કારેલાની છાલની વડી – કારેલાનું શાક તો બનાવતા હશો પણ ઘણાને પસંદ નથી હોતું તો તેમની માટે ખાસ વાનગી..

આજે આપણે બનાવીશું કારેલા ની છાલ ની વડી

મિત્રો તમે મેથી ની વડી,કોથમીર ની વડી આ તો ખાધી જ હશે અને ખાવી પણ જોઈએ કારણ કે આ એકદમ પોષ્ટિક અને હેલ્થ માટે ફાયદાકારક હોય છે

તો આજે આપને એવી જ એક રેસિપી બનાવવા જઈ રહ્યાં છે જે હેલ્થ માટે તો ફાયદાકારક છે જ સાથે સાથે વેસ્ટ મેથી બેસ્ટ પણ કહી શકાય.

તો ચાલો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી.

સામગ્રી

  • ૧ વાટકી કારેલા ની છાલ
  • ૧ નાની વાટકી કોથમીર
  • ૧ નાની વાટકી બેસન
  • ૨ ટી સ્પૂન ઘઉં નો લોટ
  • ૧ નાની વાટકી આદુ લસણ મરચાં ની પેસ્ટ
  • ચપટી સોડા
  • ૨ ટી સ્પૂન ગોળ
  • ૨ ટી સ્પૂન તેલ મોણ માટે
  • ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧ ટી સ્પૂન ધાણાજીરુ
  • ચપટી હિંગ
  • ૧/૨ લીંબુ નો રસ
  • મીઠું સ્વાદાનુસાર

બનાવવા ની રીત

સૌ પ્રથમ કારેલા ની છાલ કાઢી એને ઝીણી સમારેલી લેવી હવે તેને મીઠું ચોળી ને ૧૦ મિનિટ રાખી મૂકવું

૧૦ મિનિટ પછી તેમાં થી નીચોવીને બધું મીઠા નું પાણી કાઢી લેવું

હવે એક બાઉલ માં કરેલા ની છાલ, ચણા નો લોટ,ઘઉં નો લોટ,આદુ મરચાં લસણ ની પેસ્ટ,લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર,સોડા,તેલ ,કોથમીર,ગોળ અને લીંબુ નો રસ ઉમેરી બધું બરાબર મિક્સ કરો (પાણી ઉમેરવાનું નથી)

હવે તેલ વાળો હાથ કરી નાની વડી વાળો.

હવે તેને એક તપેલી માં પાણી લઈ તેના પર ચારણી માં બાફવા મૂકો (૭ થી ૧૦ મિનિટ લાગશે બાફવા માં ચાપુ થી ચેક કરી લેવું)

વડી બફાઈ જાઈ એટલે તમે બાફેલી પણ ખાઈ શકો અને વાઘરી ને પણ ખાઈ શકાય.

તો તૈયાર છે એકદમ હેલ્ધી કારેલા ની છાલ ની વડી.

નોંધ: આ વડી બાફવા ની જગ્યા એ તળી ને પણ ખાઈ શકાય આમાં તમે મેથી પણ ઉમેરી શકો.

તો મિત્રો આજે જ બનાવો કરેલા ની છાલ ની વડી

કારેલાનો રસ પણ ખુબજ ફાયદા કારક છે જે શરીરમાં થતો દુખાઓ ,કફ ,ડાયાબિટીસ ,ગાળાની ખીચ ખીચ દુખાઓ ,અને તાવ જેવી બીમારીઓમાં મદદ રૂપ બને છે.

કબજિયાત માટે :

કરેલાના મૂળિયાં જે હોમિયોપેથી દવા તરીકે સ્ટોર માં મળે છે નામ “મોમડિકા કરન્સીયા” દવા નામે મળે છે તેના દસ ટીપા ચાર ચમચી પાણીમાં ભેળવી દિવસમાં ચાર વાર લેવાથી કબજિયાત દૂર થાય છે .

મોટાપા માટે :

અડધા કપ કારેલાના રસ માં અડધો કપ બીજા પાણી માં લીબુંનો રસ આ બને ને ભેળવી ખાલી પેટે પીવાથી લાભ મળે છે.

ખાંસી અને કફ માટે :

વગર ઘી કે તેલમાં કરેલાનું સાક બનાવી (તેમાં સિંધવ મીઠું વાપરવું) ખાવાથી મોટો લાભ મળે છે .

તો મિત્રો રાહ ના જોવો અને બનાવો આ કારેલા ની છાલ ની વડી

રસોઈ ની રાણી:ચાંદની ચિંતન જોશી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.