આશરે 50 સદી પહેલાં ભગવાન શ્રીકૃષ્ણે જે ભવિષ્ય ભાંખ્યું હતું તે આજે વર્તમાન બની રહ્યું છે.

જગતના સૌથી જુના ધર્મોમાં હિન્દુ ધર્મનું નામ પહેલું આવે છે. આપણા ધર્મમાં ગીતા એ પવિત્ર પુસ્તકતો છે જ પણ તે ઉપરાંત પણ આપણા ઋષિઓએ અનેક ગ્રંથો લખ્યા છે. જેમાં સમગ્ર સૃષ્ટિની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પછી ખગોળશાસ્ત્ર હોય, આયુર્વેદ હોય, ધાર્મિક ગ્રંથ ગીતા હોય, કે પછી આપણા ચાર વેદ હોય. હિન્દુ ધર્મના ગ્રંથોમાં સમગ્ર વિશ્વની સાથે સાથે સમગ્ર બ્રહ્માન્ડનું જ્ઞાન પણ સમાયેલું છે.હિન્દુ ધર્મના ગ્રંથો દ્વારા દર્શાવવામાં આવેલી હકિકતો પર આજના વૈજ્ઞાનિકો અવારનવાર સંશોધન કરતાં રહે છે. જે વિષે તેઓ સંશોધન કરી રહ્યા છે તે વિષે યુગો પહેલાં હિન્દુ ગ્રંથોમાં ઉલ્લેખ થઈ ચુક્યો છે.હિન્દુ ધર્મમાં વર્ણવેલી રજેરજ માહિતી આજના યુગમાં સત્ય પુરવાર થઈ રહી છે, તે પછી પૃથ્વીની હોય, ભ્રહ્માંડની હોય, વર્તમાનની હોય, ભૂતની હોય કે ભવિષ્યની હોય.

એક સામાન્ય ઉદાહરણ જ તમે ધ્યાનમાં લો તો આજથી યુગો પહેલાં હનુમાન ચાલિસામાં પૃથ્વીથી સૂર્યનું અંતર કહેવામાં આવ્યું છે. જેને હજું એકાદ બે સદી પહેલાં જ આપણા વૈજ્ઞાનિકોએ શોધ્યું હતું જે હનુમાન ચાલિસામાં જણાવ્યા પ્રમાણે જ નીકળ્યું હતું.

તેવી જ રીતે ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણએ કેટલીક વાતો જણાવી છે જે આજે પણ સત્ય પુરવાર થઈ રહી છે.આમ તો ભાગવત ગીતા એક સનાતન સત્યથી ભરેલો ગ્રંથ છે.

શ્રી કૃષ્ણએ જણાવ્યું છે તે પ્રમાણેઃ
લોકોનો ખોરાક બદલાઈ જશે, માણસ અવનવી વસ્તુ ખાતો થશેઃ શ્રી કૃષ્ણએ કહ્યા પ્રમાણે ભવિષ્યમાં દુકાળના કારણે લોકો પાંદડા, મૂળિયા, માંસ, જંગલી મધ, ફૂલ, બીજ તેમજ ફળોનો ખોરાક તરીકે ઉપયોગ કરશે.સંપત્તિને જ લોકો પરમ સુખ માનશેઃ ભગવાનના જણાવ્યા પ્રમાણે કળયુગમાં લોકો બધી જ વસ્તુ ઉપર સંપત્તિને મુકશે અને તેને જ પોતાનું સંપૂર્ણ સુખ માનશે. માણસની સંપત્તિ જોઈને તેને આંકવામાં આવશે. તેના કર્મોને જોવામાં નહીં આવે. પણ આજની વાસ્તવિકતા બીલકુલ આમ જ છે. જેની પાસે પૈસો છે તેને જ લોકો સમ્માન આપે છે.

પ્રેમને ક્યાંય અવકાશ નહીં રહેઃ ગીતામાં લખ્યા પ્રમાણે કળયુગમાં સ્ત્રી-પુરુષ ભલે લગ્નજીવનમાં બંધાશે પણ તેઓ માત્ર આકર્ષણ ખાતર જ એકબીજા સાથે રહેશે, એક તાંતણો પહેરનાર માણસને બ્રાહ્મણ કહેવાશે. આજે વાસ્તવિકતા તદ્દ્ન આવી જ છે.જીવન ટુંકું થઈ જશેઃ ગીતામાં જણાવ્યા પ્રમાણે કળયુગમાં લોકો માત્ર 50 વર્ષનું જ આયુષ્ય ભોગવી શકશે. જે વ્યક્તિ તેનાથી વધારે જીવશે તે પોતાનું કર્મ ફળ ભોગવી રહ્યો છે તેવું માનવું.

આપત્તિઓમાં વધારો થશેઃ ભગવાનના જણાવ્યા પ્રમાણે કળયુગમાં માણસ નજીવી વસ્તુઓ માટે ઝઘડશે. અને પોતાના જીવનમાં વગર કારણે મુશ્કેલિઓનું સર્જન કરશે. અને માનવ સર્જીત તેમજ કુદરતી આફતો પણ નોતરશે.રાજકારણ બાબતેઃ ગીતામાં જણાવ્યા પ્રમાણે વિશ્વમાં તે જ વ્યક્તિ સૌથી વધારે પાવર ધરાવશે જે રાજકારણમાં શ્રેષ્ઠ હશે.