જાણો કેવા પ્રકારની મહિલાઓને ‘અલક્ષ્મી’ના સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે

જાણીશું કેવા પ્રકારની મહિલાઓને ‘અલક્ષ્મી’ના સ્વરૂપ તરીકે જાણવામાં આવે છે.

આપણા ભારતીય સમાજમાં મહિલાઓને લક્ષ્મીનું રૂપ કહેવામાં આવે છે. મહિલાઓથી જ ઘર, ઘર બને છે. સવારના સમયે વહેલા ઉઠીને નાહી- ધોઈને તૈયાર થઈ જાય છે, અને ત્યાર બાદ ભગવાનની પૂજા- પાઠ કરે છે. આ સાથે જ ઘરમાં રહેતા તમામ સભ્યોનું ધ્યાન રાખે છે. આવી મહિલાઓને આપણે લક્ષ્મી કહીએ છીએ. પરંતુ સમાજમાં કેટલીક એવી મહિલાઓ પણ છે જેમનો સ્વભાવ એનાથી વિપરીત સ્વભાવ ધરાવતી હોય છે, જે મહિલાઓમાં ઘણા બધા અશુભ લક્ષણ હોય છે તેવી મહિલાઓને અલક્ષ્મી કહેવામાં આવે છે.

image source

ચાલો જાણીએ કે, એવા કેવા લક્ષણો હોય છે જેના લીધે કોઈ મહિલાને અલક્ષ્મી કહી શકાય છે.

-અવ્યવસ્થિત રહેતી:

જે મહિલા પોતે જ વ્યવસ્થિત રીતે રહેતી હોય નહી અને મેલા અને ખરાબ વસ્ત્રો પહેરતી હોય. મહિલાઓએ હંમેશા સ્વચ્છ રહેવું જોઈએ અને જે પણ મહિલાઓ પોતાને સ્વચ્છ નથી રાખી શકતી તેવી મહિલાઓને અલક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.

image source

-પાપ કર્મમાં મગ્ન:

જે મહિલાઓ પુણ્ય કર્મ કરવાને બદલે પાપ કર્મ કે પછી ખરાબ કાર્યોમાં મગ્ન રહેતી હોય આવી મહિલાને અલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલું જ નહી, જે મહિલાઓ પોતાના પતિ સિવાય પારકા પુરુષો વિષે વિચારતી રહેતી હોય તેવી મહિલાઓને પણ અલક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.

image source

-ક્રોધી અને કપટી:

જે મહિલા કોઈપણ વ્યક્તિની સાથે વાત કરતા સમયે નાની નાની વાતોમાં ગુસ્સો કરવા લાગે છે આવી મહિલાઓ સાથે કોઇપણ વ્યક્તિ વાત કરવાની ઈચ્છા રાખતા નથી. તેમજ આવી મહિલાઓ કોઈ પ્રસંગમાં પણ મોટાભાગે એકલી જ જોવા મળે છે. જે મહિલાઓ બીજા વ્યક્તિઓ સાથે છલ- કપટ કરતી રહે છે તેમજ ખોટું બોલ્યા કરે છે, એવી મહિલાઓ જે બોલે છે કઈક બીજું અને કરે છે કઈક બીજું આવી મહિલાઓથી દરેક વ્યક્તિ દુર રહેવાનું જ પસંદ કરે છે. આ સાથે જ શાસ્ત્રમાં આવી મહિલાઓને અલક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.

image source

-સજાવટ નથી કરતી અને નથી હોતા સારા વિચાર:

જે મહિલાઓ લગ્ન કરી લીધા પછી પોતે જે ઘરમાં રહે છે તે ઘરની સજાવટ કરવાને બદલે ફક્ત આરામ કરવાનું જ વિચારે છે અને એવી મહિલાઓ જેમના વિચારોમાં હંમેશા નકારાત્મકતા જોવા મળે છે તેમજ એવી મહિલાઓ જેઓ ક્યારેય કોઈ વ્યક્તિ વિષે સારા વિચારો નથી ધરાવતી તેવી મહિલાઓને અલક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.

image source

-સંતાનને સ્નેહ નહી આપતી:

સમાજમાં ઘણી મહિલાઓ એવી હોય છે જેઓ પોતાના સંતાનને પ્રેમ આપવાની સાથે જ અન્ય બાળકોને પણ પ્રેમ આપે છે ત્યાં જ સમાજમાં એવી મહિલાઓ પણ હોય છે જેઓ અન્ય બાળકોની સાથે પ્રેમપૂર્વક વર્તન નથી કરતી પરંતુ પોતાના બાળકોને પણ પ્રેમ આપતી હોતી નથી આવી મહિલાઓ અલક્ષ્મીનું રૂપ હોય છે.

image source

-ફક્ત પોતાનું જ વિચારે:

એવી મહિલાઓ અલક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે જેઓ હંમેશા પોતાના વિષે જ વિચારે છે ગમે તેવી સ્થિતિમાં પણ આવી મહિલાઓ અન્ય કોઈ વ્યક્તિ વિષે વિચારતી નથી તેવી મહિલાઓને અલક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.

-ઝઘડા કરાવનાર અને અહીની વાત ત્યાં કરનાર:

image source

એવી મહિલા ક્યારેય લક્ષ્મીનું રૂપ માનવામાં નથી આવતી જેઓ હંમેશા બીજા ઘરોમાં ઝઘડા કરાવવાની તક શોધતી રહે છે ઉપરાંત એવી મહિલાઓ જેઓ કોઈની અંગત વાત જે બીજાને ના કહેવાની હોય તે બીજા બધાને જણાવી દેતી હોય છે તેવી મહિલાઓ અલક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ