આરોપીની મોટી કબૂલાત, અમદાવાદ એસિડ એટેકમાં રડતાં રડતાં આરોપીઓ બોલ્યાં-હા સાહેબ ભૂલ થઈ ગઈ, આવું ન કરાય

કેટલાક દિવસો પહેલાં એસિડ અટેકનો એક ખતરનાક કેસ સામે આવ્યો હતો અને તેમાં આરોપીઓ ઝડપાઈ પણ ગયા હતા. આ વાત છે અમદાવાદના માધવપુરામાં લાખાજી કુંવરજીની ચાલીમાં એસિડ ફેંકવાના કેસમાં ફરાર આરોપીઓ ચોટીલામાંથી ઝડપાયા હતા. ચોટીલા પોલીસે આણંદપુર રોડ પરથી ફિલ્મી ઢબે તેને દબોચી લેવામાં આવ્યા હતા. ત્યારે હવે એક નવી જ માહિતા સામે આવી છે. નવી માહિતી પ્રમાણે એસિડ ફેંકવાના કેસમાં ફરાર આરોપીઓ ચોટીલામાંથી ઝડપાયા હતા. ઝડપાયેલા આરોપીઓની ચોટીલા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેઓએ દતાણી પરિવાર પર એસિડ ફેંક્યુ હતું અને તેમનાથી ભૂલ થઇ ગઈ હતી.

image source

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ચોટીલા પોલીસે આરોપીની પ્રારંભિક પૂછપરછ કરીને આરોપીઓ અમદાવાદ પોલીસને સોંપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચોટીલા પીઆઇ બી.કે.પટેલ તથા સ્ટાફના નરેશ મકવાણા, સરદારસિંહ બારડ અને રાજુભાઈએ આરોપીઓને આણંદપુર રોડ પરથી પકડી પાડ્યા હતા. ત્યારબાદ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ રડતાં રડતાં કબૂલાત કરી હતી. જેમા તેમણે જણાવ્યું કે, ‘હા..સાહેબ કબૂલ છે અમને અમે નાંખ્યું…કબૂલ છે, એસિડ નાંખ્યું અમે, અમે ત્રણેયે એસિડ નાંખ્યું, આવુ ના કરાય સાહેબ…ભૂલ થઇ ગઇ. તેમજ મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો માધવપુરા પોલીસે આરોપીના બહેનનો મોબાઇલ ટ્રેસિંગમાં રાખ્યો હતો અને તેની ઉપર વોચ ગોઠવી હતી. જેના મોબાઇલમાં આરોપીએ ફોન કરતા ચોટીલા હોવાનું લોકેશન મળ્યું હતું, જેથી અમદાવાદની ટીમે ગઈ રાતથી જ ચોટીલામાં ધામા નાંખ્યા હતા.

image source

કઈ રીતે આ આરોપીને દબોચી લીધા એ ઘટના વિશે જો વાત કરવામાં આવે તો ચોટીલાના ફરસાણનાં વેપારીના ફોનમાંથી બહેનને ફોન કર્યો હતો. જે અંગે અમદાવાદ પોલીસે ચોટીલા પીઆઇ ભાવનાબેન પટેલને વાત કરી હતી. જે નંબર ઉપરથી કોલ આવેલ તે જણાવતા તપાસનાં ચક્રો ગતિમાન થયા અને કામ શરૂ કર્યું. ચોટીલા પોલીસની ટીમે તપાસ કરતા બહેનને થયેલ ફોન આણંદપુર રોડ ઉપર ફરસાણનાં દુકાનદારનો નિકળ્યો જેને પુછતાછ કરતા તેને હકિકત જણાવતા સવારે જ લોકો વચ્ચે રહેલ બંન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને અમદાવાદ પોલીસને સોંપ્યા હતાં, અને ત્યારબાદ આ તપાસમાં આરોપીએ હવે તો ગુનાની કબુલાત પણ કરી હતી.

image source

જો આ સમગ્ર ઘટના શું હતી એના વિશે વાત કરવામાં આવે તો માધવપુરામાં આવેલા મહેંદીકુવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે નાના બાળકો અને મહિલા પર એસિડ એટેકની ઘટના બની હતી. કૌટુંબિક ભાઈઓએ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કર્યા બાદ વહેલી સવારે બારીમાંથી એસિડ ફેક્યું હતું. જેમાં પાંચ અને આઠ વર્ષની બંને બાળકીના ચહેરા પર એસિડ ઉડતા તેઓના ચહેરા અને આંખ પર દાઝી ગઈ હતી. અન્ય એક બાળક અને તેની માતા પર પણ એસિડ ઉડતા તેઓન દાઝી જતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસિડ એટેક થતા બંને બાળકીના ચહેરા અત્યારે બગડી ગયા છે. ત્યારે હવે પરિવારનાં લોકો જલ્દીથી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ