અનેક યુવકો જેની સામે જોવાથી ડરતા હતા તે રીપલે નૂતન વર્ષમાં અનિલના પ્રેમનો સ્વિકાર કર્યો

બધા પર્વોમાં શ્રેષ્ઠ માનવામાં આવતા દિવાળીના પાવન અવસર પર ચારે બાજુથી ખુશીઓનુ મહેકતુ વાતાવરણ થઈ ગયુ છે. પાંચ દિવસ સુધી દિપાવલીના તહેવારની ખુશીઓ છવાયેલી જોવા મળી રહી છે અને મહિના પહેલાથી આ તહેવારની તૈયારી શરૂ થઈ ગઇ છે. દરેક તહેવારની જેમ દિવાળીના તહેવારની સાથે પૌરાણિક કથા જોડાયેલ છે. ધન તેરસના દિવસે ચિકિત્સક ભગવાન ધન્વંતરીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.

image source

સમુદ્ર મંથનના સમયે ધન્વંતરે સફેદ અમૃત કળશ લઈને અવતરિત થયા હતા. ધનતેરસની સાંજે યમરાજ માટે દીપદાન કરવાની માન્યતા છે. શહેર, ગામડાઓમાં વસતા અનેક લોકો ધનતેરસના રોજ નવા વાસણો પણ ખરીદી રહ્યા છે અને ધનની પૂજા કરી રહ્યા છે. શહેરમાં આવેલી જ્વેલર્સની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે ત્યારે અનિલ નામનો યુવક સુવર્ણની ખરીદી કરવા માટે આવ્યો હોય છે.

image source

અનિલ જ્યારે જ્વેલર્સની દુકાનમાં જઇને સોનાના દાગીના જોઇ રહ્યો હોય છે ત્યારે તેની અચાનક નજર એક સ્વરૂપવાન યુવતિ પર પડે છે અને અનિલ ઘરેણા જોવાનું બાજુ પર મુકીને ખુલ્લા વાળ, ગુલાબી ગાલ, મલકતા ચહેરા વાળી યુવતીની જોયા જ કરે છે. આ યુવતિ એટલે પોતાની કોલેજમાં અનેક દબંગ છોકરાઓને જાહેરમાં ફટકારનારી રીપલ. સ્વરૂપવાન રીપલ કોલેજના અનેક યુવકોની પસંદ બની ગઇ છે પરંતુ કોલેજનો એક પણ યુવક રીપલની આજુબાજુમાં ફરકવાની પણ હિમ્મત કરતા નથી ત્યારે આ બધી બાબતોથી સાવ અજાણ એવો અનિલ રીપલની નજીક જઇને તેની સામે જોયા કરે છે.

રીપલને અનિલના વર્તનના કારણો મનમાં તો ખુબ જ ગુસ્સે આવે છે પણ પરીવાર સાથે ખરીદી કરવા આવેલી હોવાથી તે શાંત રહે છે. અનિલ ખુબ જ હિમ્મત એકઠી કરીને રીપલ પાસે જાય છે અને ચીઠ્ઠીમાં પોતાનું નામ, મોબાઇલ નંબર લખીને ફેંકે છે એટલે રીપલને ખુબ જ ગુસ્સો આવે છે. રીપલ ગુસ્સો જાહેર કરવાના બદલે શાંતિથી કામ લે છે અને અનિલને યોગ્ય પાઠ ભણાવવાનું નક્કી કરે છે. આશ્ચર્ય વચ્ચે રીપલ પણ એક કાગળમાં પોતાનુ નામ, સરનામું, મોબાઇલ નંબર લખીને કાગળ ફેંકી દે છે.

image source

અનિલ આ તક ઝડપીને રીપલે ફેંકેલો કાગળ તરત જ ઉપાડી લે છે અને પોતાની પાસે રાખે છે. રીપલનો મોબાઇલ નંબર તથા સરનામું મેળવીને અનિલ ખુબ જ હરખાઇ જાય છે. બજારમાં અનિલ પડછાયાની જેમ રીપલનો પીછો કર્યા કરે છે અને રીપલ જ્યારે બજારમાં ખરીદી પુરી કરીને ઘરે જવા નિકળે છે ત્યારે અનિલ રીપલનો ઘર સુધી છુપાઇને પીછો કરે છે. મોડી રાત્રે અનીલ પોતાના ખાસ મિત્રો પાસે જાય છે અને દિવસે બનેલો ઘટના ક્રમ વર્ણવે છે અને કહે છે કે હું જ્વેલર્સને ત્યા ઘરેણા ખરીદવા ગયો હતો પરંતુ મને તો મારા જીવનનું સાચુ ઘરેણું મળી ગયુ છે અને તેને હું કોઇ પણ ભોગે મેળવી ને જ રહીશ.

બીજા દિવસે કાળી ચૌદસે નરકથી ભયભીત થનારા મનુષ્યોએ ચંદ્રોદયના સમયે સ્નાન કરવાની માન્યતા હોવાથી અનિલ શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને વહેલી સવારે તેલ માલિશ કરી સ્નાન કરે છે અને રૂપ નિખારે છે. દિવસભરની પુજન વિધી પુર્ણ કરીને અનિલ કાળી ચૌદસની રાત્રીએ રીપલના ઘર સામે ઉભો રહી જાય છે અને છુપાઇને ફટાકડા ફોડતી રીપલને જોયા કરે છે. અનિલ રીપલને અનહદ પ્રેમ કરવા લાગે છે અને તપાસ કરતા અનિલને જાણવા મળે છે કે રીપલને અનેક યુવકો પ્રેમ કરે છે અને જે વ્યક્તિ રીપલ પાસે જઇને પ્રેમનો એકરાર કરે છે તેને પ્રેમ તો દુરની વાત છે પણ માર ખાવાનો વારો આવે છે.

image source

આ બધુ જાણ્યા પછી અનિલ મક્કમતાથી રીપલને પોતાની અર્ધાગીની બનાવવાનો નિશ્ચય કરે છે અને પ્રેમ માટે જો માર ખાવો પડે તો તે માટે પણ માનસીક રીતે તૈયાર થઇ જાય છે. કાળી ચૌદશની ઘનઘોર રાત્રીએ રીપલને પોતાના તરફ એક નજર ફેરવે તે માટે અનિલ રીપલના ઘરની સામે જ રસ્તા પર ટ્રાફીક રોકીને ફટાકડા ફોડવાનું શરૂ કરી છે જેના કારણે રસ્તા પર ગાડીઓની લાઇન લાગી જાય છે અને બધા એક સાથે હોર્ન વગાડવા લાગે છે. જેથી રીપલની નજર પણ રસ્તા પર ટ્રાફીક રોકીને ઉભેલા અનિલ પર પડે છે.

image source

રીપલની પોતાના પર નજર પડતાની સાથે જ રસ્તા પરથી અનિલ દુર જતો રહે છે અને થોડીવારમાં ટ્રાફીક હળવો થઇ જાય છે. આજે રીપલ અનિલને જોઇને ગુસ્સે નથી થતી પણ મનમાં ગંભીરતાથી વિચારે છે કે બધા પ્રેમીઓ માર ખાવાની બીકથી મને છુપાઇને પ્રેમ કરે છે અને અનિલ કોઇ જાતનો ડર રાખ્યા વગર મારા ઘર સુધી પહોચી ગયો છે. નક્કી આ યુવકમાં મારા પ્રત્યે સાચો પ્રેમ લાગે છે બાકી મારી બીક તો સૌને લાગે જ. આવુ વિચારીને રીપલ પાછી પોતાની મસ્તીમાં મસ્ત બની જાય છે અને અનિલ પણ પોતાના પર રીપલની નજર પડવાના લીધે ખુશ થઇ જાય છે અને ઘરે જઇને રીપલને યાદ કરતા કરતા ઉંઘી જાય છે.

image source

દિવાળીના દિવસે મહાલક્ષ્મીજી, કુબેરજીની પુજાનું વિષેશ મહત્વ હોવાથી અનિલ શુભ મુર્હુતમાં લક્ષ્મીજીનો ફોટો, સિક્કો અથવા શ્રીયંત્ર, ધાણી, પતાશા, દીપક, પુતલી, શેરડી, કમળનું ફૂલ, મોસમી ફળ વગેરે પૂજનની સામગ્રી ખરીદવામાં બજારમાં જાય છે ત્યારે રીપલ પણ ખરીદી કરવા માટે બજારમાં આવેલી હોય છે. રીપલ અનિલને ખરીદી કરતો જુએ છે પણ અનિલની રીપલ બજારમાં છે તેવી કોઇ ખબર નથી. અચાનક બજારમાં ફટાકડાની દુકાનમાં આંગ લાગે છે અને ચારેબાજુ ભાગદૌડ મચી જાય છે.

એક મહિલા પોતાના બાળકને શોધતા શોધતા ચોધર આંસુએ રડી રહી છે ત્યારે અનિલ તેમની પાસે જઇને રડવાનું કારણ પુછે છે. અનિલ એક ક્ષણનો પણ વિલંબ કે વિચાર કર્યા વગર સળગતી ફટાકડીની દુકાનમાં ફાયરની ટીમ સાથે જાય છે અને બાળકનો જીવ બચાવે છે. આ ઘટના જોઇને રીપલ પણ ખુશ થઇ જાય છે અને અનિલથી પ્રભાવીત થાય છે. અનિલ સીધો ઘરે આવે છે અને ઘરમાં લક્ષ્મીજીને નૈવેધ હેતુ પકવાન બનાવવામાં આવે છે. શુભ મુર્હુતે લક્ષ્મીજીના વૈદિક પૌરાણિક મંત્રોથી પૂજા કરવામાં આવે છે.

image source

અનિલ રાત્રીના સમયે રીપલના ઘર પાસે જઇને રસ્તા પર ફટાકડા ફોડે છે ત્યારે રીપલ પહેલી વખત અનિલ સામે જોઇને મલકાય છે. રીપલનું સ્મીત સીધુ અનિલના દિલમાં ઉતરી જાય છે અને તે વિશ્વાસ નથી કરી શકતો કે સાચે જ રીપલ પોતાના સામે જોઇને હસી છે. પછી તો બસ અનિલ અન રીપલ એકબીજાની સામે જોયા કરે છે અને એક પણ શબ્દ બોલ્યા વગર આંખોના ઇશારા, ચહેરાના હાવભાવથી સંવાદ શરૂ થાય છે. મોડી રાત્રી સુધી નિઃશબ્દ સંવાદ ચાલ્યા પછી બન્ને છુટા પડે છે પરંતુ આજે રાત્રે રીપલને ઉંઘ નથી આવતી અને તે અનિલના વિચારોમાં ખોવાય જાય છે.

તો આ બાજુ સવાર સુધી રાહ જોયા વગર અનિલ રીપલને ફોન કરીને પ્રેમનો એકરાર કરવાનું વિચારી રહ્યો છે અને રીપલને ફોન કરવા માટે નંબર ડાયલ કરી રહ્યો હોય છે ત્યાં આશ્ચર્યની વચ્ચે રીપલનો સામેથી ફોન આવે છે અને કહે છે કે તારી જેમ મને પણ ઉંઘ નથી આવતી, સવારે મળીશુ. આટલુ કહીને રીપલ ફોન મુકી દે છે પણ આ શબ્દો સાંભળતા જ અનિલ હરખાઇ જાય છે અને ઘરની બહાર નિકળીને અડધી રાત્રે પોતાની પાસે રહેતા તમામ ફટાકડાઓ ફોડી નાખે છે. નુતન વર્ષમાં વહેલી સવારમાં જ અનિલ તૈયાર થઇ જાય છે અને રીપલના ઘરની સામે ઉભો રહી જાય છે.

image source

અનિલને સામે ઉંભેલો જોઇને રીપલ ઇશારો કરીને દુર જવાનુ કહે છે અને પોતે ઘરની બહાર આવે છે. નુતન વર્ષમાં અનિલ અને રીપલની મુલાકાત થાય છે અને બન્ને એક સાથે પ્રેમનો એકરાર કરે છે. બન્ને પ્રેમીઓ થોડો સમય પ્રેમથી વાતો કરીને એકબીજાને નૂતન વર્ષાભિનંદન કહીને ઘર તરફ પ્રયાણ કરે છે.

લેખકઃ- નીલકંઠ વાસુકિયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ