બાળકોને સાદું ગવારનું શાક નથી ભાવતું તો તેમની માટે ખાસ બનાવો આ આચારી ગવાર…

દોસ્તો કેમ છો મજામાં છો શિયાળા ની સીઝન હોય તો શાકભાજી ખાવા ની મજા આવી જાય.પણ જ્યારે ચોમાસુ અને ઊનાળો હોય ત્યારે ગવાર,ભીંડા અને ટીંડોળા જ ભાવે છે….

મારા ઘરે બધા એકાંતરે ગવાર નું શાક ખાઈ ને કંટાળી ગયા હતા.હવે કારેલા,ગલકા,અને પરવળ એ તો કોઈને ભાવે નહિ તો કરવું શું? કેરી નો રસ તો હોય પણ જોડે શાક તો જોઈ એ જ. એટલે મેં આજે ગવાર ના શાક માં કંઇક નવું ટવીસ્ટ કર્યું…..

આપને ચટપટા અથાણાં તો ખાતા જ હોય એ છે. અને અથાણા તો બધાને ભાવે.તો ચલો આજે એ અથાણાં ના મસાલા ને શાકમાં ઉપયોગ કરીને કંઇક નવું શાક બનાવીએ…અથાણાં નો મસાલો અને સીંગદાણા જોડે શાક ટેસ્ટી બન્યું..તો તમે પણ એ જરૂરથી ટ્રાય કરજો…તો આપને એની સામગ્રી જોઈ લઈશું.

સામગ્રી

 • ૨૦૦ ગ્રામ ગવાર
 • ૧ બટાટા
 • ૧ ચમચી અથાણાં નો મસાલો
 • ૩ ચમચી સીંગદાણા ક્રશ કરેલા
 • ૧ ચમચી તલ
 • ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
 • ૨ ચમચી મરચું
 • ૧ ચમચી ધણાજીરૂ
 • ૧/૨ ચમચી હળદર
 • મીઠુ સ્વાદાનુસાર
 • ૪ ચમચી તેલ
 • ૧ ચમચી કોપરા નું છીન
 • ૧/૨ ચમચી અજમો
 • ચપટી હિંગ

રીત

સ્ટેપ ૧

સૌ પ્રથમ ગવાર અને બટાટા ને શામારી લેવા.

સ્ટેપ ૨

ગવાર અને બટેટા ને કુકર માં ૨ સિટી વગાડી બાફી લેવા.

સ્ટેપ ૩

એક બાઉલ માં ૩ ચમચી સીંગદાણા,૧ ચમચી અથાણાં નો મસાલો, એક ચમચી કોપરા નું છીન ,એક ચમચી તલ લો. અને આ મસાલો મિક્સ કરી લો.

સ્ટેપ ૪

હવે એક કડાઈમાં ૪ ચમચી તેલ લો.તેલ ગરમ થાય એટલે તેમાં અજમો,હિંગ,મરચુ અને હળદર એડ કરો.

સ્ટેપ ૫

ત્યારબાદ તેમાં આપને બનાવેલો મસાલો એડ કરો.તે પછી તેમાં બાફેલા બટેટા અને ગવાર એડ કરો.

સ્ટેપ ૬

હવે તેમાં મીઠું,મરચુ,હળદર, ધાણાજીરું,એડ કરી શાક હલાવી લો.

સ્ટેપ ૭

શાક ને પાંચ મિનિટ સાંતળો.અને પછી ગેસ બંધ કરી રોટલી જોડે ગરમ ગરમ સર્વ કરો..

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.