અમદાવાદમાં PM: ક્રિમ કલરનો ઝભ્ભો અને ખાદીના ખેસમાં PM મોદીની આ તસવીરો પરથી નહિં હટે તમારી નજર

છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં તડામાર તૈયારી શરૂ હતી. કારણ કે પીએમ મોદી આવવાના હતા. ત્યારે આખરે આજે એ દિવસ આવી ગયો હતો અને એ જ અરસામાં ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી શરૂ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે સવારે 10.30 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ત્યાર બાદ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. આ બધા વચ્ચે જો તેમના કપડાં વિશે વાત કરીએ તો તેમણે આ દરમિયાન ક્રિમ કલરનો ઝભ્ભો અને ખાદીના ખેસમાં જોવા મળ્યા હતા

image source

પીએમ મોદીની વાત કરીએ તો ત્યાં પહોંચ્યા બાદ તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હોવાની પણ વાત છે. તેમજ પીએમ મોદીએ માસ્ક ઉતાર્યું હતું. પીએમ મોદી 7 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા બાદ તેમણે પ્રદર્શન નિહાળ્યું હતું.

image source

જો તેમના પછીના કાર્યક્રમ વિશે વાત કરીએ તો કહેવામાં આવી રહ્યું હતું કે પીએમ બપોરે 12.15 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. બે કલાકના રોકાણ બાદ તેઓ ફરીથી દિલ્હી રવાના થશે. આ સાથે જ પીએમ મોદી સાથે મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને સી.આર.પાટીલ પણ આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને બધી વસ્તુમા ભાગ લઈ રહ્યા છે.

image source

જો કે આ બધા મુદ્દે વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને એના પર બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે કહ્યું હતું કે વિપક્ષ વિશે હાલ મારે કઈ કહેવું નથી. વિરોધ કરવાનો આ મુદ્દો નથી. દેશને આઝાદ કરાવવામાં ફાળો આપનારા મહાપુરુષોના સન્માનના કાર્યક્રમમાં આવ્યાં છીએ. યુવા પેઢીએ ચોક્કસ મહાત્મા ગાંધીના જીવનચર્યા અંગે શીખવાની આવશક્યતા છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ અનુપમ ખેરે મોદીના ભરપેટ વખાણ કર્યા હતા અને વિપક્ષને નિશાને લીધી હતી.

image source

જો સારી વાત કરીએ તો માત્ર ગુજરાત પુરતો આ કાર્યક્રમ સિમિત નથી. આખા ભારતમાંથી લોકો અલગ અલગ રીતે ભાગ લેવા આવ્યા છે અને ગાંધીજીને યાદ કરી રહ્યા છે. જો વાત કરીએ તો દાંડીયાત્રામાં જોડાનાર મધ્યપ્રદેશના આશરે 30થી વધુ પદયાત્રીઓ અભયઘાટ પહોંચી ગયા છે. પીએમના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા તમિલનાડુથી એક ગ્રૂપ આવ્યું છે.

image source

અભયઘાટ ખાતે અમદાવાદ શહેર અને જિલ્લા અને તાલુકામાંથી સભામાં ભાગ લેવા લોકો પહોંચી રહ્યા છે. એ સિવાય વાત કરીએ તો મોદીની મુલાકાતને લઈ વહેલી સવારથી જ સુભાષબ્રિજથી ગાંધી આશ્રમનો રોડ અને વાડજથી સુભાષબ્રિજ સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર રોડ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કાર્યક્રમના ભાગ રૂપે કહેવામાં આવી રહ્યું છે કે, દાંડીયાત્રાના 91 વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડીપુલ પર ખુદ નરેન્દ્ર મોદી ચાલતા જશે. એ માટે SPG અને ગુજરાત પોલીસની ટીમે મોદીની વિઝિટનાં સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેઓ પહેલા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે, ત્યાર બાદ હૃદયકુંજ જશે અને ત્યાંથી તેઓ ચાલતા દાંડીબ્રિજ તરફ જશે.

image source

જો પીએમ મોદીની સુરક્ષા વિશે વધારે વાત કરીએ તો એરપોર્ટ અને ગાંધીઆશ્રમના રસ્તાઓને કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ જ ખામી ન રહે તે માટે પોલીસે આ રૂટ પર રિહર્સલ પણ કર્યું હતું અને તેમાં આવતી ખામીઓ દુર કરી વધારે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!