પરિવાર સાથે એ વતન જવા નીકળ્યો હતો પણ અચાનક તેને રસ્તામાં… લાગણીસભર વાર્તા…

ઑફિસે જતા મેં એક શ્રમિકને જોયો. તેના ખભા ઉપર બાળક બેઠેલું અને બીજા હાથ મા બાળક તેડેલું અને પાછળ ઘરવાળીને માથે પોટલું. તેઓ ચાલતા ચાલતા જતા હતા. નજીક થી પસાર થયો તો ખબર પડી આતો ધ્રુવજી, અમારે ઘરે કામ કરતો હતો.

image source

બાજુ માં કાર ઉભી રાખી, હું નીચે ઉતાર્યો. મેં કીધુ.. એ ધ્રુવજી….ક્યાં જાય છે…? ધ્રુવજી…ઉભો રહ્યો..બોલ્યો. વતન… મેં કીધું કેમ ? અહીં નથી રહેવું… ધ્રુવજી બોલ્યો….જાન હૈ તો જહાંન હૈ…. મેં કીધું એવું કોણે કીધું ? ધ્રુવજી કહે મોટા સાહેબે… મેં કીધુ રોકાઈ જા, લોકડાઉન ખુલે જ છે…. ધ્રુવજી કહે. એવું કોણે કીધુ ? મેં કીધું નાના સાહેબે …

રૂમાલ મોઢા ઉપર થી કાઢી હસવા લાગ્યો. બોલ્યો, સાહેબ ગરીબ માણસની આવી પરિસ્થિતિમાં પણ મજાક કરો છો.. મેં કીધું, અરે ધ્રુવજી હું તારી મજાક કદી ઉડાવું. જો હું પણ ઑફિસે જાઉ છું. 33% સ્ટાફ ને મંજૂરી આપી છે તેમાં મારૂ નામ આવી ગયું. અમારા ફ્લેટ માં કામ કરવા આવ 33% ને ત્યાં કામ કરજે.. કોરોના સામે લડતા શીખવાનું છે..સમજ્યો ?

image source

ધ્રુવજી કહે એવું કોણે કીધુ…? મેં કીધું મોટા સાહેબે. ધ્રુવજી કહે, અમારી રહેવા ખાવા ની વ્યવસ્થા કોણ કરશે ? મી કીધુ, અત્યારે તું ક્યાં રહેતો હતો ? ઓરડી મા, ભાડે લીધેલી, ધ્રુવજી બોલ્યો.. મેં કીધું, તો ત્યાં જ રહેવાનું. સાહેબ ઓરડી નું ભાડું કોણ આપશે ? ધ્રુવજી બોલ્યો.. મેં કીધું, બે મહિના ભાડું કોઈ માંગશે નહીં, તેવું કીધુ છે સાહેબે.

ધ્રુવજી કહે બે મહિના તો થઈ ગયા. ઓરડી ના માલિકે ભાડું માફ નથી કર્યું. મારી સાયકલ અને મોબાઈલ રાખી લીધા છે. કહે ભાડું ચૂકવી છોડાવી લેજે.. બે મહિનાથી કામ નથી. સાહેબ લોકડાઉન આ “પાપી પેટે “જાહેર નથી કર્યું.. આ પાપી પેટ તો બે સમય ખાવાનું રોજ માંગે છે. કેટલા દિવસ પાણી પીવરાવી પેટ ને સમજાવું.

image source

મેં કીધું, એવું કેમ ચાલે, સરકારે કીધુ છે, ઘર નું ભાડું કોઈએ પણ ન લેવું ? ધ્રુવજી બોલ્યો, સાહેબ સરકાર ટ્રેન અને બસ ના ભાડા માફ નથી કરતી તો મકાન મલિક ને આપણે કેવી રીતે એવું કહેવાય ? ધ્રુવજી આંખ માં પાણી સાથે બોલ્યો. જવા દયો સાહેબ, દેશ આમ જ ચાલશે. અમારી જિંદગીની સફર મંજિલ વગર ની હોય છે સાહેબ. કોઈ વખત તો થાકી જવાય છે, પણ છૂટકો નથી

મેં કીધું ધ્રુવજી, આ તારો બે મહિનાનો બાકી નીકળતો પગાર, Rs.3000/- બીજા 2000 રૂપિયા. તે પગાર વધારો Rs.250 માંગ્યો હતો..એ મેં તને આપ્યો ન હતો..ટોટલ Rs.5000 અને બીજા Rs.5000 એડવાન્સ પગાર.. ટોટલ 10000 રૂપિયા… ધ્રુવજી મારી સામે જોવા લાગ્યો. સામાન નીચે મૂકી મને પગે લાગ્યો. સાહેબ, મારી તકલીફ વખતે તમે મને મદદ કરી છે. ભગવાન તમારી રક્ષા કરે. તમારૂ પાકીટ સદા ભરેલું રાખે, કહી મને અચાનક ભેટ્યો. સ્થિતિ એવી હતી કે અમે એક બીજા સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલી ગયા હતા…

image source

ધ્રુવજી હાથ જોડી બોલ્યો..સાહેબ કોરોના થી ધ્યાન રાખજો… મેં કીધું..તું પણ ધ્યાન રાખજે..પાછો આવ ત્યારે મળજે તારી સાયકલ છોડાવવા ની જવાબદારી મારી…અને ઓરડી નું એડવાન્સ ભાડું પણ આવ ત્યારે લઇ જજે… તેના પરિવાર ના મોઢા ઉપર અચાનક ખુશી આવી ગઈ.. એ પાછું વળી વળી મને આવજો કરતો રહ્યો..અને હું તેને ભીની આંખે જોતો રહ્યો….

વાસ્તવમાં આ રૂપિયા દર મહિને ધાર્મિક પ્રવૃત્તિ માટે પગાર માંથી હું અલગ રાખતો હતો. સવારે પૂજા ના રૂમ ની અંદર રૂપિયા ની નોટો ગણી તો Rs.10000 થતા હતા.. મેં વિચાર્યું કે રસ્તા માં આવતા મંદિર માં મૂકી દઈશ પણ ત્યાં રસ્તા મા ધ્રુવજીને જોઈ મને થયું મંદિર કરતા ધ્રુવજી ને વધારે જરૂર છે. ભગવાન તો ભાવ નો ભૂખ્યો છે. તેને રૂપિયા ની ક્યાં જરૂર છે.

image source

હું કાર માં બેઠો ત્યાં મોબાઈલ માં મેસેજ આવ્યો… Your A/C has been credited for salary..Rs……….. મેં આકાશ તરફ નજર કરી કીધુ. લોક ડાઉન ને કારણે મેં પગાર ની અપેક્ષા કંપની પાસે રાખી ન હતી. પણ આ અચાનક તારી મહેરબાની તું એક હાથે અપાવે છે તો બીજા હાથે આપી દે છે. એ ચોક્કસ છે.

જય મુરલીધર

મિત્રો..

તમારી આજુબાજુ જરૂરિયાત મંદ વ્યક્તિઓ દેખાતી હોય તો પ્રત્યક્ષ દાન ધર્માદો કરો. તેમાં જે આનંદ મળશે..તે ટ્રસ્ટ કે PM ફંડમાં લખાવે નહિ મળે…

તિરુપતિ બાલાજી જેવું મંદિર એમ.કહે બે મહિના થી અમે ખોટ માં ચાલીયે છીયે…જેની મહીને 300 કરોડ ની ફક્ત વ્યાજ ની આવક છે..
અને 12000 કરોડ ની ડિપોઝીટ છે મદદ કરવી હોય તો તમારી આજુબાજુ નજર કરો.. જે તમારી મદદ ની રાહ જોઈ બેઠા છે યાદ રાખો પ્રત્યક્ષ આપવામાં જે આનંદ મળે છે તે પરોક્ષ આપવા મા નથી આવતો

લેખક : પાર્થિવ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ