શ્રદ્ધાંજલિ, રિશી કપૂરના પાલીવાળા ઘરે પ્રાર્થન સભા રખાઇ, પિતાના મૃત્યુના બે દિવસ પછી શનિવારે રાત્રે દીકરી રિધ્ધિમા પહોંચી ઘરે

૩૦ એપ્રિલ ગુરુવારના રોજ ઋષિ કપૂર આ દુનિયા માંથી વિદાઈ લઈ લીધા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેંસની વચ્ચે દુઃખનું વાતાવરણ છે. આવામાં બધા કપૂર પરિવારને સાંત્વના આપી રહ્યા છે અને ઋષિ કપૂરની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે. હવે ઋષિ કપૂર પત્ની નીતુ અને દીકરા રણબીરએ તેમના માટે પ્રાર્થના સભા રાખી છે.

image source

રણબીર કપૂર અને નીતુની એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ ફોટોમાં રણબીર કપૂર અને નીતુ ઋષિ કપૂરની ફૂલો ચઢાવેલ ફોટો પાસે બેઠા છે.

આ ફોટોમાં રણબીર કપૂરએ સફેદ કુર્તા પાયજામા પહેર્યું છે અને નારંગી રંગની પાઘડી પહેરી છે. ત્યાં જ નીતુએ સફેદ રંગનો સુટ પહેર્યું છે.

image source

ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર વિધિમાં પરિવાર સહિત બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કેટલાક સેલેબ્રીટીસ સામેલ થયા હતા. પણ લોકડાઉનના કારણે ઋષિ કપૂરની દીકરી રીધ્ધમા કપૂર અંતિમ સંસ્કાર વિધિમાં સામેલ થઈ શકી હતી નહી.

image source

આપને જણાવીએ કે, રીદ્ધીમા કપૂર પણ હવે મુંબઈ પહોચી ગઈ છે. રીધ્ધમા કપૂર પોતાના પિતાને અંતિમ વિદાઈ આપી શકી હતી નહી. પરંતુ હવે રીદ્ધીમા કપૂર પિતા ઋષિ કપૂરની પ્રાર્થના સભામાં સામેલ જરૂર થશે.

image source

રીદ્ધીમા કપૂર દિલ્લીમાં રહે છે, જેના કારણથી રીદ્ધીમા કપૂર મુંબઈ સમયસર પહોચી શકી હતી નહી. જો કે, હવે રીદ્ધીમા કપૂર પરિવારની સાથે છે. રીદ્ધીમા કપૂર રોડ ટ્રાવેલ કરીને શનિવાર રાતના સમયે મુંબઈ આવી ગઈ છે.

image source

નીતુ કપૂરની વાત કરીએ તો નીતુને ઋષિ કપૂરના જવાથી મોટો ઝટકો લાગ્યો છે.નીતુ કપૂરએ ઋષિ કપૂરની એક ફોટો શેર કરતા લખ્યું છે કે હવે અમારા બંનેની કહાનીનો અંત આવી ગયો છે.

image source

ઋષિ કપૂર ૬૭ વર્ષની ઉમરના હતા અને ઋષિ કપૂર છેલ્લા બે વર્ષથી કેન્સર જેવી ભયંકર બીમારી સામે લડી રહ્યા હતા. ૨૯ એપ્રિલના રોજ રાતના સમયે ઋષિ કપૂરને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી ઋષિ કપૂરને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. ૩૦ એપ્રિલના રોજ સવારના સમયે ઋષિ કપૂરએ સર એન.એચ રિલાયંસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ