માત્ર 1 ટકા આંખોની દ્રષ્ટિ હોવા છતાં આ વ્યક્તિએ સર કર્યો 450 ફૂટનો પહાડ, અને બન્યો વિશ્વનો પ્રથમ બ્લાઇન્ડ ક્લિમ્બર

તમે અત્યારે જે આ આર્ટિકલ વાંચી રહ્યા છો અને તમારા હાથમાં આ જે મસ્ત ફોન છે કે સામે કોપ્યુટર / લેપટોપની સ્ક્રીન નિહાળી રહ્યા છો તો તે એના કારણે કે તમારી બન્ને આંખો સહી સલામત છે.

image source

ખરેખર, આંખો અને કાન એ ઉપરવાળાએ આપણને આપેલી અગણિત ગિફ્ટ પૈકી સૌથી વધુ મહત્વની ગિફ્ટ છે.

ક્યારેક રાત્રીના કોઈ લગ્નપ્રસંગે ભોજનશાળામાં ચિક્કાર મેદની વચ્ચે ધુમાડાબંધ ભોજનનો કાર્યક્રમ ચાલુ હોય અને અચાનક લાઈટ ગુલ થઇ જાય તો..

image source

ભલેને થોડીવાર બાદ જનરેટર કે અન્ય સાધનો વડે લાઈટ આવી પણ જાય પણ થોડીવાર માટે જે અંધકારનો અનુભવ થાય અને મહિલાઓ, બાળકોની જે ચિચિયારી સાંભળવા મળે તે માણસને ઘડીક તો ભયભીત કરી જ દે.

અરે, મેદની અને મોટા ફંક્શનોની વાત છોડો રાત્રે ક્યારેક ઘરના ઓરડામાં સૌ બેઠા હોય અને અચાનક લાઈટ ચાલી જાય તો પણ આપણે હાંફળા-ફાંફળા થી જઈએ છીએ કે જલ્દી લાઈટ આવી જાય તો સારું.

image source

જેમ ગળામાં 25 લાખનો સોનાનો હાર પહેર્યો હોય ત્યાં સુધી આપણને કોઈ બીક ન હોય પણ જયારે એ જ હાર ગાયબ થઇ જાય તો ચેહરાનો રંગ જ ફરી જાય.

કારણ કે અમુક વસ્તુની કિંમત તેની ગેરહાજરીમાં જ થાય છે. એવી જ રીતે આપણી પાસે બે આંખ છે તેની કિંમત આપણને ત્યારે જ થાય જયારે અંધકારનો અનુભવ થાય.

image source

આ તો વાત થઇ આંખની મહત્વતાની. હવે વિચારો થોડી વાર માટે આપણે કાળા અંધકારને સ્વીકારી નથી શકતા તો જે લોકોની આંખો જ ન હોય અથવા આંખો બ્લાઈંડનેસની શિકાર હોય તેમનું જીવન કેવું હશે?

તો એક સત્યઘટના વાંચો

image source

એક માણસ જેની આંખની બ્લાઈંડનેસ 99 ટકા છે અને તેને માત્ર 1 ટકા જેટલી દ્રષ્ટિ છે તે માણસ પર્વત ચડી શકે? તમારો જવાબ નકારમાં જ હશે.

પરંતુ આ સત્યઘટના બ્રિટનમાં ઘટી છે. બ્રિટન નિવાસી જેસી ડફટન જેની આંખોની દ્રષ્ટિ ફક્ત 1 ટકા જેટલી જ છે તેણે એકલા હાથે પહાડ માત્ર સાત કલાકમાં જ ચડી જઈ સૌ કોઈને અચંબામાં મૂકી દીધા છે.

image source

જેસી ડફટને જે પહાડ સર કર્યો તે સ્કોટલેન્ડમાં આવેલો “ઓલ્ડ મેન ઓફ હોય” છે અને તેની ઊંચાઈ લગભગ 450 ફૂટ જેટલી છે. જેસી ડફટને આ પહાડ સર કરવાની સાથે સાથે દુનિયાના પ્રથમ બ્લાઇન્ડ ક્લિમ્બર બનવાનું બહુમાન પણ મેળવ્યું છે.

image source

જેસી ડફટનને આ પહાડ પર ચઢવા તેની મંગેતર મોલી થોમ્પસને પણ મદદ કરી હતી. અલબત્ત તે એની સાથે પહાડ પર ચઢી તો ન જ હતી પરંતુ હેડસેટ દ્વારા મોલીએ જેસી ડફટનને સમયે સમયે વોઇસ કમાન્ડ આપ્યા હતા જેને કારણે જેસીને આ સફળતા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ