રામ રાખે તેને કોણ ચાખે, અધુરા મહિને જન્મેલ બાળક નીકળ્યું કોરોના પોઝિટિવ, પછીની કહાની જાણીને ધબકારા વધી જશે!

કોરોના વાયરસ આમ તો બધા માટે જાવલેવા છે. પણ પહેલાંથી જ કહેવામાં આવી રહ્યું છે કે બાળકો અને વૃદ્ધોને ખાસ ધ્યાન રાખવા જેવું છે અને તેના માટે આ વાયરસ મોટો ખતરો છે. પણ ક્યારેક વાયરસ માટે નસીબનું જોર વધારે રહે છે અને કંઈક એવું જ બન્યું આ કેસમાં. તો આવો વિગતે જાણીએ કે આખરે કઈ રીતે એક બાળકને કોરોનાને મ્હાત આપીને મોતના મુખમાંખી છટકીને આવતું રહ્યું. ભાવિનભાઇ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાને કારણે બાળકના જન્મની ખુશી પીડામાં ફેરવાઇ ગઇ હતી. બાળક હસતું રમતું હોવું જોઇએ તેના બદલે જન્મ પછી તરત જ કોરોના પોઝિટિવ થઇ ગયું હતું.

image source

મળતી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલું ઓછુ હોય તેમ બાળક પુરા મહિને જન્મ પણ નહોતો થયો. અધુરા મહિને જન્મના કારણે પણ સમસ્યાઓ હતી. તેવામાં અધુરા મહિને કોરોના પોઝિટિવ બાળકને વેન્ટિલેટરની નળીઓ, ઇન્જેક્શન આપવા માટે લગાવેલી સોય, પાટાથી વિંટાયેલું તેનું શરીર કોઇ પણ પથ્થરદિલ માણસની આંખો પણ ભીની કરવા પુરતી હતી. પણ આવી પરિસ્થિતિ હોવા છતાં પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર્સ દ્વારા આ બાળકને બચાવી લેવાનું બીડુ ઝડપવામાં આવ્યું હતું. માત્ર 14 દિવસમાં જ બાળક સંપુર્ણ સ્વસ્થ થઇ ગયું હતું. બાળક અને તેના પરિવારજનોની પીડાનો અંત લાવી ફરી ખુશીની લહેર આવી છે.

image source

પણ આ કેસની શરૂઆત કઈ રીતે થઈ એના વિશે શરૂઆતથી જ વાત કરીએ તો સારીકાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રિમેચ્યોર ડિલીવરી કરવાની ફરજ પડી હતી. બાળકનાં જન્મની સાથે જ માતા અને પુત્ર બંન્નેને દાખલ કરી દેવામાં આવ્યા હતા. બાળકનાં માતા સારીકાબેન સોરઠીયા અને પિતા ભાવિનભાઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારીકા બહેન ગર્ભવતી હોવાના કારણે તેમને ખાનગી દવાખાનમાં સારવાર દરમિયાન પ્રિમેચ્યોર ડિલીવરી કરવી પડી હતી. બાદમાં બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા બાળકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સ્થિતીમાં ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વેન્ટિલેટર સાથે સિવિલના કોવિડ હોસ્પિટલનાં પિડિયાટ્રિક વિભાગમાં દાખલ કરાયું હતું. પ્રિમેચ્યોર ડિલિવરીના કારણે બાળક પહેલાથી જ નબળું હતું. તેનું વજન માત્ર 2 કિલો જ હતું. ઉપરાંત કોરોના પોઝિટિવ હોવાનાં કારણે સ્થિતી ખુબ જ વિકટ થઇ હતી.

image source

આગળની કાર્યવાહી કઈ રીતે કરવામાં આવી એના વિશે જો વાત કરીએ તો સિવિલનાં બાળકોનાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા તેની ખાસ સારવાર શરૂ કરવામાં આવી હતી. સધન સારવાર અને ખુબ જ કાળજીના કારણે આ બાળક માટે આખરે ડોક્ટર્સ દેવદુત સાબિત થયા હતા. બાળકને શરૂઆતનાં તબક્કે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડી ડાઇમર, એફ. ફેરિટિનની વધારે વેલ્યુ આવતા તેને ખાસ પ્રકારનાં ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જો કે બાળકની સ્થિતીમાં ધીરે ધીરે સુધારો આવવા લાગ્યો હતો. આ દરમિયાન તેને માતાનું દુધ મળી રહે તે પણ જરૂરી હોવાથી તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળક ઝડપથી રિકવર થતા 14 દિવસ બાદ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બસ પછી તો શું. રિપોર્ટ નેગેટિવ આવતાની સાથે જ પરિવારમાં એક અલગ જ રાજીપો જોવા મળ્યો હતો અને બધાના મોઢા પર ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

image source

આ પહેલાં પણ એક એવો કેસ સામે આવ્યો હતો. વડનગરના મોલીપુરની ગામની કોરોના પોઝિટિવ મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાંથી એક બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર પર ચોંકી ઉઠ્યું છે. એક દિવસના નવજાત બાળકને કોરોના થયો હોય તેવું ગુજરાતમાં પ્રથમવાર બન્યું છે. ચોંકાવનારી બાબત અંગે વડનગર મેડિકલ કોલેજના સુપરિટેન્ડન્ટે બાળકની રિપોર્ટને શંકાસપ્દ ગણાવ્યો છે અને બે દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.વડનગર તાલુકાના મોલીપુરની 30 વર્ષીય હસુમતીબેન પરમારે વડનગર મેડિકલ હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. કોરોનાની ગાઈડલાઈન મુજબ બંને બાળકોનો સેમ્પલ લેવામાં આવ્યા હતા. સોમવારે આવેલા રિપોર્ટમાં બેમાંથી એક બાળકને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતા આરોગ્ય તંત્ર પર ચોંકી ઉઠ્યું છે. નવજાત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બે દિવસ પછી ફરીથી તેનું સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. 12મી મેના રોજ હસુમતીબેનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ