ગુજરાત, ગાંધીજી અને દાંડીયાત્રા…આ ઐતિહાસીક ઘટના વિશે તમારે એક ગુજરાતી તરીકે અચુક જાણવું જ જોઇએ

પીએમ મોદી હાલમાં અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આવી પહ્યોચ્યા છે. જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવમાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા રહ્યા છે ત્યારે આ ખાસ અવસર પર અનેક આયોજન સરકાર કરી રહી છે. આજે દેશભરમાં અમૃત મહોત્સવ શરૂ થયો છે. થોડીવારમાં પીએમ મોદીગાંધી આશ્રમ ખાતેથી અમૃત મહોત્સવમાં આજે દાંડી માર્ચને લીલી ઝંડી બતાવશે.

તમને જણાવી દઈએ કે ગાંધી આશ્રમથી દાંડી માર્ચની શરૂઆત કરવામાં આવશે. દાંડી પૂલથી આ પ્રતીકાત્મક યાત્રા શરૂ કરવામાં આવશે જેમાં ગુજરાત રાજ્યમા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જાડાશે. તો આજે અમે તમને જણાવીશું આઝાદી પહેલા ગાંધીજીએ યોજેલી તે દાંડી યાત્રા શું હતું અને તેમા કેટલા લોકો જાડાયા હતા અને તે ક્યાં કારણોસર કરવામં આવી હતી.

image source

તમને જણાવી દઈએ કે, દાંડી સત્યાગ્રહ કે દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. 12 માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન 24 દિવસ સુધી ચાલેલી આ ચળવળમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા આકરા કરના વિરોધમાં અહિંસક લડત દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું.

નોંધનિય છે કે મહાત્મા ગાંધીએ પોતાના 79 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી હતી. 24 દિવસ સુધી પ્રતિદિવસ 10 માઇલ અંતર કાપતી આ કૂચ અમદાવાદના સાબરમતી આશ્રમથી શરી કરવામાં આવી હતી અને નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી.

image source

નોંધનિય છે કે, આ દરમિયાન રસ્તામાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાયા હતા. 6 એપ્રિલના રોજ સવારે 6:30 વાગ્યે મહાત્માં ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા હતા. તમને જણાવી દઈએ કે દાંડીમાં સવિનય કાનૂનભંગ બાદ ગાંધીજી દક્ષિણના દરિયાકિનારા તરફ આગળ વધ્યા હતા અને મીઠાનો કાયદો તોડવાની સાથે સાથે રસ્તામાં સભાઓને પણ સંબોધિત કરીને આઝાદીની લડતને વધુ મજબૂત કરી રહ્યા હતા.

image source

કોંગ્રેસ પક્ષે દાંડીની દક્ષિણે 25 માઇલ દૂર આવેલા ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી પરંતુ યોજના સફળ થાય તે પહેલાં જ 4 મેની મધ્યરાત્રિએ મહાત્માં ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી.

image source

તમને જણાવી દઈએ કે, દાંડીકૂચ અને પ્રસ્તાવિત ધરાસણા સત્યાગ્રહે સમાચાર માધ્યમો દ્વારા ભારતની આઝાદીની લડત તરફ દુનિયાભરના લોકોનું ધ્યાન ખેચ્યું હતું. મીઠાના કાયદા વિરુદ્ધનો આ અહિંસક વિરોધ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો હતો અને મહાત્મા ગાંધીની જેલ મુક્તિ બાદ વાઇસરોય ઇરવીન સાથેની બીજી ગોળમેજી પરિષદ સાથે સમાપ્ત થયો હતો. નોંધનિય છે કે, મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ 60,000 જેટલાં ભારતીયોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જોકે, આ સત્યાગ્રહ અંગ્રેજો તરફથી મોટી કર માફી અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો.

image source

છતા પણ મીઠાના આ સત્યાગ્રહને કારણે દેશમાં સ્વતંત્રતા સંગ્રામમાં એક નવો સંચાર થયો હતો જેથી 12 માર્ચ 1930ના દિવસને આઝાદીની ચળવળની દિશા બદલી નાખનાર ઐતિહાસિક દિવસ માનવામાં આવે છે. ગાંધીજીની દાંડી યાત્રાથી આખી અંગ્રેજ સલ્તનત હચમચી ગઈ હતી. દાંડી યાત્રા દરમિયાન મહાત્મા ગાંધી કરાડી ગામે ઘાસ અને ખજૂરીનાં પાંદડાંની સાવ સાદી ઝૂંપડીમાં 22 દિવસ રોકાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!