જો તમને પણ ગમે તે મેસેજ ફોરવર્ડ કરવાની આદત હોય તો હવેથી સાવધાન, સુરતના પ્રિન્સિપાલને જવું પડ્યુ જેલમાં

કોરોના હોય કે ન હોય, લોકો આજકાલ સ્માર્ટફોનનો ઉપયોગ સતત કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ઓનલાઈનની આદતમાં તેઓ વોટ્સએપ, ફેસબુક જેવા સોશ્યલ મીડિયાનો વધારે ઉપયોગ કરતા હોય છે. સોશ્યલ મીડિયા એવું માધ્યમ છે જેમાં લોકો તરત જ ફક્ત એેક મેસેજની મદદથી કામ કરી શકે છે. સોશ્યલ મીડિયા પર અનેકવાર ફેક મેસેજ પણ જોવા મળી જાય છે. ફેક મેસેજ કરનારા વ્યક્તિને જેલમાં જવાનો પણ વારો આવે છે. આવું જ કંઈક સુરતના પ્રિન્સિપાલ સાથે પણ થયું છે. એક ખોટો મેસેજ વાયરલ કરવા માટે તેમને જેલની સજા કરાઈ છે.

image source

ગુજરાતના સુરતમાં એક પ્રિન્સિપાલની ધરપકડ કરાઈ છે. તેમાં કહેવાયું છે કે તેઓએ અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં નર્સની ભરતી કરવાની હોવાનો ખોટો મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પ્રિન્સિપાલની આ ભૂલના કારણે તેમને જેલની સજા થઈ હતી. મેસેજમાં લખેલું હતું કે અમદાવાદમાં ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસિઝ અને રિસર્ચ સેન્ટરમાં કોવિડ માટે મેલ કે ફીમેલ નર્સની જરૂર છે. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર 30 હજારનો પગાર મળશે. આ સાથે મેસેજમાં લખ્યું હતું કે આ જાહેરાત ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો માટે છે. આ પછી એક ફોન નંબર આપ્યો હતો.

image source

અમદાવાદની કોઈ કોરોના હોસ્પિટલમાં મેલ કે ફિમેલ નર્સિંગ સ્ટાફની જરૂર ન હોવાથી એક વ્યક્તિએ કેસ કર્યો અને પોલીસમાં ફરિયાદ કરી. જ્યારે આ ફરિયાદ કરાઈ ત્યારે સોશ્યલ મીડિયા પર આ વાયરલ થયું અને તપાસમાં મેસેજ ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. આ ખોટો મેસેજ વાયરલ કરવા માટે પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો હતો.

image source

આ કિસ્સો એવા લોકો માટે ચેતવણી સમાન છે જેમાં લોકો ગમે ત્યારે ગમે તે મેસેજ ફોરવર્ડ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર લોકો કોઈ પણ મેસજ ફોરવર્ડ કરી દેતા હોય છે. જો આવો કોઈ મેસેજ તમે પણ ખાતરી કર્યા વિના ફોરવર્ડ કરી લો છો તો તમે પણ મોટી મુસીબતમાં ફસાઈ શકો છો, તો સ્માર્ટફોનના ઉપયોગમાં પણ સાવધાની રાખો તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ