2020એ વધારે એક બોલિવૂડ કલાકારનો ભોગ લીધો, ‘ડર્ટી પિક્ચર’ની અભિનેત્રીનું ઘરમાં જ શંકાસ્પદ મોત

2020માં બોલિવૂડને વધારે એક ફટકો લાગ્યો છે. બોલિવૂડની ફિલ્મોમાં જોવા મળતી અભિનેત્રી આર્યા બેનર્જીનું શંકાસ્પદ હાલતમાં અવસાન થયું છે. તેનો મૃતદેહ કોલકાતાના તેના ફ્લેટમાં મળી આવ્યો હતો. તે જ સમયે આર્યના મોતનું કારણ હજી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે તેનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો છે. તેમનું ઘર દક્ષિણ કોલકાતાના જોધપુર પાર્ક નજીક આવેલું છે.

image source

વિદ્યા બાલનની ફિલ્મ ડર્ટી પિક્ચરમાં આર્યાએ એક નાનો પણ મહત્વનો રોલ ભજવ્યો હતો. તે એક ગીતમાં વિદ્યાને ટક્કર આપતી જોવા મળી હતી. તેણે ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’ માં ‘હનીમૂન કી રાત’ ગીત પર વિદ્યા સાથે ડાન્સ કર્યો હતો. આ ફિલ્મમાં આર્યાએ ‘શકીલા’ ની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ તેણે ‘લવ સેક્સ ઓર ધોખા’માં પણ કામ કર્યું છે. આર્યાનું અસલી નામ દેબુદત્તા તરીકે કહેવામાં આવી રહ્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે 2020માં કોરોના તો આવ્યો છે પણ સાથે સાથે બીજું પણ ઘણું દુખદાયી બન્યું છે, આ વર્ષ કોઈ યાદ રાખવા માંગતુ નથી અને કોઈને યાદ રાખવા જેવું પણ નથી. ત્યારે એ જ રીતે ભારત સહિત સમગ્ર દુનિયા માટે વર્ષ 2020 કોરોના વાયરસને કારણે મુશ્કેલી ભર્યું રહ્યું છે. જો કે, આ વર્ષ દરમિયાન ભારતીય ફિલ્મ જગતે અનેક કલાકારોને ગુમાવ્યાં છે. એક પછી એક કલાકારોએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. જેમાં ઘણા કલાકારો શામેલ છે. નીચે આપેલા બધા જ કલાકારોએ 2020માં દુનિયા છોડી દીધી છે.

નિમ્મી

image source

જો સૌપ્રથમ વાત કરીએ તો બોલિવૂડની જાણીતી અભિનેત્રી નિમ્મીએ 88 વર્ષની વયે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમણે તા. 26 માર્ચે આ દુનિયાને અલવિદા કહ્યુ હતું.

ઇરફાન ખાન

image source

બોલિવૂડના પીઢ અભિનેતા અભિનેતા ઇરફાન ખાનનું 29એપ્રિલના રોજ અવસાન થયું હતું. ઇરફાન ખાને 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

ઋષિ કપૂર

image source

ફાડુ અભિનેતા ઋષિ કપૂરનું 30 એપ્રિલના રોજ અવસાન થયું. ઋષિ કપૂરને મુંબઈની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતો.

વાજિદ ખાન

image source

એ જ રીતે સંગીતની દુનિયાની વાત કરવામાં આવે તો પ્રખ્યાત સંગીતકાર વાજિદ ખાને 1 જૂને વિશ્વને અલવિદા કહ્યું હતું.

બાસુ ચેટરજી

image source

લેખક તરીકે જેની છાપ ખતરનાક હતી એવાં દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક બાસુ ચેટરજીનું 4 જૂને અવસાન થયું હતું.

યોગેશ ગૌર

image source

જો ગીતકાર ક્ષેત્રની વાત કરીએ તો ત્યાં પણ ખોટ ગઈ છે અને પ્રખ્યાત ગીતકાર યોગેશ ગૌરે પણ ચાલુ વર્ષે વિશ્વને અલવિદા કહ્યું હતું. યોગેશ ગૌરનું 29મી મેના રોજ અવસાન થયું હતું.

સુશાંત સિંહ રાજપૂત

image source

આખા દેશમાં જે મુદ્દો લાવાની જેમ સળગ્યો હતો એવા સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેમના મુંબઈના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

સરોજ ખાન

image source

આ સાથે જ વાત કરવામાં આવે તો સરોજ ખાનનું તા. 3 જુલાઇએ કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. સરોજ ખાને અનેક ફિલ્મોમાં ડાન્સ માસ્ટર તરીકે કામગીરી કરી હતી.

જગદીપ

image source

સુરમા ભોપાલી તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા જગદીપે જુલાઈમાં આ દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમનું નિધન 81 વર્ષની વયે થયું હતું.

કુમકુમ

image source

ઘરે ઘરે પ્રખ્યાત અભિનેત્રી એક્ટ્રેસ કુમકુમનું 28 જુલાઈના રોજ અવસાન થયું.

સમીર શર્મા

image source

સુશાંતની જેમ જ ફેમસ ટીવી એક્ટર સમીર શર્માએ ઓગસ્ટ મહિનામાં આત્મહત્યા કરી હતી. તે ૪૪ વર્ષનો હતો.

એસપી બાલાસુબ્રમણ્યમ

image source

દિગ્ગજ ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું 25 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું.

ફરાઝ ખાન

image source

એ જ રીતે વાત કરીએ અભિનેતા ફરાઝ ખાનની તો તેમનું અવસાન તા. 4 નવેમ્બરના રોજ થયું હતું. તે ૪૬ વર્ષનો હતો.

દિવ્યા ભટનાગર

image source

હજુ પણ જેની ચર્ચા કરવામાં આવી રહી છે એવી ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું તા. 7 ડિસેમ્બરે અવસાન થયું હતું. દિવ્યા કોરોના વાયરસનો શિકાર બની હોવાનું જાણવા મળે છે.

વીજે ચિત્રા

image source

આત્મહત્યાના વધતા સિલસિલામાં તા. 9 ડિસેમ્બરે દક્ષિણની અભિનેત્રી વીજે ચિત્રા એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ