ખરતા વાળથી તમે કંટાળી ગયા છો? તો કરાવો આ ટ્રિટમેન્ટ, મળશે જોરદાર રિઝલ્ટ..

ખરતાં વાળની સમસ્યાને કાયમ માટે કરવી હોય દૂર તો કરાવો આ ટ્રીટમેન્ટ, જાણો વિગતો

image source

મહિલાઓ અને પુરુષોમાં ખરતાં વાળની સમસ્યા સામાન્ય થઈ ચુકી છે. ખરતાં વાળની સમસ્યાના કારણો એક કરતાં વધારે છે. વાળની સંભાળનો અભાવ, તાણ અને આનુવાંશિક કારણોસર પણ વાળ ખરવા લાગે છે. આમ તો હેરફોલને સામાન્ય ગણી અવગણવામાં આવે છે. પરંતુ જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો તેના કારણે માથામાં ટાલ પડી જાય છે.

image source

ખરતાં વાળ અટકાવવા માટે કેટલાક લોકો ઘરગથ્થુ ઉપચાર કરે છે તો કેટલાક ડોક્ટરની સલાહ લઈ દવા કરે છે. પરંતુ વર્તમાન સમયમાં હેરફોલને અટકાવવા માટે પીઆરપી ટ્રીટમેન્ટ સૌથી પ્રભાવી સારવાર છે.

ખાસ વાત એ છે કે આ ટ્રીટમેન્ટ નોન સર્જિકલ પ્રોસેસ છે અને તેની કોઈ આડઅસર થતી નથી.

પીઆરપી ટ્રીટમેન્ટ એટલે પ્લેટલેટ્સ રિચ પ્લાઝ્મા ટ્રીટમેન્ટ. તેના માટે જે વ્યક્તિને સારવાર કરવાની હોય છે તેના બ્લડનો ઉપયોગ સારવારમાં કરવામાં આવે છે.

શું છે પીઆરપી થેરાપી?

image source

પીઆરપી થેરાપી એટલે કે પ્લેટલેટ્સ રિચ પ્લાઝ્મા.

આ થેરાપીમાં જે વ્યક્તિને ખરતાં વાળની તકલીફ હોય તેના બ્લડનો ઉપયોગ કરી સારવાર કરવામાં આવે છે. બ્લડના પ્લેટલેટ્સને અલગ કરી તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લેટલેટ્સમાં ગ્રોથ ફેક્ટરનું પ્રમાણ વધારે હોય છે અને તે ટિશ્યૂ બનાવવા અને રિપેર કરવા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

image source

આ ટ્રીટમેન્ટ માટે પહેલા થોડું બ્લડ લઈ તેમાંથી પ્લેટલેટ્સ અલગ કરી તેમાં એક્ટિવેટર ઉમેરવામાં આવે છે. જેમાં પ્લેટલેટ્સ એક્ટિવેટ થઈ જાય છે. હવે આ પ્લેટલેટ્સનો ઉપયોગ જ્યાં હેર લોસ હોય ત્યાં કરવામાં આવે છે.

આ રીતે થાય છે પ્રોસેસ

image source

આ ટ્રીટમેંટમાં જે જગ્યાએ પ્લેટલેટ્સ લગાવી અને વાળને ખરતાં અટકાવવાના હોય છે ત્યાં એનેસ્થેસિયા આપી સુન્ન કરવામાં આવે છે. ત્યારપછી વિશેષ માઈક્રો સોઈની મદદથી પીઆરપીને માથાના તે ભાગમાં તેને ઈંજેક્ટ કરવામાં આવે છે.

પીઆરપીને પ્રભાવિત ક્ષેત્ર પર ડર્મારોલર દ્વારા પણ ઈન્ફ્યૂઝ કરવામાં આવે છે. તેનો ઉપયોગ કર્યા પહેલા ત્વચાને સુન્ન કરતી ક્રીમ લગાડવામાં આવે છે. આ પ્રક્રિયા અનેક સિટિંગ્સ બાદ પૂર્ણ થાય છે. એટલે કે તેની સારવાર લાંબા સમય સુધી ચાલે છે.

આ ટ્રીટમેન્ટ હેર ફોલ અટકાવે છે અને સાથે જ ગ્રોથ પણ વધારે છે. સોઈ લાગવી અને બ્લડ લેવાના નામથી આ ટ્રીટમેન્ટ દર્દનાક જણાય છે પરંતુ આ ટ્રીટમેન્ટમાં કોઈપણ પ્રકારનો દુખાવો થતો નથી. આ પ્રોસેસ કર્યા બાદ ત્વચા પર નિશાન પણ પડતા નથી અને કોઈપણ પ્રકારની દવા ખાવી પણ પડતી નથી.

image source

આ ટ્રીટમેન્ટની અસર 2 વર્ષ સુધી રહે છે. આ ટ્રીટમેન્ટ બાદ વાળ કુદરતી રીતે જ વધે છે. વાળ સ્વસ્થ્ય અને ઘટ્ટ થાય છે અને ખરતાં વાળ અટકે છે. આ ટ્રીટમેન્ટથી થતા લાભ નીચે દર્શાવ્યાનુસાર છે.

image source

– આ ટ્રીટમેન્ટ સરળ અને નોન સર્જિકલ છે.

– ટ્રીટમેન્ટમાં દોઢ કલાકનો જ સમય લાગે છે.

– પરિણામ સુરક્ષિત અને આડઅસર વિનાનું હોય છે.

– ટ્રીટમેન્ટ બાદ નોર્મલ લાઈફ તુરંત શરૂ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ