દશેરા પર જ્યારે ઠેર ઠેર રાવણનું દહન કરવામાં આવે છે ત્યારે ભારતમાં આ છ સ્થળોએ રાવણની પુજા કરવામાં આવે છે !

આપણે દર વર્ષે દશેરાના દીવસે રાવણનું દહન કરીએ છીએ. પણ ભારતમાં કેટલીક એવી જગ્યા છે જ્યાં આ સમયે રાવણની આત્માને શાંતિ આપવા તેનું પિંડદાન કરાય છે તેમજ યજ્ઞો કરવામાં આવે છે આ ઉપરાંત આખું વર્ષ તેની પુુજા પણ કરવામાં આવે છે. ચાલો જાણીએ આ સ્થળો વિષે.

મંદસૌર, મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ –રાજસ્થાનની સીમા પર આવેલું મંદસૌરનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે તે રાવણની પત્ની મંદોદરીનું પિયર છે અને આ કારણસર રાવણ એ મંદસૌરનો જમાઈ છે. અને માટે અહીં તેને તેના અસિમ જ્ઞાન અને ભગવાન શિવ પ્રત્યેની તેની ભક્તિ માટે માન આપવામાં આવે છે અને તેની પુજા કરવામાં આવે છે.

બિસરાખ, ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં આવેલા આ પૌરાણિક સ્થળનું નામ ઋષિ વિશ્રાવા પરથી પડ્યું છે. ઋષિ વિશ્રાવા ક્રૂર રાજા રાવણના પિતા હતા. બિસરાખ સ્થળ રાવણના જન્મ સ્થળ તરીકે જાણીતુ છે અને અહીં તેને મહાબ્રાહ્મણ માનવામાં આવે છે. એવી વાયકા છે કે વિશ્રાવાને બિસરાખ ખાતે એક સ્વયંભુ શિવલિંગ મળી આવ્યું હતું અને ત્યારથી જ અહીં ઋષિ વિશ્રાવા તેમજ રાવણના સમ્માનમાં આ શિવલિંગની પુજા કરવામા આવે છે. નવરાત્રી દરમિયાન અહીં લોકો રાવણના આત્માને શાંતિ આપવા માટે યજ્ઞો તેમજ પુજા કરે છે.

ગઢચીરોલી, મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં આવેલા ગઢ ચીરોલી ખાતે વસતા ગોન્ડ આદીવાસીઓ દશાનન – રાવણ અને તેના પુત્ર મેઘનાદની દેવો તરીકે પુજા કરે છે. ફાગણ દરમિયાન આવતા આદિવાસી ઉત્સવ દરમિયાન અહીં રાવણની પુજા કરવામાં આવે છે. ગોન્ડ આદિવાસીઓના માનવા પ્રમાણે વાલ્મિકિ રામાયણમાં રાવણને રાક્ષસ નથી માનવામાં આવ્યો. તેઓનું માનવું છે કે વાલ્મિકિ રામાયણાં ઋષી વાલ્મિકીએ ક્યાંય રાવણે કંઈ ખોટું કર્યું હોય અથવા સિતાનુ અપમાન કર્યું હોય તેવો ઉલ્લેખ નથી કર્યો. પણ તુલસીદાસના રામાયણમાં રાવણને એક ક્રૂર રાજા અને રાક્ષસ ગણવામાં આવ્યો છે.

કાંગ્રા, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના સુંદર કાંગ્રા જિલ્લામાં ક્યારેય દશેરા પર રાવણનું દહન કરવામાં નથી આવતું. એવી દંતકથા છે કે કાંગ્રા ખાતેના બૈજનાથમાં રાવણની ભક્તી અને તપના કારણે જ ભગવાન શિવ ખુશ થયા હતા અને દર્શન આપ્યા હતા. એવી માન્યતા છે કે અહીં ભગવાન શિવે રાવણને વરદાન આપ્યું હતું. અને માટે જ અહીં રાવણને કોઈ રાક્ષસ નહીં પણ ભગવાન શિવનો મહાન ભક્ત માનવામાં આવે છે.

મંદ્ય અને કોલાર, કર્ણાટક

દક્ષીણ ભારતમાં એવા ઘણા બધા મંદીરો આવેલા છે જ્યાં ભગવાન શિવની સાથે સાથે રાવણની પણ તેની ભગવાન શિવની ભક્તિને કારણે પુજા કરવામાં આવે છે. લળણીના ઉત્સવ દરમિયાન લંકાધી પતિની પુજા કર્ણાટકના કોલાર ડીસ્ટ્રીક્ટના લોકો વડે કરવામાં આવે છે. અહીં ભગવાન શિવની મૂર્તિની સાથે સાથે દસ માથાળા અને વીસ હાથવાળા રાવણની મૂર્તિની પણ સ્થાનીક લોકો દ્વારા પુજા કરવામાં આવે છે. સાથે સાથે કર્ણાટકના મંદ્ય જિલ્લામાં વેલા મલયાલી તાલુકામાં પણ આવી જ રીતે રાવણની પુજા કરવામાં આવે છે અહીં પણ મંદીરમાં ભક્તો રાવણની શિવ પ્રત્યેની ભક્તિને કારણે પુજા કરે છે.

જોધપુર, રાજસ્થાન

રાજસ્થાનના જોધપુરના મૌડગીલ બ્રાહ્મણો વિષે એવું કહેવાય છે કે તેઓ રાવણના મંદોદરી સાથે લગ્ન થયા હતા તે વખતે લંકાથી આવ્યા હતા. અહીં રાવણના પુતળાનું દહન નથી કરવામાં આવતું પણ હિંદુ પરંપરા પ્રમાણે લંકેશ્વરનું શ્રાધ અને પિન્ડદાન તેના વંશજો એટલે કે જોધપુરના મૌડગીલ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ