ઇન્સ્ટન્ટ ટેસ્ટી લીંબુ ની ચટણી બનાવવાની એકદમ પરફેક્ટ રીત…

આજે આપણે સુપર ફૂડ એપિસોડ ૩: ઇન્સ્ટન્ટ ટેસ્ટી લીંબુ ની ચટણી બનાવવાની એકદમ પરફેક્ટ ટિપ્સ જોઈશું. લીંબુનો સરબત બનાવી એ છે.દાળ માં અને શાક માં બધા માં ભરપૂર માત્રામાં લીંબુ નો ઉપયોગ કરીએ છીએ. લીંબુ નું અથાણું બનાવીએ છે તે પણ ટેસ્ટી લાગે છે. લીંબુ ની ચટણી એકદમ સરસ લાગે છે અને એટલી ટેસ્ટી લાગે છે ને કે કોઈપણ વસ્તુ સાથે ખાવ ને તો જે વાનગી સાથે તમે ખાતા હોય એ વાનગી નો ટેસ્ટ ડબલ બનાવી દે છે.

મોટાભાગે આપણે લીંબુ નું અથાણું બનાવી એ ત્યારે એવું થાય કે બહુ લાંબી પ્રોસેસ છે લીંબુ ને આથવાના અને પછી તેમાંથી આથી ને મસાલો કરી એક મહિને આપણે લીંબુ નું અથાણું ખાવા મળતું હોય છે. પણ આ ચટણી એકદમ ક્વિક છે તમે ઇચ્છા કરશો ને તરત જ બનાવી લેશો.

1- લીંબુ ની ચટણી બનાવવા માટે સૌથી પહેલા લીંબુ જોઈશે. અઢીસો ગ્રામ જ્યારે આપણે લીંબુ લેતા હોય ત્યારે તેની સામે સાડા ત્રણસો ગ્રામ ખાંડ લેવાની. અને એક મસાલો તૈયાર કરવાનો છે. અને આ જ મસાલા ના કારણે લીંબુ ની ચટણી બહુ ટેસ્ટી લાગે છે. સૌથી પહેલા મસાલા માટે શું જોઈએ છે તે જોઈશું. ૩ ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જીરૂ પાઉડર, જીરાને અધકચરુ શેકી લેવાનું છે. વધારે ડાર્ક પણ નથી કરવાનું. અને કાચું પણ નથી રાખવાનું. પછી તેને ક્રશ કરી લેવાનું છે. અડધી ચમચી મેથી પાવડર લઈશું. અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર લઈશું. આ બધી વસ્તુને ફરીથી મિક્સ કરી લઈશું.અને એક મસાલો તૈયાર કરી લઈશું.

2- હવે આ મસાલાને સાઈડ પર રાખી દઈશું. હવે લીંબુ લઈશું. લીંબુ એકદમ સરસ પીળા લેવાના છે. સૌથી પહેલા તેના ચાર પીસ કરી લેવાના છે. અને વચ્ચે જે બીજ નો ભાગ હોય અને વ્હાઈટ ભાગ હોય તેને કાડી લેવાનો છે.અને પછી લીંબુના નાના-નાના ટુકડા કરી અને લીંબુને ક્રશ કરી લેવાના છે. લીંબુને છાલ સાથે જ ક્રશ કરી લેવાના છે. છાલ સાથે લીંબુ ને ક્રશ કરશો તો તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. છાલ એકદમ ક્રશ નહીં થાય તો પણ તેનો પલ્પ સરસ તૈયાર થઈ જશે.

3- હવે ખાંડની ચાસણી બનાવવાની છે. સાડી ત્રણસો ગ્રામ ખાંડ છે એક પેનમાં લઈ લેવાની છે. અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરવાનું છે. હવે એક તારી ચાસણી બનાવવાની છે. એટલે કે ગરમ કરતા રહેવાનું છે પછી તમારે ચેક કરી લેવાનું કે એક તાર બને એટલી ચાસણી તૈયાર કરવાની છે. એક તાર તૈયાર થઈ જાય એટલે લીંબુનો પલ્પ છે તે ઉમેરી દઈશું. સરસ રીતે મિક્સ કરી બેથી ત્રણ મિનિટ માટે તેને કુક થવા દેવાનું છે. જેથી કરી ને લીંબુ ની કચાસ દૂર થશે અને ધીમે ધીમે જે કુક થશે ને એના કારણે લીંબુની કડવાશ પણ દૂર થઈ જશે.

4- તો તમે ઘરે ચોક્ક્સ ટ્રાય કરજો તે બહુ સરસ લાગે છે.હવે લીંબુ જ્યારે સરસ રીતે ચડી જશે ને પછી ઉપર આવી જશે. તેનો કલર પણ બદલાઈ જશે. હવે તેની અંદર મસાલા એડ કરવાનો છે. આપણે જે મસાલો બનાવ્યો હતો તે બધું જ એડ કરવાનો છે. અને ગેસ બંધ કરી લઈશું. તેની સાથે બે ચમચી મીઠું પણ એડ કરીશું. અને બધી વસ્તુ મિક્સ કરી લઈશું. અને સરસ રીતે આ મિશ્રણ છે તેને મિક્સ કરી લેવાનું છે. એટલે જ્યારે આ ચટણી ઠંડી થશે ત્યારે થોડી ઘટ્ટ થઈ જશે.

5- અત્યારે તમને એવું લાગતું હશે કે થોડી ઢીલી હશે પણ જ્યારે ઠંડી પડશે ત્યારે સરસ ઘટ્ટ થઈ જશે. એટલે કે તેને થોડીવાર ઉકાળવા દેવાની છે.તોજ ઘટ્ટ થશે. તરત જ એક તારી ચાસણી લીંબુનો પલ્પ એડ કરી દીધો અને તરત જ ગેસ બંધ કરી દેશો ને તો જે ચટણી તે પાતળી જ રહેશે. ખાવાની પણ મજા નહીં આવે. અને તેને થોડી વાર ઉકાળી આ મિશ્રણને ઘટ્ટ થવા દેશો તો મિશ્રણ સરસ ઘટ્ટ થઈ જશે. અને ચટણી પણ સરસ તૈયાર થઇ જશે.

6- હવે આ ચટણીને તમે સ્ટોર કરી શકો છો. તમે લાંબો ટાઈમ સુધી એટલે કે બાર મહિના સુધી રાખી શકો છો. અને તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે એવોને એવો જ રહે છે. અને તેનો કલર પણ એવો જ રહે છે. અને સ્વાદમાં બહુ સરસ લાગે છે. તમે ખાખરા સાથે, થેપલા સાથે, રોટલી સાથે જે ઇચ્છા થાય તેની સાથે આ ચટણી તમે ખાઈ શકો છો. અને ચાટ માં પણ મીઠી ચટણી ના હોય તો આ ચટણી ની ચાટ બનાવો તો પણ બહુ સરસ લાગે છે.

7- તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ ચટણી તમે ચોક્કસ બનાવજો. ઘરે ખરેખર બનાવવા જેવી છે. એકદમ અલગ જ ટાઈપ ની ચટણી છે એટલે ચોક્કસથી બનાવજો.

વિડિઓ:

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.