કીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ – ઇઝી અને ક્વીક નાસ્તા માટે જ્યારે વિચારવાનું આવે ત્યારે આ વાનગી જ યાદ આવે…

કીડ્સ સ્પે. ક્વીક કર્ડ સેંડવીચ :

ઇઝી અને ક્વીક નાસ્તા માટે જ્યારે વિચારવાનું આવે ત્યારે ફર્સ્ટ ચોઇસ સેંડવીચ માટેની આવે છે. કેમેકે ઘરની સામગ્રીમાંથી જ તે જલ્દીથી બની જતી હોય છે. કર્ડ – દહીંના કોમ્બીનેશન સાથે બનતી કર્ડ સેંન્ડવીચ ખૂબજ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપિ છે. તેની સાથે કેટલાક તાજા શાકભાજીનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. બ્રેકફાસ્ટ બનાવવા માટે સેંડ્વીચ ખૂબજ સરળ છે. નાસ્તામાં કે બાળકોના ટિફિનમાં આપવા માટે કર્ડ સેંડવીચ ખૂબજ સારો વિક્લ્પ છે. શાક્ભાજી અને કર્ડ સાથે પાચન કરનારા થોડા સ્પાઈસ તેમાં ઉમેરેલા હોવાથી માત્ર સ્વાદિષ્ટ જ નહી હેલ્થ માટે પણ સારી છે.

આ સેંડવીચમાં કેલેરી ઓછી હોય છે. કારણ કે આમાં કોઇ પણ જાતનું પ્રોસેસ્ડ પનીર કે મેયોનિઝ હોતું નથી. પાણી નિતારેલું – હંગ કર્ડ જ હોય છે. ઉપયોગમાં લેવાયેલા દહિંના અનેક ફાયદાઓ છે.

દહિં ખોરાક્નું પાચન સરળ બનાવે છે. વજન ઘટાડવામાં મદદ કરે છે. શરીર માટે રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે. જ્યારે તાજા શાક્ભાજી સાથે મિક્ષ કરવામાં આવે છે, ત્યારે આ બધા સ્વાસ્થ્ય લાભો ઓર વધી જાય છે. અને એક પ્રકારનો ઉત્તમ નાસ્તો બની જાય છે. તેથી કર્ડ સેંડવીચને બ્રેકફાસ્ટમાં પ્રથમ પસંદગી આપવામાં આવે છે. તાજા શાકભાજીઓ પણ ફાઈબરનો સમૃધ્ધ સ્ત્રોત છે. શરીરને સારા એવા પ્રમાણમાં વિટામીન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે. આમ કર્ડ સેંડવીચ ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે.

હંગ કર્ડ ઇઝીલી ઘરે બનાવી શકાય છે. દહીંમાંથી બધું પાણી કાઢી-નિતારી લેવામાં આવે છે. મલમલના કપડામાં થોડું કર્ડ બાંધીને 1-2 કલાક લટકાવી દેવાથી તેમાંથી વધારાનું પાણી નિતરી જતું હોય છે.

સેંડવીચ બનવવા માટે બ્રાઉન બ્રેડ, હોલ વ્હીટ બ્રેડ કે મલ્ટી ગ્રેઇન પણ વાપરી શકાય છે. મેં અહીં રેગ્યુલર મેંદાની વ્હાઈટ બ્રેડનો ઉપયોગ કર્યો છે. આ સેન્ડવિચને ગ્રીલિંગ માટે તમે માખણ, ઘી અથવા ઓલિવ ઓઇલનો કે ગમે તે ઓઇલનો ઉપયોગ પણ કરી શકો છો. મેં આ સેન્ડવિચને નોન સ્ટીક પેનમાં ટોસ્ટ કરી છે. તમે ગ્રીલિંગ માટે ઇલેક્ટ્રિક સેન્ડવિચ ટોસ્ટર કે ગ્રીલરનો ઉપયોગ કરી શકો છો.

સેંડવીચ નોન કૂક્ડ અને કૂક્ડ એમ બન્ને પ્રકારની બનાવવામાં આવે છે. કાકડી, ટમેટા, ઓનિયનની રીંગ્સ મુકી બનાવવામાં આવતી વેજીટેબલ સેંડવીચને કૂક કરવામાં આવતી નથી. અહીં મેં કર્ડ સેંડવીચમાં કાકડીનો ઉપયોગ કર્યો નથી. કેમકે ટોસ્ટ થવાથી કર્ડ સાથે વધારે સોગી થઈ જશે.

  • કર્ડ સેંડવીચ
  • 6-8 બ્રેડની સ્લાઇઝ
  • 3 ટેબલ સ્પુન બારીક કાપેલી ઓનિયન
  • 3 ટેબલ સ્પુન બારીક કાપેલા ટમેટાના પીસ
  • 2 ટેબલ સ્પુન બારીક કાપેલા કેપ્સીકમના પીસ
  • 2 ટેબલ સ્પુન હંગ કર્ડ –પાણી નિતારેલું દહીં
  • 1 ટી સ્પુન બારીક કાપેલું લીલું મરચુ
  • તમારા સ્વાદ મુજબ સોલ્ટ
  • ½ ટી સ્પુન ચાટ મસાલો
  • ¼ ટી સ્પુન લાલ મરચુ પાવડર (બાળકો માટે ઓપ્શનલ)
  • તીખી ગ્રીન ચટણી જરુર મુજબ (બાળકો માટે ઓપ્શનલ)
  • ઓઇલ ટોસ્ટ કરવા માટે (બટર લઈ શકાય)
  • 1 ½ ટી સ્પુન આખુ જીરુ
  • 1 ટી સ્પુન ચીલી ફ્લેક્ષ
  • મીઠા લીમડાના પાન

કર્ડ સેંડવીચ બનવવાની રીત :

એક મિક્ષિંગ બાઉલમાં 3 ટેબલ સ્પુન બારીક કાપેલી ઓનિયન, 3 ટેબલ સ્પુન બારીક કાપેલા ટમેટાના પીસ, 2 ટેબલ સ્પુન બારીક કાપેલા કેપ્સીકમના પીસ, 2 ટેબલ સ્પુન હંગ કર્ડ –પાણી નિતારેલું દહીં, 1 ટી સ્પુન બારીક કાપેલું લીલું મરચુ, તમારા સ્વાદ મુજબ સોલ્ટ, ½ ટી સ્પુન ચાટ મસાલો અને ¼ ટી સ્પુન લાલ મરચુ પાવડર (બાળકો માટે ઓપ્શનલ)ઉમેરો. મોટા લોકોને ખાવાની હોય તો તેમાં તીખી ગ્રીન ચટણી પણ ઉમેરી શકાય છે.

હવે તેને સ્પુનથી હલાવીને બરાબર મિક્ષ કરી લ્યો.

તો બ્રેડ પર લગાડવા માટે હંગ કર્ડ નું મિશ્રણ રેડી છે.

હવે 2 બ્રેડની સ્લાઇઝ લ્યો. તેના પર બટર લગાવવાનું નથી.

હંગ કર્ડનું મિશ્રણ એક સ્લાઈઝ પર મૂકી ઓલ ઓવર સારી રીતે સ્પ્રેડ કરી દ્યો.

હવે તેના પર પ્લેઇન બ્રેડની સ્લાઈઝ મૂકી, જરા હાથથી પ્રેસ કરી લ્યો. જેથી ટોસ્ટ કરતી વખતે સરળતા રહે.

આ પ્રમાણે બાકીની બધી બ્રેડ પર પણ હંગ કર્ડ્ના મિશ્રણને સરસથી સ્પ્રેડ કરી લ્યો.

હવે બ્રેડને ટોસ્ટ કરવા માટે એક નોન સ્ટીક પેન લ્યો.

તેનાં પર ½ ટી સ્પુન જેટલું ઓઇલ કે બટર મૂકો.

હવે તેમાં આખું જીરુ અને મીઠા લીમડાના થોડા પાન મૂકો.

જીરુ અને પાન ઓઇલ કે બટરમાં તતડે એટલે તેમાં થોડા ચિલિ ફ્લેક્ષ ઉમેરો.

હવે તેના પર સેંડવીચ મૂકી જરુર મુજબ ટોસ્ટ કરી ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન કરી લ્યો.

એક બાજુ બરાબર ટોસ્ટ થઈ તૈયાર થઈ જાય એટલે ફ્લીપ કરી બીજી બાજુ પણ એ પ્રમાણે ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન ટોસ્ટ કરી લ્યો.

હવે સર્વિંગ પ્લેટમાં મૂકી કીડ્સ સ્પેશિયલ કર્ડ સેંડવીચ ગરમાગરમ સર્વ કરો.

આ સેંડવીચ મોટા લોકોને તીખી ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

બાળકોને સ્વીટ સોસ સાથે સર્વ કરો.

બધાને આ કર્ડ સેંડ્વીચ ખૂબજ ભાવશે. આ સેંડવીચ થોડા મોટા બાળકો જાતે પણ બનાવી શકે છે.

તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને બાળકોની બર્થ ડે પાર્ટીમાં ચોસ્કસથી બનાવજો. તેમજ બાળકોને ટિફિન બોક્ષમાં આપવા માટે કે ગેસ્ટ આવ્યા હોય ત્યારે નાસ્તામાં આપવા માટે પણ જરુરથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.