લવ લાઇફ અને કેરિઅરને બેલેન્સ રાખવાની આ ટિપ્સ છે જોરદાર, ફોલો કરો તમે પણ

આ 5 ટીપ્સ વિશે જાણો ને અપનાવો: તમારી કારકિર્દી અને લવ લાઈફ ને આ રીતે સંતુલિત કરો.

image source

તમારા જીવનસાથી સાથે એક મજબૂત અને ખુશુભર્યા સંબંધો બનાવવા અને સાથે સાથે તમારી કારકિર્દીને પણ મહત્વ આપવું ખૂબ જ મુશ્કેલ બાબત છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે બંને કામ કરતા હોવ.

તમારા જીવનસાથી સાથે એક મજબૂત અને ખુશીભર્યા સંબંધો બનાવવા અને સાથે સાથે તમારી કારકિર્દીને પણ મહત્વ આપવું એ ખૂબ જ મુશ્કેલ બાબત છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે બંને કામ કરતા હોવ. વ્યસ્ત દિનચર્યાઓ, મોટા ધ્યેયો, અસંખ્ય પ્રોજેક્ટ્સ અને ઘણું બધું જેના કારણે, તમારા સંબંધો પ્રભાવિત થવા લાગે છે, જેના કારણે તમારા સંબંધોમાં તણાવ વધતો જાય છે.

image source

જ્યારે તમે તમારી કારકિર્દીને ખૂબ મહત્વ આપવા લાગો છો, ત્યારે તમારે એક મજબૂત અને સ્વસ્થ સંબંધ જાળવવા માટે અલગ થીજ પ્રયત્નો કરવા પડતા હોય છે. આખો દિવસ કામ કર્યા પછી, તમારા જીવનસાથી સાથે આરામ કરવા અને વાત કરવા માટે સમય કાઢવો પણ જરૂરી છે. જો તમે પણ તમારી કારકિર્દી અને લવ લાઈફ વચ્ચે સંતુલન જાળવવા માંગો છો, તો આ ટીપ્સ તમને કામ આવી શકે છે.

1. નાના નાના કામો એક સાથે કરો:-

image source

તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમે લંચ કે ડિનર કરવા અથવા મૂવી જોવા બહાર જાવ એ જરૂરી નથી. જો તમે તમારો દિવસ દરમ્યાન નો બધો સમય તમારા જીવનસાથી સાથે વિતાવવા માટે સમર્થ નથી, તો તેનો અર્થ એ નથી કે તમે જે સમય તેમની સાથે છો તે બરાબર કોઈ પરીકથા સમાન હોય. નાની નાની વસ્તુઓ પણ તમને ખુશ કરી શકે છે.

જ્યારે તમારી પાસે ઓફિસનું ઘણું બધું કામ હોય, ત્યારે તમે કેટલીક વિશેષ યોજનાઓ બનાવી શકો, તે થોડું મુશ્કેલ કાર્ય છે. તેથી એ મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે પણ એકબીજા સાથે હોવ ત્યારે હરેક પળને મનથી અનુભવો. ઘરની સફાઈ કરતી વખતે અથવા રસોઈ બનાવતી વખતે તેમજ સાથે જમતી વખતે, તમે એકબીજાને મળે એટલો સમય જરૂર આપો. આ નાની વસ્તુઓ તમને અર્થહીન લાગી શકે છે, પરંતુ જ્યારે તમારી પાસે સમયની કમી હોય, ત્યારે તમારા જીવનસાથી સાથે જોડાયેલા રહેવાનો આ એક સારો માર્ગ છે.

image source

2. બિનશરતી સપોર્ટ કે સાથ આપવો:-

તમારી ઓફિસમાં આખો દિવસ કામ કર્યા પછી તમારા પતિ અથવા પત્નીની કારકિર્દીમાં રસ દર્શાવવો મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે મહત્વનું છે કે તમે તમારા જીવનસાથીની સાથે તેમની કારકીર્દિ વિશે વાત કરો. આ વાર્તાલાપ દ્વારા તમે તેમને કહી શકશો કે તમે તેમના કાર્ય અને કારકિર્દીને સપોર્ટ કરો છો. તેમને કહો કે તમે હંમેશા તેમના માટે હાજર જ છો અને તેમના કામને હમેંશા તેમનો બિનશરતી સપોર્ટ મળશે. જો તમે આ મ નહીં કરો તો તમારા જીવનસાથીના મનમાં અસંતોષની સ્થિતિ ઉભી થઈ શકે છે. જેથી તમારા સંબંધ અને કારકિર્દી વચ્ચે સંતુલન બનાઈ રાખવાનું મુશ્કેલ બનશે.

3. કોઈ એક હદથી વધારે અપેક્ષાઓ ન રાખો:-

image source

જ્યારે તમે બંને બહાર ઓફિસ કામ કરી રહ્યા છો ત્યારે તમે બન્ને શકશો કે ઓફિસ સાથે જીવનના સંબંધોને સંભાળવું કેટલું મુશ્કેલ હોય છે. તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે તમારા જીવનસાથી પાસેથી વધુ ઉંચી અપેક્ષાઓ ન રાખો, કારણ કે જો તે સમયના અભાવમાં એ અપેક્ષાઓ પૂરી કરવામાં અસમર્થ બન્યા તો, તમને ખરાબ લાગશે અને તમારું હૃદય તૂટી જશે.

તમારા જીવનસાથીએ તમારા માટે કોઈ સ્પેશિયલ ડેટ, હોલી ડે અથવા પાર્ટીની યોજના કરવી જોઈએ તે વિચારવાનું બંધ કરવું તમારા માટે સારું રહેશે. જો તે આમ ન કરે તો તમે ઉદાસ અને નિરાશ થશો. તમારા જીવનસાથીને આ બધાને સંચાલિત કરવા માટે સમયની જરૂર પડશે અને જે તેમની પાસે નથી. એવું નથી કે તમે અપેક્ષાઓ જ ન રાખો. આવો વિચાર કરવાને બદલે, તમે જે ઇચ્છો છો તેની તેમની સાથે વાત કરો.

4. કોઈ પણ નિર્ણય લેતા પહેલા પાર્ટનરને જણાવો:-

image source

જો તમે કોઈ નિર્ણય લો છો, તો આ માટે બે પગલાં જરૂરી છે. પહેલા તમે એ નિર્ણય વિશે વિચારો અને પછી તમારા જીવનસાથી સાથે એ વિશે વાત કરો. હવે તમે જીવનમાં કોઈ સ્વતંત્ર નિર્ણયો લઈ શકતા નથી, પછી ભલે ને તમે કેટલા હોશિયાર જ કેમ ન હોવ. તમારા દરેક વ્યક્તિગત નિર્ણય તમારા જીવનસાથીને પણ અસર કરશે. તમારા જીવનસાથી તમારા કોઈપણ નિર્ણય વિશે શું વિચારે છે તે જાણવાની જરૂર છે. જો તમે નોકરી છોડવાનું કે બદલવાનું વિચારી રહ્યાં છો, તો તે વિશે પણ તમારા જીવનસાથી સાથે વાત જરૂર કરો. આવી સ્થિતિમાં, જો તમારે શહેર બદલવું પડે અથવા કોઈ નવી જગ્યાએ જવું પડે, તો પછી તેની અસર તમારા જીવનસાથીના જીવન પર પણ પડશે.

5. જવાબદારીઓ વહેંચી લો:-

image source

સંબંધોમાં સુમેળ સ્થાપિત કરવો ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી બાબત છે. જો તમારે સંબંધોમાં સમાધાન કરવું પડતું હોય, તો ધ્યાનમાં રાખો કે સમાધાન સાથે મળીને કરવું જોઈએ. કામ સાથે તમારા સંબંધની જવાબદારીઓને પણ સમજો અને મહત્વ આપો. ખાસ કરીને ત્યારે જ્યારે તમે લગ્નના બંધન માં હોવ, સાથે રહેતા હોવ, અને તમારા બાળકો પણ હોય. રસોઈ કરવી, ઓફિસ જવું, બાળકોને સ્કૂલમાં લેવા- મૂકવા જવું, ઘરકામ કરવું વગેરે કામની જવાબદારી એક જ વ્યક્તિ પર ના નાંખી દો. આ સંબંધોમાં કોઈ એક જ વ્યક્તિ બધું સમાધાન કરવા માટે તૈયાર હોતી નથી. તેથી, યોગ્ય રીતે નિર્ણય લો. વધુ કુશળતાપૂર્વક કાર્ય કરો અને સૌથી અગત્યનું એ કે હમેંશા એક સાથે જ કામ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ