અમદાવાદના જેલના ભજિયા શરૂ કરનાર આ આરોપીનું થયુ નિધન, જાણો ક્યાંથી આવ્યો હતો તેમને ભજીયા કેન્દ્ર ખોલવાનો વિચાર

અમદાવાદના ફેમસ જેલના ભજિયાના સર્જકનું નિધન, જાણો કેવી રીતે હત્યારો ચંદુ પ્રજાપતિ બન્યા ચંદુભાઈ ભજીયાવાળા, જોત જોતામાં જેલના ભજિયાનો કોરોડોનો ધંધો શરૂ કરી દીધો

અમદાવાદમાં બે ભજિયા હાઉસ ખુબ જ પ્રખ્યાત છે એક છે રાઇપુર ભજિયા હાઉસ અને બીજું છે જેલ ભજીયા હાઉસ. જેલ ભજીયા હાઉસનો ઇતિહાસ ખુબ જ રોમાંચક છે. 1980ના દાયકામાં અમદાવાદમાં ચંદુભાઈ પ્રજાપતિ ગેંગસ્ટરથી લોકો કાંપતા હતા. તેઓ બાબુભૈયાની ગેંગના સાથી હતા. હાલ તેમનું 69 વર્ષે નીધન થયું છે. પણ તેમનું નીધન અમદાવાદીઓ માટે શા માટે સમાચારનો વિષય છે તે જાણવા આ લેખ પૂરો વાંચવો જરૂરી છે.

image source

તે સમયે અમદાવાદના મણીનગર વિસ્તારમાં એક ટ્રિપલ મર્ડર કેસ ભારે ચર્ચામાં રહ્યો હતો. આ મર્ડર કેસમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત બીજા 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ હત્યાઓમાં અમદાવાદના કુખ્યાત બાબુ સત્યમ ભૈયા અને તેમની ગેંગના કેટલાક સાગરીતોની સંડોવણી હતી અને તેમા ગેંગ્સ્ટર ચંદુભાઈનો પણ સમાવેશ થતો હતો.

image source

આ કેસમાં આરોપ સાબિત થતાં બધા જ આરોપીઓને 14 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. ચંદૂભાઈ પ્રજાપતિ મૂળે ધ્રાંગધ્રાના રહેવાસી હતા. જેલવાસ દરમિયાન કેદીએ પોતાનું ગુજરાન ચલાવવા માટે તેમજ સરકાર પર તેમની ખાધા-ખોરાકીનો બોજો ન પડે તે માટે કેટલુંક કામ કરવું પડતું હોય છે.

image source

ચંદુભાઈ પણ સાબરમતી જેલની બેકરીમાં જાત-જાતનું ફરસાણ બનાવવાનું કામ કરતા હતા અને તે જેલના કેદીઓને ખુબ ભાવતું હતું. તેમના જેલવાસ દરમિયાન 1995માં વડોદરા ખાતે એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાબરમતિ જેલના કેટલાક કેદીઓને પણ લઈ જવામાં આવ્યા હતા તેમાં ચંદુભાઈનું પણ નામ હતું.

image source

ચંદુભાઈના ફરસાણનો સ્વાદ ભલે સાબરમતિ જેલમાં જ કેદ રહ્યો હોય પણ તેની બોલબાલા તો શહેરના સિમાડા ઓળંગીને સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગઈ હતી. આ જ સમારંભ દરમિયાન જેલના એક અધિકારીએ તેમને સ્વાદિષ્ટ નાશ્તો ખવડાવવાનું ફરમાન કર્યું. ચંદુભાઈએ તેમના માટે ભજિયા બનાવ્યા. ભજિયાની સોડમ અને સ્વાદ ખુબ જ સારા હતા અને ત્યાં જ જેલના અદિકારીને એક વિચાર આવ્યો.

image source

તેમને વિચાર આયો કે જેલના કેદીઓના હાથે ભજિયા બનાવડાવી તેને વેચવા જોઈએ. અને આ વિચાર સાથે જ 1997માં સુભાષ બ્રીજના નાકે આશ્રમ રોડ પર જેલના ભજિયાના વેચાણની શરૂઆત થઈ. ચંદુભાઈ પોતે જ ભજિયા બનાવતા અને ત્યાંથી પસાર થતાં લોકો ભજિયાની સોડમથી લલચાઈ જતાં.

ભજિયાનું વેચાણ શરૂ કરતાં જ થયો હજારોનો વકરો

image source

જેલના ભજિયા શરૂ થતાં અને તેની સોડમ આવતાં જ ત્યાંથી પસાર થતા લોકો ત્યાંથી ભજિયા ખરીદવા લાગ્યા અને ભજિયાનું વેચાણ શરૂ કર્યા તેના બીજા જ દિવસે કેદીઓને 70,000 રૂપિયાનો વકરો થયો. અને બસ પછી તો આખાએ અમદાવાદમાં જેલના ભજિયા જાણીતા થઈ ગયા. હવે તો ચંદુભાઈ નવા કેદીઓને પણ પોતાની કારીગરી શીખવવા લાગ્યા.

આ પ્રયોગમાંથી પ્રેરણા લઈ બીજી જેલો દ્વારા પણ ભજિયા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા

image source

આવી સફળતા જેલના અધિકારીએ ક્યારેય કલ્પી નહીં હોય. પણ ચંદુભાઈનો જેલના ભજિયાનો ધંધો તો ચાલી પડ્યો હતો. હવે આ જ પ્રયોગમાંથી દાખલો લઈને રાજ્યની બીજી જેલો દ્વારા પણ જેલના દર્દી દ્વારા ચાલતા ભજિયા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા. આજે જેલના ભજીયાનું કરોડોનું ટર્નઓવર છે.

અસ્થમાની બિમારીથી ચંદુભાઈનું 69 વર્ષની ઉંમરે અવસાન થયું

image source

છેલ્લા ઘણા સમયથી ચંદુભાઈ અસ્થમાની બિમારીથી પીડાતા હતા. અને છેવટે તે જ બિમારીએ તેમનો જીવ લઈ લીધો. ગત ગુરુવારના રોજ તેમને અસ્થમાનો ગંભીર હૂમલો થયો અને તેમનું અવસાન થયું. ચંદુ ભાઈએ પોતાના જીવનની દિશા એ રીતે પલટી કે આજે તેમને કોઈ હત્યારા તરીકે નહીં પણ જેલના ભજિયાના સ્થાપક તરીકે જ ઓળખશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ