ચોમાસામાં કેવી કાળજી લે છે આલિયા ભટ્ટ જાણો તેનો મોનસૂન ફેશન ફંડા…

આલિયા ભટ્ટે શેર કર્યા એના મોનસૂન આઉટ ફિટ સિક્રેટ સાથે ચોમાસામાં કૂલ અને ફ્રેશ રહી શકાય એવી બ્યૂટિ ટીપ્સ પણ આપી છે… ચોમાસામાં કેવી કાળજી લે છે આલિયા ભટ્ટ જાણો તેનો મોનસૂન ફેશન ફંડા…

ચોમાસા દરમિયાન દરેક કોલેજ ગોઈંગ ગર્લ કે વર્કિંગ વૂમનને પ્રશ્ન રહે છે કે તેમણે એવા કયા પ્રકારના કપડાં પહેરાં જોઈએ જેથી તેમને વરસતા વરસાદમાં તકલીફ પણ ન પડે અને તે આરામદાયક તો હોય જ સાથે તેમને એકદમ ફેશનેબલ પણ લાગવા જોઈએ. એક રીતે જોઈએ તો તમારા વોર્ડરોબમાં ઋતુ મુજબના દરેક આઉટ ફિટ મુજબનું કલેક્શન રાખવું જોઈએ. એમાં શિયાળુ અને ઉનાળુ કપડાંની તો આપણે સામન્યરીતે જોડી જૂદી રાખતાં જ હોઈએ છીએ પરંતુ ચોમાસામાં કેવી સ્ટાઈલના અને કેવા કાપડના કપડાં પહેરવા જોઈએ જે આપણને ઓછા નડતરરૂપ રહે અને સરસ પણ લાગે.

ચોમાસામાં આપણા શરીરના આરોગ્યની જાળવણી પણ રાખવાની હોય છે અને શરીરના તાપમાનનું સંતુલન પણ જાળવવાનું રહે છે. ઝટ દઈને સૂકાઈ પણ જાય અને વારંવાર ભીંજાયેલા કપડાંમાંથી દૂર્ગંધ પણ ન આવે એની પણ તકેદારી રાખવાની રહે છે. આ બધી વાતોને ધ્યાનમાં લઈને બોલિવુડની યંગ આઈકોનિક એક્ટરેસ આલિયા ભટ્ટે પોતાના મોનસૂન બ્યૂટી અને આઉટ ફિટના સિક્રેટ શેર કર્યા છે તે જોઈએ.

એક સમયની ચુલબુલી કહેવાતી અભિનેત્રી હવે ગંભીર રોલમાં પણ ખૂબ જ સારો દેખાવ કરી રહી છે. આપણાં ભારતીય ફેશન અને જીવનશૈલીને આલિયા ભટ્ટ ખૂબ જ સારીરીતે સમજે છે અને અનુસરે પણ છે. તે જોઈને અનેક મોર્ડન આઉટ ફિટ પહેરતી અને ઓફિસ ગોઈંગ લેડિઝ પણ તેનું ડ્રેસિંગ સેન્સ અપનાવે છે. આલિયા શું કહે છે મોનસૂન ફેશન ફંડા સાથે તે જાણીએ…

વનપીસ લોંગ કે શોર્ટ ડ્રેસ…

સાંજના સમયે બહાર ફરવા જતી વખતે તમને લેટેસ્ટ ફેશનના વનપીસ જરૂર પહેરવા જોઈએ. જે લાઈટ વેઈટ ફેબરિકના બનેલા હોય અને સિંથેટિક બ્લેંડ મટિરિયલના હશે તો તે ઝડપથી સૂકાઈ પણ જશે. તે એંકલ લેન્થ કે નીલેંથના લોન્ગ કે શોર્ટ હોઈ શકે. ફ્લાવર પ્રિંટ કે કલરફૂલ પ્રિંટેડ ફેબરિકથી બનાવેલ ફ્લેરવાળા કે પ્લીટવાળા વનપીસ ખૂબ જ સરસ લાગે છે. જેમની હાઈટ સારી હોય અને કમર પાતળી હોય તેઓ આઈ સાઈટ બ્રેક કરવા વચ્ચે કોઈ સ્ટઈલિશ બેલ્ટ પણ મેંચિંગ એસેસરીસ સાથે પહેરી શકે છે.

ઓફિસ વેર માટે પણ લોંગ ડ્રેસીસ

ફૂલ લેન્થ લોંગ કટ સ્લિવ સૂટ પણ આલિયાના આ લૂકને અલગ જ ગેટઅપ આપે છે. આ લૂકમાં તે ઇવનિંગ વેર તરીકે પણ સારી લાગે છે અને ઓફિસ વેરના રૂપમાં પણ જો આ સ્ટાઈલનું ડ્રેસઅપ કરવામાં આવે તો સ્માર્ટ અને મોર્ડન કોર્પોરેટ લૂક લાગશે. ભલે થોડા લોંગ હોય પરંતુ થોડા ડાર્ક કલર અને ઓછા ટ્રાન્સપેરેન્ટ ફેબરિકના આઉટફિટ ઓફિસ વેર માટે પસંદ કરવા તેમજ ફકત કોટનના નહીં પણ બ્લેન્ડેડ ફેબરિક પસંદ કરવું જેથી ઝટ સૂકાઈ જાય અને સ્મેલ પણ ન આવે.

ફ્રેન્ડસ સાથે લોન ટૂર ઉપર જતી વખતે કેવું લૂક રાખવું?Image result for alia bhatt

આ પ્રશ્ન ટિન એજર્સ ગલ્સ અને કોલેજ ગોઈન્ગ ગલ્સને વારંવાર થતો હોય છે. તેમને બહાર લાંબી ટૂરમાં ફેશનેબલ પણ દેખાવવું હોય છે અને કમ્ફર્ટ ઝોન પણ સાચવવાનો રહે છે. ડેનિમ શોર્ટ્સ અને સ્લિવ લેસ ટોપ્સ આ માટે એકદમ શૂટેબલ ઓપ્શન રહે છે. કેપરી અને ટોપ અને પણ એકદમ કૂલ કાગે છે. વાળ ખુલ્લા રાખવાને બદલે હાઈનોટ બન કરી શકો છો. જેથી તમારા વાળ રસ્તામાં હવાને કારણે ઊડીને ગૂંચવાઈ ન જાય. અને ગરદનથી ઊંચા બાંધેલા હશે તો એકદમ કૂલ પણ લાગશે.

એક્ટરેશની મોનસૂન બ્યૂટિ ટીપ્સ…

આલિયા ભટ્ટ ચોમાસામાં ઘરે ચિલ્લ કરવાનું પસંદ કરે છે. બાલ્કનીમાં બેસીને ગરમાગરમ હર્બલ ગ્રીન પીવું અને રિલેક્સ કરવું તેને ગમે છે. તે બ્યૂટિ ટીપ્સ શેર કરતાં કહે છે કે મોનસૂનમાં હેલ્થ બહુ જલ્દી બગડે છે તેથી હેલ્ધી અને લાઈટ ફૂડ ખાવું જોઈએ જેથી ફેસ ઉપર થાક ન લાગે એકદમ ફ્રેશ ફિલ થાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ