પ્રિયંકા નિકને શું કહીને બોલાવે છે રોજ, જોઇ લો આ વિડીયોમાં તમે પણ

પોતાના વાહલુડા પતિ નિકને પ્રેમથી પ્રિયંકા આ નામે બોલાવે છે, જોઈ લો વિડિયો, વાહલુડા પતિ નિકને પ્રિયંકા આ નામે બોલાવે છે સાંભળીને તમે પણ ખડખડાટ હસી પડશો

image source

પ્રિયંકા આજકાલ ક્રિસ્મસ સેલિબ્રેશનના ફુલ મુડમાં છે. અને તે આ સેલિબ્રેશનની ક્ષણોની તસ્વીરો તેમજ વિડિયોઝ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર અવારનવાર શેર કરતી જોઈ શકાય છે. હાલ ક્રિસ્મસ વેકેશન ચાલતુ હોવાથી નિક અને પ્રિયંકા એકબીજા તેમજ એકબીજાના કુટુંબ સાથે રજાઓ ગાળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ તાજેતરમાં એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણી પોતાના પતિ નીક જોનાસ સાથે બરફની એક સ્લાઇડ પર સ્લાઇડ કરતી જોવા મળી છે. પણ આ વિડિયો તો જોવામાં મજેદાર છે જ પણ તેમાં પ્રિયંકા દ્વારા પોતાના પતિ નિકને જે નામે સંબોધવામાં આવ્યો તે નામ ખરેખર ક્યુટ છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ વિડિયોમાં નિક જોનાસ અને તે બરફમાં ફૂલ મસ્તી કરી રહ્યા છે. તેમાં તેઓ એક એર ટ્યૂબવાળી બોટમાં બરફ પર સ્લાઇડ કરી રહ્યા છે અને ગોળ ગોળ ફરતા એક ઢાળ પરથી લસરી રહ્યા છે અને પ્રિયંકા બૂમો પાડી રહી છે. તેણી બૂમો પાડીને ‘ફાસ્ટ-ફાસ્ટ’ બોલી રહી છે. અને છેવટે તેઓ જ્યારે તે ઢાળ પરથી નીચે આવી જાય છે ત્યારે પ્રિયંકા નિકને ‘બાબૂ’ કહીને સંબંધો રહી છે.

image source

પ્રિયંકા અને નિકનો આ વિડિયોને અત્યાર સુધીમાં 15 લાખ કરતાં પણ વધારે વ્યૂઝ મળી ગયા છે. જે તેણે ગઈકાલે શેયર કર્યો હતો. અને વિડિયોને જોતાં જ તેના ફેન્સ કેટલીક કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

image source

આ પહેલાં પણ પ્રિયંકાએ ક્રિસ્મસ સેલિબ્રેશનની કેટલીક તસ્વીરો તેમજ વિડિયો શેર કરી છે. જેમાં ક્રિસ્મસ પર નિક તેના માટે એક સેન્ટાને બેટ મોબિલ પર એટલે કે બેટ મોબીલ સ્કિ મોટર બાઈક પર બોલાવે છે અને ત્યાર બાદ તેણી પોતે પણ તેની રાઇડ લે છે. તેની પણ વિડિયો છે.

image source

તો બીજી એક વિડિયોમાં તેણીએ નિકને પણ પોતાની પાછળ બેસાડ્યો છે. અને નિકની બોડી લેંગ્વેજ દર્શાવે છે કે તે પ્રિયંકા પાછળ બેસતા ડરી રહ્યો છે.

ક્રિસ્મતના દિવસની બીજી એક તસ્વીરમાં તેણી ક્રિસ્મસના દિવસે પોતાના તેમજ નિકના કુટુંબના સભ્યો સાથે છે. તેણે તેની એક ફેમિલિ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તમે નિક, પ્રિયંકાના ભાઈ, નિકના પિતા, પ્રિયંકાની માતા, નિકની માતા તેમજ કુટુંબના બીજા સભ્યો તેમજ નજીકના મિત્રોને જોઈ શકો છો. પાછળ સુંદર મજાનું ક્રિસ્મસ ટ્રી પણ જોઈ શકો છો.

image source

આ ફેમિલિ ફોટોમાં પ્રિયંકાના ખોળામાં તેનું વાહલુ પપી બેઠું છે અને તેની બાજુમાં એક નાનકડી ઢીંગલી જેવી બાળકી પણ છે.

બીજી એક તસ્વીરમાં પ્રિયંકા પતિ નીકની બાહોમાં બાંહો નાખીને ઉભી છે. આ તસ્વિર ક્રિસ્મસના દિવસની છે. તેણીએ આ તસ્વીર ઇન્સ્ટા અકાઉન્ટ પર શેર કરતાં પોતાના ફેન્સને ક્રિસ્મસની ખુબ બધી શૂભેચ્છાઓ પાઠવી છે.

image source

પ્રિયંકાની ફિલ્મોની વાત કરીએ તો હાલ તેણી નેટફ્લિક્સના બે પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને તેના માટે જ તેણી ગયા મહિને ભારત આવી હતી. આ સિવાય તેણી પાસે એક હોલીવૂડ પ્રોજેક્ટ પણ છે. અને તે પોતાના પતિના બેન્ડ જોનાસ બ્રધર્સના આલ્બમમાં પણ અવારનવાર જોવા મળી છે. આમ પ્રિયંકા પાસે કામની કોઈ જ કમી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ