ગુરૂ મકરમાંથી કુંભ રાશિમાં કરશે ગોચર, આ 4 રાશિને થશે અઢળક ધન પ્રાપ્તિ, જાણો તમારી રાશિ શું કહે છે…

દેવોના ગુરુ બૃહસ્પતિ ગ્રહ આવનાર સમયમાં તા. ૬ એપ્રિલ, ૨૦૨૧ના રોજ પોતાની નીચ રાશિ મકર માંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. કુંભ રાશિ પર તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી રહેશે ત્યાં જ ગુરુ ગ્રહ વક્રી અવસ્થામાં ફરીથી મકર રાશિમાં પ્રવેશ કરી શકે છે. જ્યાં તા. ૨૦ નવેમ્બર, ૨૦૨૧ સુધી રહી શકે છે. ત્યાર બાદ ગુરુ ગ્રહ ફરીથી માર્ગી અવસ્થામાં કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ ગુરુ ગ્રહના રાશિ પરિવર્તન થવાથી તમામ રાશિઓ પર કેવી અસર જોવા મળશે.

મેષ રાશિ:

નવવિવાહિત દંપતિઓ માટે સંતાન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. જયારે વડીલ વ્યક્તિઓ માટે ધાર્મિક કાર્ય કરવાના અવસર મળી શકે છે. સંતાનોને સંબંધિત જવાબદારી પૂરી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને શિક્ષણ સ્પર્ધામાં સંપૂર્ણ સફળતા મળવાની આશા હોય છે.

વૃષભ રાશિ:

વૃષભ રાશિ ધરાવતા જાતકોને સંપત્તિ સંબંધિત બાબતોનું જલ્દીથી સમાધાન થઈ શકે છે. આપને સામાજિક કાર્યમાં વધારે ખર્ચ થઈ શકે છે આ સાથે જ આપની પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. આપને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને આપની સાથે નવા કરાર થવાની સંભાવના છે જયારે ધંધા અને વ્યવસાયમાં લાભ થવાથી આપની આવકના સ્ત્રોતોમાં વધારો થઈ શકે છે.

મિથુન રાશિ:

મિથુન રાશિ ધરાવતા જાતકોને ધાર્મિક બાબતોમાં વધારે રુચિ ધરાવશે. આપના દ્વારા વિચારવામાં આવેલ તમામ વ્યૂહરચના અસરકારક સાબિત થઈ શકે છે. ભાઈઓની મધ્યે મતભેદ અને અવિશ્વાસના વાતાવરણને નિર્મિત થવા દેવું નહી. આપ વિદેશમાં મુસાફરી માટે જઈ શકો છો. વડીલ વ્યક્તિઓને પૌત્ર સુખ પ્રાપ્ત થઈ શકે છે અને આપના આવકના સ્ત્રોતોમાં વધારો થઈ શકે છે.

કર્ક રાશિ:

કર્ક રાશિ ધરાવતા જાતકોને આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આપને નોકરીમાં પ્રગતિના અવસર મળી શકે છે. તીર્થ યાત્રા અને સામાજિક કાર્યોમાં નાણાકીય ખર્ચ થઈ શકે છે. આપ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત રહેશો, વ્યવસાયિક કાર્યોમાં આપને કેટલાક અંશે સફળતા મળી શકે છે.

સિંહ રાશિ:

સિંહ રાશિ ધરાવતા જાતકોના માન અને પ્રભાવમાં વધારો જોવા મળશે. આપને ઉપરી અધિકારીઓનો સહયોગ મળી શકે છે. આપે આપના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું. વધારે ખર્ચ કરવાથી બચવું જોઈએ. માંગલિક કાર્યોના અવસર આવી શકે છે. લગ્ન સમાંબંધિત વાતચીતમાં પણ સફળતા મળી શકે છે.

કન્યા રાશિ:

કન્યા રાશિ ધરાવતા જાતકોને લગ્ન પ્રસંગમાં બજેટ કરતા ખર્ચ વધારે થઈ શકે છે. આપને વિદેશી કંપનીઓમાં નોકરી કરવા માટે અથવા વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલ અરજીમાં સફળતા મળી શકે છે. આપે છુપાયેલા દુશ્મનોથી સાવધાન રહેવું. આપના વધારે દોડવાથી તાણ વધી શકે છે.

તુલા રાશિ:

તુલા રાશિ ધરાવતા જાતકોને ઘરના વડીલ વર્ગનો સાથે મળી શકે છે. આપને સંતાન સંબંધિત ચિંતાઓ માંથી રાહત મળી શકે છે. આપને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આપને તમામ પ્રક્રિ સફળતા માટે સારા અવસર મળી શકે છે.આ સાથે જ આપના નવા પ્રેમ પ્રકરણની પણ શરુઆત થઈ શકે છે. આપની આવકના સ્ત્રોતોમાં વધારો થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ:

વૃશ્ચિક રાશિ ધરાવતા જાતકોને પ્રમોશન અને સ્થાનાંતરનના પ્રયાસોમાં સફળતા મળી શકે છે. પિતૃ સંપત્તિથી લાભ થવાની સંભાવના છે. આપને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. વાહન ખરીદવાની શક્યતા જોવા મળે છે. પારિવારિક વિવાદ અને માનસિક અશાંતિ ર=પણ રહી શકે છે. આપને નોકરીમાં નવો કરાર થવાની શક્યતાને પણ દુર થવા દેવી નહી.

ધન રાશિ:

ધન રાશિ ધરાવતા જાતકોને ધર્મ અને અધ્યાત્મમાં ઊંડો રસ લઈ શકે છે. કાર્યક્ષેત્ર માં પણ આપની ધાર્મિક વૃત્તિની અસર જોવા મળી શકે છે. સંતાનો સંબંધિત ચિંતા દુર થઈ શકે છે. આપ વિદેશ પ્રવાસ માટે જઈ શકો છો અને વિદેશી કંપનીઓમાં નોકરી મળવાની તક પ્રાપ્ત થશે. આપનામાં શક્તિ અને હિંમતમાં વધારો થશે. જયારે વિદ્યાર્થી વર્ગને શૈક્ષણીક સ્પર્ધામાં સારી સફળતા મળી શકે છે.

મકર રાશિ:

મકર રાશિ ધરાવતા જાતકો દ્વારા લેવામાં આવેલ નિર્ણયોની પ્રસંશા કરવામાં આવશે.આપે ષડ્યંત્રના શિકાર થવાથી બચવું જોઈએ. આપે આપના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વિવાદિત બાબતોને આપસી સમજથી ઉકેલી લેવા. આપનો આર્થિક પક્ષ મજબુત રહેશે. આપ કોઈપણ વધારે ખર્ચાળ વસ્તુની ખરીદી કરી શકો છો. આપના જમીન સંપત્તિની બાબતોમાં સમાધાન પણ કરવાનું આવી શકે છે.

કુંભ રાશિ:

કુંભ રાશિ ધરાવતા જાતકોના વિદ્યાર્થી વર્ગને શિક્ષણ અને સ્પર્ધાઓમાં સારી સફળતા મળી શકે છે. સંતાન સંબંધિત મુશ્કેલીઓમાં રાહત મળશે. આપે આપની યોજનાઓ અને વ્યૂહરચનાઓને ગુપ્ત જ રાખવા. લગ્નજીવન અને કાર્યક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓ દુર થશે.

મીન રાશિ:

મીન રાશિ ધરાવતા જાતકોને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું રહેશે. વ્યવહારની બાબતમાં સાવધાન રહેવું. આપને વધારે પડતી દોડધામ અને વધારાના ખર્ચનો સામનો કરવો -દશે. ગુરુ ગ્રહના સંક્રમણના પ્રભાવથી આપને આશા અને મૂંઝવણ આપી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ