ગોધરા પાસે કુશા કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, આસપાસના 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરમાં સમાચાર મળ્યા છે કે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીકમાં આવેલા નાદરખા ગામમાં કુશા કેમિકલ નામની કંપની આવેલી છે જ્યાં ભીષણ આગ લાગી છે, અને તેના કારણે આસપાસના વિસ્તારમાં દોડાદોડી મચી ગઈ છે. આ આગ એટલી ભયંકર છે કે તેના ધૂમાડા 20 કિ.મી. દૂરથી જોઈ શકાય છે. અને આગના કારણે વધારે જાનહાની ન થાય તે માટે આસપાસના 2 કિ.મીના વિસ્તારના 3 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામા આવ્યું છે.

કંપનીની કેમિકલની ટાંકીમા આગ લાગી

image source

આ કંપનીમાં આવેલી 4 ટનની કેમિકલની ટાંકીમાં આ આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગને ઠારવા માટે હાલોલ, શહેરા, ગોધરા, વડોદરા તેમજ હાલોલના ફાયબ્રિગેડની 15 કરતાં પણ વધારે ગાડીઓ આગના સ્થળે પહોંચી ગઈ છે. અને સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પણ તેમ છતાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી અને અગ્નિશામક દળ દ્વારા ફર્મ પણ મંગાવવામાં આવ્યું છે.

જિલ્લાના કલેક્ટર તેમજ એસપી પણ આગના સ્થળે પહોંચ્યા હતા

image soucre

ઘટનાની જાણ આખાએ વિસ્તારમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી અને તરત જ પંચમહાલ જિલ્લાના કલેક્ટર તેમજ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસનો કાફલો સ્થળ પર હાજર થઈ ગયો હતો. જો કે એટલી રાહત છે કે આ આગની ઘટનામા હજુ સુધી કોઈ જાનહાની થઈ હોવાનું જણાયું નથી પણ બીજી બાજુ આગ લાગવાનું કારણ પણ હજી જાણી શકાયું નથી.

આ પહેલા વડોદરા ખાતે લગ્ન પ્રસંગમાં ગેસની બોટલ પણ ફાટી હતી

image soucre

તમને ઉપર જણાવ્યું તેમ છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાઓ વધી ગઈ છે. થોડા સમય પહેલા વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં એક લગ્ન ચાલી રહ્યા હતા અને તે દરમિયાન ગેસનો સિલિન્ડર ફાટ્યો હતો જેના કારણે મંડપમાં આગ લાગી ગઈ હતી અને લગ્નમાં હાજર લોકોમાં દોડાદોડી મચી ગઈ હતી. પણ તરત જ ફાયરબ્રિગેડ હાજર થઈ ગઈ હોવાથી આગ પર થોડા જ સમયમાં કાબૂ મેળવી લેવાયો હતો. પણ સારી વાત એ હતી કે આ ઘટનામાં કોઈની પણ જાનહાની નહોતી થઈ.

image soucre

બીજી બાજુ સ્થાનિક લોકોએ પણ તરત જ આ આગને ઠારવા માટેના પ્રયાસ શરૂ કરી દીધા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ગેસનો બાટલો જાનૈયાઓના જમણવાર માટે તૈયાર કરવામાં આવેલા રસોડામા લાગી હતી. અને તેના કારણે નજીકમાં જ બાંધવામાં આવેલા લગ્નના મંડપમાં પણ આગ લાગી ગઈ હતી. માટે લગ્નના મંડપમાં હાજર લોકોમાં દોડાદોડી મચી ગઈ હતી. મંડપનો કેટલોક ભાગ બળીને ખાખ થઈ ગયો હતો પણ બીજું કોઈ નુકસાન નહોતું થયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ