઇમા આદર્શ લગ્ન આપવામાં આવ્યું છે. જેમાં સમાજના મધ્યમ તથા નબળા વર્ગના પરિવારો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો છે. જેમાં માત્ર એક રૂપિયાના ટોકન ફી સાથે ધામધૂમ પૂર્વક લગ્ન વિધિ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ