બીટરુટ એન્ડ રોઝ મિલ્ક શેક – બાળકોને ખૂબ પસંદ આવશે આ મિલ્કશેક, ઘરે તમે જાતે જ બનાવી શકશો…

આ ઉનાળા ની ગરમી માં આપડે બધા જ અલગ અલગ પ્રકાર ના ઠંડા પીણાં પીતા જ હોઈએ, કોઈ બાર થી મંગાવી પીવે કોઈ ઘરે બનાવીને પીતા હશે, ઘરે પણ ઘણી અલગ અલગ ટાઈપ ના ઠંડા પીણાં બની શકે, તો આજે આપણે ખુબજ ઓછા સમય માં અને ઓછી સામગ્રી થી બનતું એકદમ ચિલ્ડ મિલ્ક શેક – બીટરુટ એન્ડ રોઝ મિલ્ક શેક.

સૌ પ્રથમ સામગ્રી જોઈ લઈએ,

૧।૫ લીટર ઠંડુ દૂધ

૨-૩ ચમચી – દળેલી ખાંડ

બીટ

૨-૩ ચમચી – રોઝ સીરપ


સૌ પ્રથમ ૧।૫ લીટર એકદમ ઠંડુ ફ્રિજ નું દૂધ લો એક પોહળા વાસણ માં, તેમાં ૨-૩ ચમચી દળેલી ખાંડ નાખી દો , બીટ નો નાનો ટુકડો લઇ અને દૂધ માં ખમણી લો ૧-૨ ચમચી જેટલું બીટ ખમણી લેવું, , રોઝ સીરપ નાખી દો.


હવે દૂધ ને ૨-૩ મિનિટ સુધી હલાવો જેથી ખાંડ બધી દૂધ માં મિક્સ થઇ જશે અને બીટ નો કલર પણ ધીરે ધીરે છૂટશે. હવે દૂધ ને ૫ મિનિટ માટે ફ્રિજ માં મૂકી દો, ૫ મિનિટ થાય એટલે બહાર કાઢી લો , દૂધ નો કલર પણ ગુલાબી થઇ જશે , તમારે જો હજી વધારે ગુલાબી કલર જોઈએ તો થોડું બીટ વધારે ખમણી લેવું અને ૨-૩ મિનિટ એમનમ રહેવા દો એટલે હજી વધારે ગુલાબી કલર થઇ જશે.


હવે કાચ ના ગ્લાસ કે મિલ્કશેક ની બોટલ માં લઇ અને પીવો। તમે ગમે ત્યારે બનાવી અને ફ્રિજ માં મૂકી પણ રાખી શકો જેથી જયારે પણ પીવું હોય ત્યારે પી શકાય, અને ગમે ત્યારે મેહમાન આવે તેમને પણ આ મિલ્ક શેક પીવડાવો.


નોંધ: દળેલી ખાંડ ના બદલે આખી ખાંડ નાખી શકો, આખી ખાંડ નાખો તો બીટ નાખ્યા પેલા ખાંડ નાખી અને બ્લેન્ડ કરવું જેથી ખાંડ બરાબર મિક્સ થઇ જાય,

રોઝ ફ્લેવર ના બદલે તમારે ઈલાયચી – કેસર ની ફ્લેવર જોઈતી હોય તો અડધી વાટકી જેટલું ગરમ દૂધ લઇ તેમાં થોડો ઈલાયચી પાવડર , થોડું કેસર નાખી હલાવી અને પછી ઠંડા દૂધ જોડે મિક્સ કરી લેવું।

તો આ ખૂબ જ ઝડપ થી બનતું મિલ્કશેક જરૂર થી બનાવજો।

રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

રેસીપીનો સંપૂર્ણ વિડીઓ જુઓ અહિયાં.