19 વર્ષ બાદ રચાઇ રહ્યો છે ખતરનાક યોગ, આ રાશિના લોકોએ ખાસ સાચવવું નહિં તો…

22 ફેબ્રુઆરીથી મંગળ ગ્રહે રાશિ પરિવર્તન કર્યું અને વૃષભમાં પ્રવેશ કર્યો છે. અહીં રાહુ પહેલાથી જ બિરાજમાન હોવાથી વૃષભ રાશિમાં અંગારક યોગ સર્જાયો છે. આવો યોગ 19 વર્ષ બાદ સર્જાયો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને મંગળનું એક રાશિમાં હોવું અંગારક યોગ સર્જે છે જે સમય દરમિયાન ખતરનાક ઘટનાઓ બની શકે છે.

image soucre

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ પણ રાશિમાં મંગળ અને રાહુ એક સાથે આવે છે તો તેને અંગારક યોગ કહેવામાં આવે છે. આ યોગ સ્વભાવમાં ઉગ્રતા લાવે કરે છે. આ સિવાય તે વ્યક્તિ સ્વભાવે હિંસક થઈ જાય છે અને નકારાત્મક વિચારો વધારે કરે છે. જેના કારણે દરેક પ્રકારનાં કામોમાં વિક્ષેપ આવે છે. સાથે જ આ યોગમાં જો યોગ્ય ઉપાય કરવામાં ન આવે તો જાતકે તેના પરિણામ લાંબા સમય સુધી ભોગવવા પડે છે.

image soucre

આ યોગ સંબંધીઓ, મિત્રો અને ભાઈઓ સાથેના સંબંધોને બગાડે છે અથવા તો કોઈને કોઈ બાબતે તેમની સાથે વિવાદ કરાવે છે. જો અંગારક યોગ સર્જાય છે તો આવી સ્થિતિમાં કોઈ કાર્ય શાંતિપૂર્ણ અને સહેલાઇથી થઈ શકતું નથી.

image source

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. જો તે તમારી કુંડળીમાં છે તો તમે હિંમતવાન, નિર્ભય અને યોદ્ધા સમાન જીવન જીવો છો. પરંતુ જ્યારે આ યોગ સર્જાય છે ત્યારે આ યોગમાં પૈસાથી સંબંધિત સમસ્યા અથવા બાળકોને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મંગળ અગ્નિ તત્ત્વનો ગ્રહ છે અને રાહુ હવા તત્વને અસર કરે છે. આવી સ્થિતિમાં જો અગ્નિ અને હવા એક સાથે તો સ્થિતિ ઉગ્ર બની છે.

image source

હાલ મંગળ અને રાહુ એકસાથે વૃષભમાં બિરાજમાન થયા છે તેમાં કર્ક, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે આ યોગ તેમના પર સૌથી વધુ અસર કરશે. આ ત્રણ રાશિના જાતકોને 52 દિવસ સાવધાન રહેવું જોઈએ. કારણ કે આગામી 14 એપ્રિલે મંગળ વૃષભ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે આ યોગ પણ સમાપ્ત થશે. આ સમયે જો તમે આ યોગના પ્રભાવથી બચવા ઈચ્છતા હોય તો તમારા ક્રોધને નિયંત્રણમાં રાખો. આ સિવાય બજરંગ બાણ વાંચો અને કોઈની સાથે વિવાદમાં ન આવો.

મંગળ રાહુની યુતિના કારણે કુદરતી આફતો

image source

આ અંગારક યોગમાં કુદરતી આફત આવવાની પણ સંભાવના રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુની યુતિ સારી નથી. જેના કારણે કુદરતી આફત, માર્ગ અકસ્માત પણ થઈ શકે છે. આ સિવાય વરસાદ, ભૂસ્ખલન થવાની પણ સંભાવના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ