ભગવાન શિવના ફોટાને ઘરમાં લગાવતા સમયે રાખો આ નિયમોનું ધ્યાન, નહિં તો કરવો પડશે પ્રકાપનો સામનો

ભગવાન શિવનો ફોટોને ઘરમાં લગાવતા સમયે રાખો આ નિયમોનું ધ્યાન, જો નહી રાખો તો આપને કરવો પડી શકે છે પ્રકોપનો સામનો.

હિંદુ ધર્મનું વહન કરી રહેલ દરેક વ્યક્તિના ઘરમાં મંદિર તો હોય જ છે જ્યાં દેવી- દેવતાઓની મૂર્તિ મુકવામાં આવે છે અને તેમનું પૂજન કરવામાં આવે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં મૂર્તિઓ સાથે સંબંધિત કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું આપના માટે સુખદાયી સાબિત થાય છે.

image source

ભગવાન શિવને ભોળા ભંડારી કહેવામાં આવે છે આવું એટલા માટે કેમ કે, ભગવાન શિવ ભકતોથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. પરંતુ ભગવાન શિવને ક્રોધ પણ ખુબ જ જલ્દી આવી જાય છે. જે જીવનને બરબાદ કરી શકે છે. એટલા માટે આજે આ લેખમાં અમે આપના માટે ભગવાન શિવની મૂર્તિ સાથે સંબંધિત કેટલાક નિયમો વિષે જણાવીશું. જેનું ધ્યાન રાખવાથી આપ પોતાને ભગવાન શિવના પ્રકોપથી બચાવી શકો છો.

ભગવાન શિવની પ્રતિમા અને ફોટોને ઘરમાં રાખવા સંબંધિત કેટલાક નિયમો:

-આપે ઘરમાં ભગવાન શિવનું એવું ચિત્ર લગાવવું ખુબ જ શુભ રહે છે જેમાં ભગવાન શિવ પોતાના પુરા પરિવાર માતા પાર્વતી, દીકરા ગણેશ અને કાર્તિક અને નંદી જીની સાથે વિરાજમાન હોય.

image source

આ ચિત્રને ઘરમાં લગાવવાનું ખુબ જ શુભ રહે છે. પરંતુ આ ચિત્ર લેતા સમયે આપે ધ્યાન રાખવું કે, નંદી વિના ભગવાન શિવનો પરિવાર પૂરો માનવામાં આવતો નથી. આવું ચિત્ર ઘરમાં લગાવવાથી બાળકો આજ્ઞાકારી બને છે અને ઘરમાં પ્રેમ જળવાઈ રહે છે.

-ભગવાન શિવના તાંડવ અને સૌમ્ય બંને પ્રકારના સ્વરૂપ છે. આપે ભગવાન શિવની પ્રતિમા કે પછી ચિત્રને ઘરમાં લગાવતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે, ભગવાન શિવ ક્રોધિત કે પછી તાંડવ મુદ્રામાં ના હોવા જોઈએ. ભગવાન શિવની તાંડવ મુદ્રા વિનાશ દર્શાવે છે. એટલા માટે નટરાજ સ્વરૂપની પ્રતિમા કે પછી ચિત્રને ઘરમાં લગાવવાની મનાઈ કરવામાં આવી છે કેમ કે, ભગવાન શિવ તાંડવ મુદ્રામાં રહે છે. ભગવાન શિવની હંમેશા સૌમ્ય અને પ્રસન્નચિત્ત મુદ્રાનું ચિત્ર જ ઘરમાં લગાવવું જોઈએ.

image source

-આપે આપના ઘરમાં ભગવાન શિવની પ્રતિમાને હંમેશા ઉત્તર દિશામાં જ લગાવવી જોઈએ કેમ કે, કૈલાશ પર્વત પણ ઉત્તર દિશામાં છે. જે ભગવાન શિવનું નિવાસ સ્થાન છે. જો શક્ય હોય તો ઉત્તર દિશામાં ભગવાન શિવના ચિત્ર કે પ્રતિમાને એવી રીતે લગાવો કે આવતા- જતા દરેકની નજર તેમની પર પડતી રહે.

image source

-જો આપ પોતાના ઘરમાં પૂજા સ્થાનથી અલગ અન્ય કોઈ જગ્યાએ ભગવાન શિવનું ચિત્ર કે પ્રતિમા લગાવો છો તો તે સ્થાનની સાફ- સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. જો તે સ્થાન દુષિત થાય છે તો આપને ધન સિવાય પણ કેટલાક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

image source

-કેટલીક વ્યક્તિઓ પોતાના ઘરમાં ભગવાન શિવની એવી પ્રતિમા લઈને આવે છે જેમાં ભગવાન શિવ ઉભા હોય તેવી મુદ્રામાં હોય છે, પરંતુ ભગવાન શિવની ઉભા રહેલ મુદ્રાની પ્રતિમા કે ચિત્રને પોતાના ઘરે કે પછી કાર્ય સ્થળ પર ક્યારેય લગાવવી જોઈએ નહી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ