ગ્રહદોષને દૂર કરવા આજે જ કરો આ કામ, મળી જશે તેમાંથી મુક્તિ

ગાયને ઘાસ, પક્ષીઓને ચણ નાંખવાથી દૂર થાય છે ગ્રહદોષ, જાણો કામની વાતો

image source

હિંદૂ ધર્મમાં પરોપકારને સર્વોપરિ માનવામાં આવે છે. પશુ અને પક્ષી સાથે હિંસાને પાપ માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં કહેવાય છે કે કોઈ જરૂરીયાતમંદની મદદ કરવાથી તેને મદદ મળે છે અને વ્યક્તિના સારા કર્મોમાં વૃદ્ધિ થાય છે. આ જ રીતે પશુઓને ઘાસ ખવડાવવું પણ શુભ ગણાય છે.

image source

વેદ અને પુરાણોમાં જણાવાયું છે કે પશુઓને ઘાસ ખવડાવવાથી પાપ અને ગ્રહદોષ દૂર થાય છે. તો ચાલો જાણીએ કયા પ્રાણીને શું ખવડાવવાથી શું લાભ થાય છે.

ગૌ માતાની સેવા

image source

હિંદૂ ધર્મમાં ગાયને ધરતીનું પ્રતીક ગણવામાં આવે છે અને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાય સમુદાયોમાં ગાયને પવિત્ર માની અને તેની પૂજા કરવામાં આવે છે.

એવી પણ માન્યતા છે કે જેમને સંતાન સુખ ન મળ્યું હોય તે અથવા તો રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા હોય તે ગાયને ઘાસ ખવડાવે તો ખુબ લાભ થાય છે. આવા લોકોએ ગાયને લીલું ઘાસ ખવડાવવું અને રોટલી ખવડાવવી.

માછલી કરશે કષ્ટ દૂર

image source

માછલીઓને દાણા ખવડાવવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. એવું માનવામાં આવે છે કે માછલીઓને ભોજન કરાવવાથી જીવનના કષ્ટ દૂર થઈ જાય છે. ઉધાર લીધેલા નાણા પરત મળતા ન હોય તો લોટની ગોળી બનાવી માછલીને ખવડાવવી.

માછલીઓને સવારે સૂર્યોદય પછી અને સાંજે સૂર્યાસ્ત પછી ભોજન કરાવવું. ઘરમાં એક્વેરિયમ રાખવાથી પણ લાભ થાય છે.

કુતરા બચાવશે રાહુ અને કેતુથી

image source

કુતરા માણસના મિત્ર ગણાય છે. તે વ્યક્તિને ગ્રહોના ખરાબ પ્રભાવથી પણ બચાવે છે. શનિ, રાહુ અને કેતુની દશા હોય તેમણે કુતરાને રોટલી ખવડાવવી જોઈએ. શાસ્ત્રો અનુસાર દુર્ઘટના અને સમસ્યાઓને નિવારવા માટે કુતરાને શનિવારે રોટલી ખવડાવવી.

કીડી કરશે મનોકામના પૂરી

image source

કીડીઓને લોટ ખવડાવવાથી કેતુની દશામાંથી મુક્તિ મળે છે. આ કામ કરવાથી મનની ઈચ્છા પૂરી થાય છે.

પક્ષી લાવશે સૌભાગ્ય અને સમૃદ્ધિ

પક્ષીઓને પાણી પીવડાવવું પરોપકારનુ કામ છે. જો તમે નિયમિત રીતે પક્ષીઓને ચણ કે ચોખા આપશો તો શિક્ષા અને કારર્કિદીમાં લાભ મળશે.

image source

એટલું જ નહીં સંતાન સંબંધી સમસ્યાઓ હોય તો તે પણ દૂર થઈ જાય છે. અગાસી પર પક્ષીઓ માટે ચણ અને પાણી ભરેલું પાત્ર રાખવું. આમ કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ વધશે.

બિલાડી કોર્ટથી કરાવશે મુક્ત

આમ તો બિલાડીને શું ખવડાવવું જોઈએ તે અંગે ચોક્કસ પરંપરા નથી. પરંતુ જ્યોતિષના મતાનુસાર તે મહત્વપૂર્ણ પ્રાણી છે. દૂધ પીવડાવવાથી શત્રુઓથી મુક્તિ મળે છે.

image source

કોર્ટ કચેરીના કામોમાં સફળતા માટે આ કામ કરવું. જો બિલાડી ઘરમાં આવે તો તેને મારીને ભગાડવી નહીં. તેનું આવવું સમસ્યાઓ દૂર થવાનો સંકેત હોય છે.

ઉંદરને ખવડાવો મીઠાઈ

દુનિયાભરમાં ઉંદરને નુકસાન કરનાર પ્રાણી ગણવામાં આવે છે. પરંતુ ભારતના કેટલાક સ્થાન એવા છે જ્યાં ઉંદરને પૂજ્ય માને છે.

image source

બીકાનેરમાં એક મંદિર છે જ્યાં ઉંદરને ખાસ પ્રસાદ ધરવામાં આવે છે. કરણી માતાના મંદિરમાં લોકો દૂધ, મીઠાઈ ધરાવે છે અને ખરાબ કર્મોમાંથી મુક્તિ મેળવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ