લીંબુના રસને લાંબો ટાઇમ સુધી કેવી રીતે સાચવી શકીએ તેના માટેની ધ્યાનમાં રાખવાની ખૂબ જ ઉપયોગી ટિપ્સ

લીંબુના રસને લાંબો ટાઈમ સુધી કેવી રીતે સાચવી શકીએ તેના માટે ની ધ્યાનમાં રાખવાની ખૂબ ઉપયોગી ટીપ્સ જોઈશું. અત્યારે શિયાળો છે એટલે લીંબુ વધારે આવે છે અને ઉનાળામાં લીંબુ ઓછા મળતા હોય છે. તો તેનો રસ સ્ટોર કરીને રાખી એ તો ઉનાળામાં લીંબુનો રસ, લીંબુ શરબત પણ બનાવી શકાય છે.

1-સૌથી પહેલાં લીંબુ કેવા લેવા જોઈએ તે જોઈશું. શિયાળામાં લીંબુ મળે છે તેનો રસ પણ બહુ સારા એવા પ્રમાણમાં હોય છે.

2- જ્યારે તમે લીંબુ લેવા જાઓ ત્યારે પાતળી છાલ ના લીંબુ પસંદ કરવાના હોય છે. અને લીંબુ પીડા હોવા જોઈએ. લીંબુ પાતળી છાલ ના છે કે નહીં તે કેવી રીતે ખબર પડે તે જોઈએ. લીંબુને દબાવશો ને તો અંદરથી રસ નો ભાગ લાગશે.અને લીંબુ છે ને તે બહુ સરસ રીતે દબાઈ જશે.

3-જો લીંબુની છાલ જાડી હશે તો તેની છાલ જ દબાઈ છે. લીંબુનો રસ છે તે દબાતો નથી. તમે હાથમાં લેશો એટલે ખબર જ પડી જશે. આવા લીંબુના રસને કાઢી લેવાનો છે. પહેલા સાફ કરીને સુકાવી લેવાના છે અને પછી તેને કટ કરીને તેનો રસ કાઢી લેવાનો છે.

4- જ્યારે તમે રસ કાઢો ત્યારે લીંબુ ને એકદમ નથી નીચોવી કાઢવાનું. બની શકે તો લીંબુ નીચોવા નું મશીન આવે છે તે યુઝ કરો તો વધારે સારું.તો એકદમ પરફેક્ટ રસ નીકળશે.

5- ઘણા લોકો લીંબુના રસને કાચની બોટલમાં, એર ટાઇટ બરણીમાં ભરતા હોય છે પછી જ્યારે લીંબુનો રસ કાઢીયે ત્યારે તેમાં કડવાશ આવી જાય છે. તો આવું ના થાય તે માટે શું કરવું તે જોઈએ. લીંબુના રસમાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે.

6- સૌથી પહેલા લીંબુનો રસ કાઢી લેવાનો છે. આઇસ ક્યુબની જે ટ્રે હોય છે ને તેમાં લીંબુના રસને ભરી લેવાનો. પછી તેને ફ્રોઝન કરી દેવાનો. પછી ક્યૂબ ને જીપ બેગ માં ભરી ને ફ્રીઝરમાં સ્ટોર કરવા માટે મૂકી દેવાનો. જ્યારે તમારે જરૂર પડે ત્યારે એક કે બે કે ત્રણ કાઢી લેવાનું છે. બાકીના જે આઇસક્યૂબ છે ફ્રીઝરમાં રહેવાના છે.

7-જેના કારણે તમારો રસ કડવો નહીં થાય.અને તેનો સ્વાદ એકદમ પરફેક્ટ જ રહેશે. અને લીંબુ ને કઈ રીતે સાચવવા એ પણ જોઈશું. આપણે લીંબુ લઈએ ત્યારે ફ્રીઝ માં એમ નમ મૂકી દઈએ તો તે સુકાઈ જાય છે. અને આપણે રસ કાઢી એ તો સારા એવા પ્રમાણમાં રસ નીકળતો નથી.

8- તો શું કરીશું. તેલ લીંબુ ને સાફ કરી એક ડબ્બામાં ભરી દો. અથવા તો કોઈ કપડાંની થેલીમાં ભરી દો. આમ કરવાથી લીંબુની છાલ કડક નહીં થાય.

9-લીંબુના રસને આઈસ ક્યૂબ સ્ટોર કરશો તો બહુ ઇઝી પડશે.ધારો કે તમે દાળ બનાવતા હોય ત્યારે લીંબૂના રસની જરૂર પડે તો એક કે બે આઈસ ક્યૂબ દાળ માં નાખી શકો છો.

10-જ્યારે રૂટિનમાં પણ તમારે વાપરવા હોય તો આ રીતે તમે લીંબુનો રસ કાઢીને મૂકી દો.તો ઘણીવાર એવું થાય કે લીંબુ નીચોવા નો બહુ કંટાળો આવતો હોય છે. તો તમે આ રીતે લીંબુનો રસ કાઢી આવી તે સ્ટોર કરી શકો છો.

11-જો તમે લીંબુ સરબત બનાવતા હોય તો તમે ઈઝીલી ઉપયોગ કરી શકો છો ખાંડ એડ કરી એક કે બે આઈસ ક્યૂબ એડ કરી એટલે લીંબુ પાણી એકદમ ઈઝીલી તૈયાર થઈ જશે. જેને એકદમ સરળ રીત. તો તમે આ ટિપ્સને ફોલો કરજો. અને આ જ રીતે લીંબુનો રસ ને સ્ટોર કરજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.