લાખો-કરોડો નો માલિક છે આ બોલીવૂડ ફિલ્મજગતનો કલાકાર, ઉટીમા ધરાવે છે ભવ્ય બંગ્લોઝ અને હોટેલ્સ…

મિત્રો, બોલીવૂડ ફિલ્મજગતમા ડિસ્કો ડાન્સર તરીકે જાણીતા દિગ્ગજ કલાકાર મિથુન ચક્રવર્તીનું સ્વાસ્થ્ય “ધ કાશ્મીર ફાઈલ્સ” ની શૂટિંગ દરમિયાન એકાએક કથળી ગયુ હતુ, જેના કારણે ફિલ્મને અધવચ્ચે જ રોકવી પડી હતી. તેમની તબિયત એટલી બધી ખરાબ થઇ ગઈ હતી કે, તે ફિલ્મના સેટ પર યોગ્ય રીતે ઉભા પણ રહી શકતા નહોતા.

image source

અહેવાલો મુજબ તેમને ફૂડ પોઈઝનીંગ થઇ ચુક્યુ હતુ. જ્યારે તેમનુ સ્વાસ્થ્ય સાનુકુળ થયુ ત્યારે તેમણે આ ફિલ્મની શૂટિંગ પૂર્ણ કરી. આ દિગ્ગજ કલાકાર છેલ્લા ૪૦ વર્ષથી ફિલ્મજગતમા કામ કરી રહ્યા છે પરંતુ, આવી ઘટના તેમની સાથે પહેલી વખત બની હતી. આ કલાકાર ૧૬ જુન, ૧૯૫૦ ના રોજ કોલકાતામા જન્મ્યા હતા, તેમનુ વાસ્તવિક નામ ગૌરાંગ ચક્રવર્તી છે.

image source

હાલ, તે બોલીવૂડ ફિલ્મજગતના દિગ્ગજ કલાકારોમાના એક છે. તે કોઈપણ પ્રકારનુ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી ધરાવતા કે ના તો તેમના ઉપર કોઈ ફિલ્મીજગતના ગોડફાધરનો હાથ છે. તેમણે પોતાની જાત મહેનતે ફિલ્મજગતમા એક વિશેષ ઓળખ ઉભી કરી હતી અને આજે તે ફિલ્મજગતના વિશ્વમા એક જાણીતુ નામ બની ચુક્યા છે.

image source

ખુબ જ ઓછા લોકોને ખ્યાલ છે કે, કેમિસ્ટ્રીમા ગ્રેજ્યુએશનની ડીગ્રી હાંસલ કરનાર મિથુન ફિલ્મજગતમા પ્રવેશ્યા પહેલા નક્સલી વિચારધારાની ખુબ જ નજીક હતા પરંતુ, પરિવારના યોગ્ય માર્ગદર્શનના કારણે તે આ વિચારધારાથી વિમુખ થઇ ગયા અને બોલીવૂડ ફિલ્મજગતમા પ્રવેશી અને પોતાની એક વિશેષ ઓળખ બનાવવામા સફળ રહ્યા.

image source

આ દિગ્ગજ કલાકાર પાસે મુંબઈ સિવાય ઉટીમા પણ અનેકવિધ પ્રોપર્ટીઝ છે. મુંબઈમા જ્યાં તેમની પાસે ૩૮ જેટલા પાલતુ કુતરાઓ છે ત્યા બીજી તરફ ઉટીના ઘરમા તેમની પાસે ૭૬ જેટલા પાલતુ કુતરાઓ છે. મીડીયાના અમુક અહેવાલો મુજબ મિથુન પાસે અંદાજે ૨૫૮ કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે.

image source

મિથુન ગ્રુપ ઓફ હોટેલ્સ મોનાર્કની ઓફીશીયલ વેબસાઈટ પર દર્શાવેલી માહિતી મુજબ તેમની ઉટીની હોટેલમા ૫૯ જેટલા રૂમ, ૪ જેટલા લક્ઝરી હનીમૂન સ્વીટ્સ, હેલ્થ ફિટનેસ સેન્ટર, ઇન્ડોર સ્વીમીંગ પૂલ, કિડ્સ કોર્નર, બાર અને ડિસ્કો પબ વગેરે જેવી સુવિધાઓ આપવામા આવેલી છે.

image source

મોનાર્ક સફારી પાર્ક મસીનાગુડીમા ૧૬ જેટલા બંગલાઓ, ૧૪ જેટલા ટ્વીન્સ મચાન, ૪ જેટલા સ્ટાન્ડર્ડ રૂમ અને ચિલ્ડ્રન પ્લેગ્રાઉન્ડની સાથે-સાથે હોર્સ રાઈડીંગ અને જંગલમાં જીપથી રાઈડ કરવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ સિવાય અહી નોન એસી મચાન, બંગલો અને કોટેજ પણ હોય છે.

image source

મિથુન અત્યારસુધીમા ૩૫૦ કરતા પણ વધુ ફિલ્મોમા કામ કરી ચુક્યો છે અને હજુ પણ તે બોલીવૂડ ફિલ્મજગત ક્ષેત્રે સક્રિય છે. તેમણે વારદાત, અવિનાશ, જાલ, ડિસ્કો ડાન્સર, ભ્રષ્ટાચાર, ઘર – એક મંદિર, વતન કે રખવાલે, હમસે બઢકર કૌન, ચરણો કી સૌગંધ, બોક્સર, કસમ પૈદા કરને વાલે કી, સ્વર્ગ જેવી અનેકવિધ સુંદર ફિલ્મોમા કામ કર્યુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ