“રાજ્યના ગ્રીન ઝોનમાં રાજ્ય પરિવહનની બસોને 30 મુસાફરો સાથે ચલાવવાની આપવામાં આવી છૂટ,જાણો બીજા બે ઝોન વિશે”

જાણો લોકડાઉન – 3ના રાજ્યસરકારના નિયમો વિષે, રાજ્યના ગ્રીન ઝોનમાં રાજ્ય પરિવહનની બસોને 30 મુસાફરો સાથે ચલાવવાની આપવામાં આવી છૂટ, ઓરેન્જ-ગ્રીન ઝોનમાં હેર સલૂન અને ટી-સ્ટોલને મળી મંજૂરી – રેડ ઝોનમાં નહીં મળે કોઈ વધારાની છૂટછાટ

image source

વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે આજે બે મહિના બાદ પણ વિશ્વની સ્થિતિમાં કોઈ જ સુધારો થઈ શક્યો નથી. ભારતની સ્થિતિ પણ તેવી જ છે. અને ગુજરાતમાં તો દીવસેને દીવસે સેંકડોની સંખ્યામાં કેસ વધી રહ્યા છે. તેવા સંજોગોમાં કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે અને આમ 3જી મે સુધીના લોકડાઉનને લંબાવીને 17મે સુધી ખેંચવામાં આવ્યું છે.

image source

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. અને તે પ્રમાણે તે તે વિસ્તારોને કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતા હેઠળ લોકડાઉનને લંબાવવા અને તેના કડક પાલન અંગે કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેની વિગતો મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપી છે, તે પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે જેમાં, પાંચ મહાનગરપાલીકાઓ એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે તે વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની વધારાની છૂટછાટ આપવામાં આવી નથી. જ્યારે ઓરેન્જ ઝોનમાં સમાવિષ્ટ રાજકોેટની મહાનગરપાલિકામાં પણ કોઈજ વધારાની છૂટછાટની જોગવાઈ કરવામાં નથી આવી અને માટે આ ઝોનના લોકોએ પણ રેડઝોનની જેમ જ નિયમોનું કડકરીતે પાલન કરવાનું રહેશે.

નાની-નાની છ નગરપાલિકાઓએ પણ કડકરીતે નિયમોનું પાલન કરવાનું રહેશે

image source

સચિવ શ્રી અશ્વનીકુમારના જણાવ્યા પ્રમાણે રાજ્યની અન્ય નગરપાલિકાઓ કે જેમાં બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠનો સમાવેશ થાય છે તેને પણ રેડ ઝોન જ જાહેર કરવામાં આવ્યા છે અને ત્યાં પણ કોઈ જ વધારાની છૂટછાટ આપવામાં આવી નથી. રાજ્યમાં જેટલા પણ વિસ્તારોને રેડ ઝોનમાં સમાવવામાં આવ્યા છે ત્યાં જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ આવશ્યક સેવાઓ ઉપરાંત કોઈ પણ વ્યવસાય કે ખાનગી કચેરીઓના કામકાજ શરૂ થશે નહીં. માત્રને માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે દૂધ, શાકભાજી, અનાજ, ફ્રૂટ, દવા તેમજ કરિયાણાને જ છૂટછાટ આપવામાં આવેલ છે.

લોકડાઉનના કારણે પોઝીટીવ કેસોની સંખ્યા ઘટવી જોઈએ પણ વાસ્તવમાં વધી રહી છે તેની ગંભીરતાને ધ્યાનવમાં રાખીને રાજ્યની મહાનાગરપાલિકાઓ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, અને ભાવનગર જેવા વિસ્તારોમાં લોકડાઉનનું અત્યંત કડક રીતે પાલન કરાવવામાં આવશે.

ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ ટી-સ્ટોલ પર ફરજિયાત રીતે ડીસ્પોઝેબલ કપનો ઉપયોગ કરવાનો રહેશે

image source

થોડા સમય પહેલાં અફવા ફેલાઈ હતી કે કેટલીક જગ્યાએ પાનના ગલ્લા વિગેરે શરૂ કરવામાં આવશે તો તે વાતને અશ્વની કુમારે સદંતર નકારી કાઢી છે અને જ્યાં સુધી સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ઓછો નહીં થાય ત્યાં સુધી ક્યાંય પણ પાન-મસાલાની દુકાનો તેમજ તેનું વેચાણ તેમજ દારૂનું વેચાણ કરવાનું લાયસન્સ ધાવતી દુકાનો બંધ જ રહેશે.

રાજ્યના જેટલા વિસ્તાર ગ્રીનઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યાં ટી સ્ટોલ, ચા-કોફીની દુકાનો તેમજ બ્યુટીપાર્લર અને હેરકટીંગ સલૂનની દુકાનો ચાલુ રાખી શકાશે. પણ ચાની દુકાનો પર ફરજીયાત પણે ડીસ્પોઝેબલ ગ્લાસ કે કપનો જ ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંદ ગ્રીનઝોનવાળા વિસ્તારમાં રાજ્યપરિવહન એટલે કે એસટીની બસોની સેવા પણ શરૂ કરવામાં આવશે જો કે તેમાં માત્ર 50 ટકા એટલે કે 30 જેટલા જ મુસાફરોની સવારી થઈ શકશે. જો તેનાથી વધુ મુસાફરોને બેસાડવામાં આવશે તો ડ્રાઈવર-કંડક્ટર પર કડક કામગીરી કરવામાં આવશે. અને આ વ્યવહાર માત્ર ગ્રીનઝોન વચ્ચે જ ચાલુ રહેશે.

image source

આ ઉપરાંત ગ્રીન ઝોન જિલ્લાની આંતરિક બસ સેવાઓ પણ ચાલુ થઈ શકશે. આ ઉપરાંત ગ્રીન ઝોનમાં ચાલતા ખાનગી વાહનોમાં પણ મર્યાદીત મુસાફરો જ મુસાફરી કરી શકશે. ટેક્સી કે કેબના ડ્રાઈવર તેમના વાહનમાં બેથી વધારે મુસાફર નહીં બેસાડી શકે. આ ઉપરાંત સવારના 7થી સાંજના 7 સુધી કોઈ પણ ઝોનમાં અસરજવર કરવા દેવામાં નહીં આવ.

તેમજ 17મી મે સુધી સમગ્ર રાજ્યમાં ખાલી કે ભરેલા માલવાહક વાહનોને કોઈ પણ જાતની રોકટોક વગર આવવા જવાની છૂટ આપવામાં આવી છે. તો વળી આગળના લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ તેમજ વસ્તુઓએનું વેચાણ કરતા દુકાનદારોએ પોતાના લાયસન્સ ફરીથી રીન્યૂ કરાવવાના રહેશે નહીં અને તેમની મુદ્દતમાં આપોઆપ વધારો કરી દેવામાં આવશે.

image source

ઘરમાં રહીને જ તહેવારો ઉજવવાની ખાસ અપીલ કરવામાં આવી છે

મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું હતું કે આ પહેલાં લોકડાઉન દરમિયાન ચૈત્રી નવરાત્રી, રામનવમી અને હનુમાન જયંતી જેવા હિન્દુ તહેવારો હિન્દુ ભાઈ-બહેનોએ ઘરમાં રહીને જ ઉજવ્યા હતા તેવી જ રીતે મુસ્લિમ ભાઈઓ તેમજ બહેનોને પણ પવિત્ર રમજાન મહિનાની ઉજવણી ઘરે જ કરવા અપીલ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ