આ રાજ્યના લોકોના મોત વિશે થયો મોટો ઘટસ્ફોટ, ICMRના રિપોર્ટમાં કહ્યું કે, 56 ટકા લોકોને કોઈ જ…વાંચો અને હજુ પણ ચેતો

કોરોના હાલમાં લોકોના જીવ લઈ રહ્યો છે ત્યારે રોજ એટલા લોકોના કોરોનાના ભરડામાં આવી રહ્યા છે. પરંતુ હાલમાં એક રિપોર્ટ સામે આવ્યો છે જે સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. જો કે કોરોના દેશમાં વૃદ્ધો પહેલાથી અન્ય કોઈ બિમારીથી પીડિત લોકોના જીવ લઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં ઓછી ઉંમરના લોકોનો કોરોના જીવ લઈ રહ્યું છે. રાજ્યમાં 56 ટકા એવા લોકોએ જીવ ગુમાવ્યો છે જેમને કોઈ બિમારી નહોંતી. રાજ્યમાં જેટલા મોત થયા છે કે તેમાં લગભગ 44 ટકા 30થી 59 વર્ષના લોકો હતા.

image source

આ ખતરનાક ખુલાસો શુક્રવારે થયેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની બેઠકમાં આઈસીએમઆર તરફથી રજુ કરવામાં આવ્યો છે. જો વિગતવાર વાત કરીએ તો સૌથી વધારે 37 ટકા મોત લખનૌ, મેરઠ, બનારસ, કાનપુર નગર, ગોરખપુરમાં થાય છે. મેરઠ જિલ્લામાં મૃત્યુદર 2.4 ટકા છે. મોટી વાત એ છે કે, જેમાં અનેક અઠવાડિયાથી ફેરફાર નથી થઈ રહ્યો. રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશમાં કોરોનાનો પહેલો પીક પસાર થઈ ચૂક્યો છે. હવે સ્થિતિ નિયંત્રમાં છે પરંતુ મોતને રોકવામાં જિલ્લા અને હોસ્પિટલ સ્તર પર પુનઃ સમીક્ષા કરવાની જરુર છે.

એ સિવાય બીજી વાત કરીએ તો રિપોર્ટ અનુસાર અમરોહા, ફતેહપુરા, મથુરા, આજમગઢ બહરાઈચ, સંભલ,રાયબલેરી, સિદ્ધાર્થનગર, અમેઠી અને કાસગંજમાં કોરોનાની દર્દી વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાનો કહેર હજું યથાવત છે. દેશમાં એક દિવસમાં વધુ 53 હજાર 935 કેસ નોંધાયા છે. વધું 655 દર્દીનાં મૃત્યુ થયા છે. જો કે સારી વાત એ છે કે નવા કેસની સામે રિકવરી રેટ વધું છે. એક દિવસમાં 66 હજાર 994 દર્દી રિકવર થયા છે. કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં માં છે 8 હજાર 511. બીજા નંબરે મહારાષ્ટ્રમાં 7 હજાર 347 કેસ નોંધાયા. કર્ણાટકમાં નવા 5 હજાર 356 કેસ, દિલ્હીમાં 4 હજાર 86 કેસ નોંધાયા, પ.બંગાળમાં 4 હજાર 143 નવા કેસ નોંધાયા છે. જ્યારે આંધ્રપ્રદેશમાં 3 હજાર 765 અને તમિલનાડુમાં 3 હજાર કેસ સામે આવ્યા છે.

ગુજરાતાં કોરોનાની સ્થિતિ

image source

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં વધારો થયો છે અને રાજ્યમાં બે દિવસથી 1100થી પણ વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1112 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,65,233એ પહોંચી છે.

image source

જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3676એ પહોંચ્યો છે. જ્યારે 1264 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 89.31 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,947 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 56,38,392 ટેસ્ટ કરાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ