વિદેશ જતા પહેલા ખાસ ચેતજો, વાંચો આંખ ખોલી નાખે એવો એક કિસ્સો…

અમેરીકામાં એક ફેક યુનિવેર્સિટી ઝડપાઇ છે અને એમાં અભ્યાસ કરતાં 161 જેટલા ભારતીય વિધ્યાર્થીઑ ઝડપાયા છે. એમાં મોટાભાગના વિધ્યાર્થીઓ આંધ્રપ્રદેશના જ હોવાનું જાણવા મળ્યું છે.

એવું પણ જાણવા મળ્યું છે કે લગભગ 100થી પણ વધારે વિદ્યાર્થીઓને લગભગ 34 જેટલા જુદા જુદા ડિંટેન્શનલ સેન્ટર્સમાં રાખેલ છે
માહિતી અનુસાર, ફેડરલ ઈમિગ્રેશન ઓફિસરે અમેરિકામાં આવેલ ફેક યુનિવેર્સિટી ઉપર ડેટ્રોઇટ કરીને લગભગ 161 જેટલા ભારતીય વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. આ બધા જ ભારતીય વિદ્યાર્થીઓ અમેરીકામાં ફૅક યુનિવર્સિટીમાં અને ઇમિગ્રેશન સ્કીમ મારફત તેઓ અમેરિકા પહોંચ્યા હતા.

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા બહારથી આવેલ વિદ્યાર્થીઓના બોગસ દસ્તાવેજ તેમજ બોગસ યુનિવર્સિટી મારફતે અમેરીકામાં પ્રવેશ આપ્યો હોવાની માહિતી બહાર પાડી હતી અને આગળ તપાસ પણ હાથ ધરી હતી. તેમજ આવી અનેક બોગસ યુનિવેર્સિટીને વિધ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરી રહ્યા છે એવી માહિતી લોકોની સામે રજૂ કરી હતી.

ઇમીગ્રેશનનું કર્યું છે ઉલ્લંઘન –
યુ.એસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે એવા ઘણા વિધ્યાર્થીની ધરપકડ કરી છે જેઓએ ઇમિગ્રેશનનું ઉલ્લંઘન કર્યું છે. ફેડરલ ઓથોરિટી મુજબ, આવી ફેક યુનિવેર્સિટીને અંડર કવર ગવર્મેન્ટના ઓપરેશન હેઠળ બનાવવામાં આવ્યું હતું જેથી આવી અનેક ઇમિગ્રેશન સ્કેમર્સ ને લોકોની સામે લાવી શકાય.

એવી પણ માહિતી મળી છે કે જે વિધ્યાર્થીઓની ઘરપકડ કરવામાં આવી છે એ વિધ્યાર્થીઓને ભારત પરત મોકલી આપવામાં આવ્યા છે. અને હજુ પણ આવા બોગસ વિધ્યાર્થીઓની ધરપકડ થવાની શક્યતા છે.

જે નકલી યુનિવર્સિટીનું એડમિશન લઇ ભારતીય વિધ્યાર્થી અમેરિકા અભ્યાસ માટે આવ્યા છે તેમને દરેકને આ અભ્યાસક્રમ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવાનું જાહેર કર્યું છે. આ સ્ટિંગ ઓપરેશનમાં એ પણ બહાર આવ્યું છે કે આ યુનિવર્સિટી એવા કોઈ ક્લાસ શરૂ છે જ નહી કે જેમાં તે વિધ્યાર્થીને ભણાવી શકે. અને એ પણ જાણવા મળ્યું છે કે જે લોકો તેલુગુ જાણતા હતા એવા ઓછામાં ઓછા 600 વિધ્યાર્થીએ એડમિશન લીધું છે.

ઇમિગ્રેશનના વકીલના કહ્યા અનુસાર, જે વિદ્યાર્થીએ આમાં એડમિશન લીધું છે તેમને આ યુનિવર્સિટી બોગસ છે એ વાતનો કોઈ જ ખ્યાલ નથી. અને હજી પણ 440 સ્ટુડન્ટ્સ બહાર આવવાની શકયતા છે. એવી પણ માહિતી મળી કે હજી ઘણા વિધ્યાર્થીઑતો ભારત પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે.
ભારત સરકારની નજર છે આ સ્થિતી ઉપર ન્યૂયોર્કના એટર્ની પ્રશાન્થી રેડ્ડી જણાવે છે કે, સરકારને આવી યુનિવર્સિટીને ટાર્ગેટ કરવી પડશે જે આ પ્રકારની બોગસ છે અને આવી બોગમ સ્કેમ પ્રોગ્રામ બનાવી વિધ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં કરે છે. જેનાથી વિધ્યાર્થીનું ભવિષ્ય જોખમાય છે.

161વિધ્યાર્થીને જપ્ત કર્યા બાદ ભારત સરકારે એ પણ જણાવ્યુ કે, ફેક યુનિવર્સિટીમાં ભણવા માટે એડમિશન લીધા કેટલાક વિધ્યાર્થી તો આ બાબત વિષે જાણીને ગભરાઈ ગયા છે કે સામેથી જ અમેરિકા છોડી ભારત પરત ફરવાનો નિર્ણય કરી લીધો છે. જે વિધ્યાર્થી અમેરિકા છોડી ભારત પરત ફરશે તેઓને આગામી દસ વર્ષ સુધી અમેરીકામાં પ્રવેશ મળશે નહી.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.