જો તમે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપોયગ કરતા હોવ તો જાણીલો આ ખાસ માહિતી…

એલ્યુમિનિયમ એ રોકેટથી માંડી રસોડામાં ઉપયોગ થતી વસ્તુ છે. માત્ર આટલા વાક્યથી તમે તેનું મહત્ત્વ તો સારી રીતે જાણી જ ગયા હશો. અને એ પણ જાણી ગયા હશો કે મનુષ્યજીવ માટે એલ્યુમિનિયમ કેટલી મહત્ત્વની વસ્તુ છે. આપણે એ સારી રીતે જાણીએ છીએ કે એલ્યુમિનિયમ પેકેજિંગમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. તેનો ઉપયોગ ખાસ કરીને ખાદ્યવસ્તુના પેકેજિંગમાં પણ કરવામાં આવે છે. કારણ કે તે કોઈ પણ રીતે ખોરાક સાથે છેડછાડ નથી કરતું અને તેને દૂષિત નથી કરતું અને તેને બને તેટલા લાંબા સમય મટે ગરમ પણ રાખે છે. તો ચાલે જાણીએ એલ્યુમિનિયમ ફોઈલના ડોમેસ્ટિક એટલે કે ઘરગથ્થુ ઉપયોગ વિષે.

લાંબો સમય ખોરાક સંચવી રાખવા માટેએલ્યુમિનિયમ ફોઈલમાં કોઈપણ રીતે પાણી કે પાણીની બાષ્પ અંદર નથી જતી માટે તે ખોરાકને લાંબો સમય સાંચવી રાખે છે અને ખોરાક તાજો રહે છે.

ખોરાક લાંબો સમય ગરમ રહે છેએલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરેલો ગરમ ખોરાક લાંબો સમય ગરમ રહે છે. કારણ કે તેમાંથી ગરમી બહાર જતાં વાર લાગે છે. તેવી જ રીતે બહારની ગરમી પણ અંદર નથી આવતી તેમજ સૂર્ય પ્રકાશ પણ અંદર ન આવી શકવાના કારણે તે ખોરાકને જાળવી રાખે છે. તેના આ ગુણના કારણે એલ્યુમિનિયમ ખોરાક તેમજ પેકેજિંગ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

સરળ પેકેજિંગએલ્યુમિનિમય ફોઈલમાં પેકિંગ કરવું ખુબ જ સરળ છે. તમે ખુબ જ સરળતાથી તમારું ભોજન એલ્યુમિનિયમ ફોઈલમાં લપેટી પેકીંગ કરી શકો છો. તેમાં બીજી કોઈ જ ચૂંથ

નથી હોતી. અને તમારું ભોજન સુરક્ષિત અને તાજુ રહે છે.

જંતુ તેમજ જીવાણુઓને દૂર રાખે છે.ઉપર જણાવ્યા પ્રમાણે એલ્યુમિનિયમ ફોઈલમાં ગરમી કે પ્રકાશ અંદર ન આવતો હોવાથી ભોજન વધારે લાંબો સમય તાજુ સુરક્ષિત રહે છે. તેમાં કોઈપણ જાતના જીવાણું કે જંતુઓ લાંબા સમયસુધી ઉત્પન્ન નથી થઈ શકતા. જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.